Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 28:1 - પવિત્ર બાઇબલ C.L.

1 તે જ વર્ષે એટલે યહૂદિયાના રાજા સિદકિયાના રાજ્યકાળના ચોથા વર્ષના પાંચમા મહિનામાં ગિબ્યોન નગરના વતની તથા આઝ્ઝરના પુત્ર હનાન્યા નામે સંદેશવાહકે પ્રભુના મંદિરમાં યજ્ઞકારો અને બધા લોકોના સાંભળતા યર્મિયાને આ પ્રમાણે કહ્યું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 વળી તે જ વર્ષમાં યહૂદિયાના રાજા સિદકિયાની કારકિર્દીના આરંભમાં, એટલે ચોથા વર્ષના પાંચમા મહિનામાં, ગિબ્યોનમાંના આઝઝુરના પુત્ર હનાન્યા પ્રબોધકે યહોવાના મંદિરમાં યાજકોની તથા સર્વ લોકોની સમક્ષ મને કહ્યું,

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 વળી તે જ વર્ષે યહૂદિયાના રાજા સિદકિયાના શાસનકાળના શરૂઆતમાં ચોથા વર્ષના પાંચમા મહિનામાં ગિબ્યોનના વતની આઝઝુરના દીકરા હનાન્યા પ્રબોધકે યહોવાહના ઘરમાં યાજકો અને બધા લોકોની હાજરીમાં કહ્યું કે,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 તે જ વર્ષે યહૂદિયાના રાજા સિદકિયાના શાસનની શરૂઆતમાં ચોથા વર્ષનાં પાંચમા મહિનામાં ગિબયોનના વતની આઝઝુરના પુત્ર પ્રબોધક હનાન્યાએ યહોવાના મંદિરમાં, યાજકો અને બધા લોકોની હાજરીમાં કહ્યું,

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 28:1
22 Iomraidhean Croise  

એકવાર તે ગિબ્યોનમાં અર્પણ ચડાવવા ગયો, કારણ, ત્યાં ભક્તિનું સૌથી મોટું ઉચ્ચસ્થાન હતું. તે ત્યાં પ્રત્યેક વખતે હજાર સંપૂર્ણ દહનબલિ ચડાવતો.


સિદકિયા યહૂદિયાનો રાજા બન્યો ત્યારે તે એકવીસ વર્ષનો હતો. તેણે યરુશાલેમમાં રહીને અગિયાર વર્ષ રાજ કર્યું. તેની માતાનું નામ હમૂટાલ હતું અને તે લિબ્ના નગરના વતની યર્મિયાની પુત્રી હતી.


સિદકિયા યહૂદિયાનો રાજા બન્યો ત્યારે તે એકવીસ વર્ષની ઉંમરનો હતો, અને તેણે યરુશાલેમમાં અગિયાર વર્ષ રાજ કર્યું:


લોકોના આગેવાનો અને પ્રતિષ્ઠિત માણસો માથું છે અને જૂઠું શિક્ષણ આપનાર સંદેશવાહક પૂંછડી છે.


જે સંદેશવાહકને સ્વપ્ન આવ્યું હોય તે માત્ર પોતાનું સ્વપ્ન કહી સંભળાવે, પણ જે સંદેશવાહકને મારો સંદેશ મળ્યો હોય તે નિષ્ઠાપૂર્વક મારો સંદેશ પ્રગટ કરે. ઘઉંની આગળ ભૂંસાની શી વિસાત?


યહૂદિયાના રાજા અને યોશિયાના પુત્ર સિદકિયાના રાજ્યકાળની શરૂઆતના સમયમાં પ્રભુનો સંદેશ મને મળ્યો.


યહૂદિયાના રાજા સિદકિયાને પણ આ જ વાત મેં કહી; ‘બેબિલોનના રાજાની ઝૂંસરી નીચે તારી ગરદન ધર અને તેની તથા તેની પ્રજાની સેવા કર, તો તમે જીવતા રહેશો.


