Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 27:5 - પવિત્ર બાઇબલ C.L.

5 મેં મારી મહાન શક્તિથી અને મારા પ્રચંડ બાહુબળથી પૃથ્વીને, માનવજાતને અને તેમાં વસતાં બધાં પ્રાણીઓને બનાવ્યાં છે અને મારી ઇચ્છા પ્રમાણે ચાહું તેને એ ભૂમિ આપું છું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 મેં મારી મહાન શક્તિથી તથા મારા લાંબા કરેલા ભુજથી પૃથ્‌વીને, ને પૃથ્વીના પૃષ્ઠ પરનાં મનુષ્યોને તથા પશુઓને પણ ઉત્પન્ન કર્યાં; અને મને યોગ્ય લાગે તેને હું તે આપું છું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 ‘મેં મારા મહાન સામર્થ્ય અને શક્તિથી પૃથ્વી અને તેના પર વસતાં માણસો અને પશુઓને ઉત્પન્ન કર્યાં છે અને હું ચાહું તેને તે આપી શકું છું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

5 મેં પોતે જ મહાન સાર્મથ્ય અને શકિતથી પૃથ્વીને અને એના પર વસતાં માણસો અને પશુઓને સર્જ્યા છે, અને હું ચાહું તેને તે આપી દઇ શકું છું.

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 27:5
54 Iomraidhean Croise  

આમ, ઈશ્વરે પોતપોતાની જાત પ્રમાણેનાં બધી જાતનાં પાળવાનાં પ્રાણીઓ, બધી જાતનાં પેટે ચાલતાં પ્રાણીઓ તથા વન્યપશુઓ ઉત્પન્‍ન કર્યાં. ઈશ્વરે તે જોયું અને તે તેમને સારું લાગ્યું.


મેં ઈશ્વરે પોતાના સ્વરૂપ પ્રમાણે માનવજાતને સર્જી હોઈ જો કોઈ અન્ય માણસનો જીવ લે તો તેનો જીવ પણ લેવાશે. હું પ્રત્યેક માણસ પાસેથી તેના સાથીમાનવના જીવનો બદલો માગીશ.


તેનો આદેશ આ પ્રમાણે હતો: “ઈરાનનો સમ્રાટ હું કોરેશ પોતે આ આદેશ આપું છું. આકાશના ઈશ્વર પ્રભુએ મને સમગ્ર દુનિયાનાં રાજ્યો પર સત્તા આપી છે અને યહૂદિયામાંના યરુશાલેમમાં તેમને માટે મંદિર બાંધવાની જવાબદારી સોંપી છે.


તમે તેમને પ્રજાઓ અને રાજ્યો પર તેમ જ તેમની સરહદ નજીકના દેશો પર જય પમાડયો. તેમણે જ્યાં સિહોન રાજ કરતો હતો તે હેશ્બોનનો દેશ જીતી લીધો અને જ્યાં ઓગનું રાજ હતું તે બાશાનનો દેશ જીતી લીધો.


પ્રાચીન કાળમાં તમે પૃથ્વીની સ્થાપના કરી, અને તમારા પોતાને હાથે આકાશોને રચ્યાં.


અન્ય લોકોના સર્વ દેવો વ્યર્થ મૂર્તિઓ જ છે, પરંતુ પ્રભુ તો આકાશોના સર્જનહાર છે.


મેં પ્રભુએ છ દિવસમાં પૃથ્વી, આકાશ, સમુદ્ર તથા તેમાંનું સર્વસ્વ બનાવ્યું; પરંતુ સાતમે દિવસે મેં આરામ કર્યો. મેં પ્રભુએ સાબ્બાથદિનને આશિષ આપીને પવિત્ર ઠરાવ્યો.


તેથી ઇઝરાયલીઓને કહે કે, હું પ્રભુ છું. હું તમને ઇજિપ્તીઓની વેઠમાંથી અને તેમની ગુલામીમાંથી મુક્ત કરીશ. હું મારો હાથ ઉગામીને તેમના પર ભારે સજા લાવીને તમારો ઉદ્ધર કરીશ.


ઈશ્વરે આકાશો ઉત્પન્‍ન કરીને તેમને પ્રસાર્યાં છે; તેમણે પૃથ્વીને તેમ જ તેમાં થતી નીપજને વિસ્તાર્યાં છે. તેમણે પૃથ્વીના બધા લોકમાં અને તેની પરના બધા સજીવોમાં પ્રાણ પૂર્યો છે. એ જ ઈશ્વર પ્રભુ પોતાના સેવકને કહે છે:


તને ગર્ભસ્થાનમાં ઘડનાર, તારા ઉદ્ધારક પ્રભુ આમ કહે છે: હું પ્રભુ છું. હું સકળ સૃષ્ટિનો સર્જનહાર છું. મેં એકલાએ આકાશોને પ્રસાર્યાં છે. મેં જાતે જ પૃથ્વીને વિસ્તારી છે.


