Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 29:11 - પવિત્ર બાઇબલ C.L.

11 તમારે માટે જે યોજનાઓ મેં વિચારી છે તે વિષે હું સજાગ છું. એ યોજનાઓ ભવિષ્યમાં તમારા પર વિપત્તિ લાવવાની નહિ, પણ કલ્યાણ માટેની છે; ભાવિ વિષેની તમારી શુભ આશાઓ પરિપૂર્ણ કરવા માટેની છે. હું પ્રભુ આ બોલું છું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 કેમ કે જે ઇરાદા હું તમારા વિષે રાખું છું તેઓને હું જાણું છું. એવું યહોવા કહે છે. એ ઇરાદા ભવિષ્યમાં તમને આશા આપવા માટે વિપત્તિને લગતા નહિ પણ શાંતિને લગતા છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 કેમ કે તમારા માટે મારા જે ઇરાદાઓ હું રાખું છું તે હું જાણું છું’ એમ યહોવાહ કહે છે. તે ઇરાદાઓ ભવિષ્યમાં તમને આશા આપવા માટે ‘વિપત્તિને લગતા નહિ પણ શાંતિને લગતા છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

11 તમારા માટે મારી જે યોજનાઓ છે તે હું જાણું છું,” એમ યહોવા કહે છે. “તે યોજનાઓ છે તમારા સારા માટે, નહિ કે તમારું ભૂંડું થાય તે માટે. તે તો તમને ઊજળું ભાવિ અને આશા આપવા માટે છે.

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 29:11
38 Iomraidhean Croise  

તે નિર્ણય લે તો કોણ બદલી શકે? તે જે ચાહે છે, તે જ તે કરે છે.


પરંતુ પ્રભુનો ઇરાદો સદાસર્વદા અટલ છે, અને તેમની યોજનાઓ પેઢી દરપેઢી ટકે છે.


હે પ્રભુ, અમારા ઈશ્વર, તમે અનન્ય છો; તમારાં અદ્‍ભુત કાર્યો અને અમારા વિષેના તમારા ઇરાદા કેટલા બધા છે! એમનું પૂરેપૂરું વર્ણન હું ક્યારેય કરી શકું નહિ; એ તો અગણિત છે.


આપણા દેશમાં ઈશ્વરનું ગૌરવ વાસ કરે તે માટે તે તેમના સંતોનો ઉદ્ધાર કરવા તેમની નિકટ છે.


મારો તેના પરનો રોષ શમી ગયો છે. હવે જો તેમાં મારા લોકના દુશ્મનરૂપી કાંટાઝાંખરાં ઊગી નીકળે તો તેમની સામે ઝઝૂમીને હું તેમને એકત્ર કરી એક્સાથે બાળી નાખું.


પ્રભુ કહે છે, “એવો સમય આવશે કે જ્યારે હું દાવિદના વંશમાં અંકુરની જેમ ફૂટી નીકળેલ સાચા વંશજને રાજા તરીકે પસંદ કરીશ; તે ડહાપણપૂર્વક રાજ કરશે. તે સમગ્ર દેશમાં ન્યાય અને નેકી પ્રવર્તાવશે.


તેના રાજમાં યહૂદિયાનો ઉદ્ધાર થશે અને ઇઝરાયલના લોકો સલામતી ભોગવશે. તે રાજા ‘યાહવે-સિદકેનું’ (‘પ્રભુ આપણા ઉદ્ધારક’) એ નામથી ઓળખાશે.”


પ્રભુ કહે છે, “મારા સેવક યાકોબના વંશજો, બીશો નહિ; હે ઇઝરાયલના લોકો, ભયભીત થશો નહિ; કારણ, દૂર દેશમાંથી હું તમને છોડાવીશ, અને તમારા વારસોને હું દેશનિકાલની ધરતી પરથી પાછા લાવીશ. યાકોબના વારસો પાછા આવીને શાંતિ અને સલામતીમાં જીવશે અને કોઈ તેમને ડરાવશે નહિ.


તેઓ ફરીથી પરદેશીઓની ગુલામી કરશે નહિ, પણ તેઓ મારી, તેમના ઈશ્વર પ્રભુની અને જેને રાજા બનાવું તે દાવિદના વંશજની સેવા કરશે.”


પરંતુ આખરે હું તેમના ઘા પર રૂઝ લાવીને તેમને આરોગ્ય આપીશ, હું તેમને નીરોગી કરીશ અને હું તેમને અપાર શાંતિ અને સલામતી બક્ષીશ.


તેથી તે આપણો ઉદ્ધાર કરે તે માટે ધીરજથી તેમની રાહ જોવી એ આપણે માટે ઉત્તમ છે.


તેથી તું એમને કહે કે, પ્રભુ પરમેશ્વર આમ કહે છે: જો કે મેં તેમને દૂરદૂરની પ્રજાઓમાં મોકલી દીધા છે અને તેમને અન્ય દેશોમાં વિખેરી નાખ્યા છે, છતાં, જે દેશોમાં તેઓ ગયા છે ત્યાં હું હાલ પૂરતું તેમને માટે મંદિર બન્યો છું.”


એવો સમય આવશે જ્યારે ઇઝરાયલના લોકો તેમના ઈશ્વર પ્રભુ અને તેમના રાજા દાવિદ તરફ પાછા વળશે. પછી તેઓ ઈશ્વરની બીક રાખશે અને તેમની પાસેથી ઉદાર દાનો મેળવશે.


પરંતુ આ પ્રજાઓને પ્રભુના મનસૂબાની કે તેમની યોજનાની ખબર નથી કે ઝૂડવા માટે દાણા એકઠા કર્યા હોય તેમ પ્રભુએ તેમને સજા કરવા માટે એકઠા કર્યા છે.


મારા સેવકો એટલે સંદેશવાહકો દ્વારા મેં તમારા પૂર્વજોને આજ્ઞાઓ અને ચેતવણીઓ આપી, પણ તેમણે તેમનો અનાદર કર્યો અને તેનાં માઠાં પરિણામ ભોગવ્યાં. પછી તેમણે પશ્ર્વાત્તાપ કર્યો અને એકરાર કર્યો કે મેં સર્વસમર્થ પ્રભુએ તેમને યથાયોગ્ય અને નિયત શિક્ષા કરી હતી.”


બાકી રહેલા ત્રીજા ભાગના લોકોની હું ક્સોટી કરીશ અને રૂપુ અગ્નિમાં ગળાય છે, તેમ હું તેમને શુદ્ધ કરીશ. હું તેમને સોનાની જેમ પારખીશ. પછી તેઓ મને પ્રાર્થના કરશે અને હું તેમને જવાબ આપીશ. હું તેમને કહીશ કે તમે મારા લોક છો, અને તેઓ પણ કબૂલ કરશે કે હું યાહવે તેમનો ઈશ્વર છું.”


Lean sinn:

Sanasan


Sanasan