Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 28:14 - પવિત્ર બાઇબલ C.L.

14 કારણ, હું ઇઝરાયલનો ઈશ્વર સેનાધિપતિ પ્રભુ આ પ્રમાણે કહું છું: મેં બધા દેશોની ગરદન પર લોખંડની ઝૂંસરી મૂકી છે. એટલે કે તેઓ બેબિલોનના રાજા નબૂખાદનેસ્સારની સેવા કરશે તેઓ તેને આધીન થશે. અરે, હિંસક વન્ય પ્રાણીઓ પણ મેં તેની સેવામાં આપ્યાં છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

14 કેમ કે, સૈન્યોના [ઈશ્વર] યહોવા, ઇઝરાયલના ઈશ્વર કહે છે કે, બાબિલના રાજા નબૂખાદનેસ્સારની સેવા કરવા માટે મેં આ સર્વ પ્રજાઓની ગરદન પર લોઢાની ઝૂંસરી મૂકી છે; તેઓ તેના દાસ થશે. વળી વગડામાંનાં પશુઓ પણ મેં તેને આપ્યાં છે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

14 કેમ કે સૈન્યોના યહોવાહ ઇઝરાયલના ઈશ્વર કહે છે કે; બાબિલના રાજા નબૂખાદનેસ્સારની સેવા કરવા માટે મેં આ સર્વ પ્રજાઓની ગરદન પર લોખંડની ઝૂંસરી મૂકી છે. તેઓ તેના દાસ થશે. વળી જંગલમાંનાં પશુઓ પણ મેં તને આપ્યાં છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

14 હા મેં આ બધી પ્રજાઓની ડોક પર લોઢાની ઝૂંસરી મૂકી છે અને તેઓ બાબિલના રાજા નબૂખાદનેસ્સારના તાબામાં છે. તેઓ તેની આજ્ઞા માનશે. આ હુકમને કોઇ બદલી શકશે નહિ, એમ ઇસ્રાએલના દેવ સૈન્યોનો દેવ યહોવા કહે છે, જંગલી પશુઓ પણ નબૂખાદનેસ્સારનું દાસત્વ સ્વીકારશે.’”

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 28:14
13 Iomraidhean Croise  

શું કોઈ લોખંડ તોડી શકે અથવા ઉત્તરનું તાંબા મિશ્રિત લોખંડ તોડી શકે?


ઇઝરાયલના ઈશ્વર સેનાધિપતિ પ્રભુ કહે છે કે તમે તમારા રાજાઓને આ પ્રમાણે સંદેશ આપજો.


પણ જો કોઈ પ્રજા અથવા દેશ તેની સત્તાને આધીન નહિ થાય અને બેબિલોનના રાજાની ઝૂંસરી પોતાની ગરદન પર મૂકવા નહિ દે તો હું તે રાજાને બેબિલોનના રાજાના તાબામાં સોંપી ન દઉં ત્યાં સુધી તેને યુદ્ધ, ભૂખમરા અને રોગચાળાથી સતાવીશ.


હવે હું તારા હાથો પરથી સાંકળો કાઢી નાખીને તને મુક્ત કરું છું. જો તારે મારી સાથે બેબિલોન આવવું હોય તો ભલે આવ. હું તારી સંભાળ રાખીશ, પણ તને બેબિલોન આવવું પસંદ ન હોય તો ન આવીશ. આખો દેશ તારે માટે ખુલ્લો છે; જે જગ્યા તને સારી અને યોગ્ય લાગે ત્યાં જઈને રહેજે.”


“તેમણે મારાં બધાં પાપ લક્ષમાં લીધાં અને તેમને એક સાથે બાંધ્યાં. પછી તેમણે તે મારી ગરદન પર લટકાવ્યાં અને તેના ભારથી હું નિર્બળ થઈ ગઈ. પ્રભુએ મને મારા શત્રુઓના હાથમાં સોંપી દીધી અને હું નિ:સહાય બની ગઈ.


તેમણે તમને પૃથ્વીના સર્વ રહેવાસીઓ પર તથા બધાં પ્રાણીઓ તથા પક્ષીઓ પર અધિકાર આપ્યો છે. તમે જ પેલું સોનાનું માથું છો.


“એક સમયે એફ્રાઇમની પ્રજા અનાજ મસળવા માટે તૈયાર કરેલી એવી પલોટાયેલી વાછરડી જેવી હતી. પણ મેં તેની સુંદર ડોક પર ધુંસરી મૂકી અને સખત કામ કરવા મેં તેને હળ સાથે જોતરી. મેં યહૂદિયા પાસે ખેડ કરાવી અને ઇઝરાયલ પાસે ખેડેલી જમીન સમતળ કરાવી.


તેથી પ્રભુ જે શત્રુઓને તમારી વિરૂધ મોકલશે તેમની તમે સેવા કરશો. તમે ભૂખ્યા, તરસ્યા, નગ્ન અને સંપૂર્ણ કંગાલિયત દશામાં તેમની વેઠ કરશો. તમારો નાશ થઈ જાય ત્યાં સુધી તે તમારી ખાંધ પર લોખંડની ઝૂંસરી મૂકશે.


પરંતુ પ્રભુએ તો તમને લોખંડ ગાળવાની ભઠ્ઠી સમાન ઇજિપ્ત દેશમાંથી મુક્ત કર્યા છે; જેથી તમે આજે છો તેમ તેમના પોતાના લોક તરીકે તેમનો વારસો બનો.


Lean sinn:

Sanasan


Sanasan