ત્યાર પછી અદોમ, મોઆબ, આમ્મોન, તૂર અને સિદોનના રાજાઓને તેમના રાજદૂતોની મારફતે સંદેશો મોકલ; એ રાજદૂતો યહૂદિયાના રાજા સિદકિયાને મળવાને યરુશાલેમ આવેલા છે. તું તેમને તેમના રાજર્ક્તાઓને આ પ્રમાણે સંદેશ આપવા જણાવ:


અને બધા લોકો સમક્ષ હનાન્યાએ કહ્યું, “પ્રભુ આ પ્રમાણે કહે છે: ‘કેવળ બે વર્ષમાં હું આ જ પ્રમાણે બેબિલોનના રાજા નબૂખાદનેસ્સારની ઝૂંસરી બધા દેશોની ગરદન પરથી ઉઠાવી લઈને ભાંગી નાખીશ” પછી યર્મિયા ત્યાંથી જતો રહ્યો.


સંદેશવાહક હનાન્યા એ જ વર્ષના સાતમા મહિનામાં મૃત્યુ પામ્યો.


ત્યાર પછી મંદિરમાં ઊભા રહેલા યજ્ઞકારો અને બધા લોકોની સમક્ષ યર્મિયાએ સંદેશવાહક હનાન્યાને જવાબ આપ્યો:


તમે કહો છો કે, ‘પ્રભુએ અમારે માટે બેબિલોનમાં પણ સંદેશવાહકો ઊભા કર્યા છે;


ત્યારે તે રાજમહેલમાં રાજમંત્રીની કચેરીમાં પહોંચી ગયો. ત્યાં બધા મંત્રીઓ એટલે કે રાજમંત્રી એલીશામા, શમાયાનો પુત્ર દલાયા, આખ્બોરનો પુત્ર એલ્નાથાન શાફાનનો પુત્ર ગમાર્યા, હનાન્યાનો પુત્ર સિદકિયા અને બીજા કેટલાક મંત્રીઓ એકત્ર થયા હતા.


પણ જ્યારે તે બિન્યામીનના દરવાજે પહોંચ્યો ત્યારે હનાન્યાનો પૌત્ર અને શેલેમ્યાનો પુત્ર ઇરિયા જે ચોકીદારોનો ઉપરી હતો તેણે યર્મિયાને અટકાવ્યો અને આક્ષેપ કર્યો “તું ખાલદીઓના પક્ષમાં ભળી જવા જાય છે.”


બેબિલોનનો રાજા તારા પર કે આ દેશ પર આક્રમણ કરશે નહિ એવો સંદેશ પ્રગટ કરનારા તમારા બધા સંદેશવાહકો ક્યાં છે?


યહૂદિયાના રાજા સિદકિયાના રાજની શરૂઆતમાં સંદેશવાહક યર્મિયાને એલામ દેશ વિષે પ્રભુનો સંદેશ મળ્યો.


માહસેયાનો પૌત્ર અને નેરિયાનો પુત્ર સરાયા, સિદકિયા રાજાનો અંગત મંત્રી હતો. યહૂદિયાના રાજા સિદકિયાના રાજ્યકાળના ચોથા વર્ષે સરાયા રાજાની સાથે બેબિલોન ગયો. ત્યારે યર્મિયાએ તેને અમુક કામગીરી સોંપી હતી.


તેમનાં સંદર્શનો આભાસી છે અને તેમની આગાહી જૂઠી છે. ‘પ્રભુ આમ કહે છે’ એવું કહીને તેઓ મારો સંદેશ પ્રગટ કરવાનો દાવો કરે છે, પણ મેં તેમને મોકલ્યા નથી. છતાં પોતાની વાણી સાચી પડે એવી અપેક્ષા તેઓ રાખે છે!


પ્રભુ કહે છે, “લોકો રાજાને અને તેના અધિકારીઓ ફોસલાવીને કપટ કરે છે.


જે દિવસે પ્રભુએ ઇઝરાયલના માણસોને અમોરીઓ પર વિજય પમાડયો તે દિવસે યહોશુઆએ પ્રભુ સાથે વાત કરી. ઇઝરાયલીઓની હાજરીમાં તેણે કહ્યું, “ઓ સૂર્ય, તું ગિબ્યોન પર રોકાઈ જા. ઓ ચંદ્ર, તું આયાલોનની ખીણ પર થંભી જા.”


પરંતુ યહોશુઆએ યરીખો અને આયના જે હાલહવાલ કર્યા હતા તે વિષે ગિબ્યોનના લોકોએ સાંભળ્યું હતું.


Lean sinn:

Sanasan


Sanasan