પૃથ્વીનું સર્જન કરનાર અને માનવજાતને ઉત્પન્‍ન કરીને તેમાં વસાવનાર તો હું છું. મેં મારે હાથે આ આકાશોને પ્રસાર્યાં છે. હું તેનાં નક્ષત્રમંડળોને નિયંત્રિત કરું છું.


મેં મારે હાથે પૃથ્વીના પાયા નાખ્યા હતા અને મારા જમણા હાથથી આકાશોને પ્રસાર્યાં હતાં. હું આકાશ અને પૃથ્વીને હાકલ કરું એટલે તેઓ તરત મારી સમક્ષ હાજર થઈ જાય છે.


પણ તમે તો આકાશોને પ્રસારનાર અને પૃથ્વીના પાયા નાખનાર તમારા સર્જનહારને વીસરી ગયા છો. તેથી તો તમે તમારા જુલમગારોને લીધે આખો દિવસ સતત ભયમાં રહો છો. પણ તમારા જુલમગારોનો કોપ ક્યાં છે?


ઇઝરાયલના ઈશ્વર સેનાધિપતિ પ્રભુ કહે છે કે તમે તમારા રાજાઓને આ પ્રમાણે સંદેશ આપજો.


“હે સેનાધિપતિ પ્રભુ, તમારા મહાન સામર્થ્યથી અને પ્રચંડ બાહુબળથી તમે આકાશ અને પૃથ્વીનું સર્જન કર્યું છે; તમારે માટે કશું અશક્ય નથી.


પ્રભુએ પોતાના સામર્થ્યથી પૃથ્વીની રચના કરી, પોતાના જ્ઞાનથી તેમણે તેને સંસ્થાપિત કરી; અને પોતાની પ્રજ્ઞાથી આકાશને વિસ્તાર્યું છે.


તેમણે તમને પૃથ્વીના સર્વ રહેવાસીઓ પર તથા બધાં પ્રાણીઓ તથા પક્ષીઓ પર અધિકાર આપ્યો છે. તમે જ પેલું સોનાનું માથું છો.


તેણે મોટા અવાજે જાહેરાત કરી: ‘વૃક્ષને કાપી નાખો, તેની ડાળીઓ તોડી પાડો, તેનાં પાંદડાં તોડી નાખો ને ફળ વિખેરી નાખો. તેની છાયામાં વસતાં પ્રાણીઓ અને તેની ડાળીઓમાં રહેતાં પક્ષીઓને હાંકી કાઢો.


આ તો જાગૃત અને સાવધ રહેનાર દૂતોનો નિર્ણય છે; જેથી સર્વ માણસો જાણે કે સર્વોચ્ચ ઈશ્વર માનવી રાજ્યો પર સત્તા ધરાવે છે. વળી, પોતાની પસંદગી પ્રમાણે તે ચાહે તો સૌથી નીચલી પાયરીના માણસોને પણ એ રાજ્યો આપે છે.’


“હે રાજા, એ ઊંચું અને મજબૂત વૃક્ષ તો તમે જ છો. તમારી મહાનતા આકાશ સુધી પહોંચી છે અને સમગ્ર દુનિયા પર તમારી સત્તા છે.


તમને માનવસમાજમાંથી હાંકી કાઢવામાં આવશે અને તમે વન્ય પ્રાણીઓ સાથે વસશો. સાત વર્ષ સુધી તમે બળદની જેમ ઘાસ ખાશો. ત્યાં તમે આકાશના ઝાકળથી પલળશો. ત્યારે તમે કબૂલ કરશો કે સર્વ માનવરાજ્યો પર સર્વોચ્ચ ઈશ્વર સત્તા ધરાવે છે.


સર્વોચ્ચ ઈશ્વરે આપના પિતા નબૂખાદનેસ્સારને રાજ્ય, મહત્તા, મહિમા તથા પ્રતાપ આપ્યાં હતાં.


“ભાઈઓ, તમે એવું કેમ કરો છો? તમારી જેમ અમે માત્ર માણસ જ છીએ! તમે આ નિરર્થક બાબતો તજીને આકાશ, પૃથ્વી તથા સમુદ્ર તથા તેમાં જે છે તે સૌના સરજનહાર જીવંત ઈશ્વર તરફ ફરો તે માટે તમને શુભસંદેશ જાહેર કરવા અમે અહીં આવ્યા છીએ.


પણ દુનિયા અને તેની અંદરનું સર્વસ્વ ઉત્પન્‍ન કરનાર ઈશ્વર આકાશ તથા પૃથ્વીના પ્રભુ છે, અને તે માણસોએ બાંધેલાં મંદિરોમાં રહેતા નથી.


એક માણસમાંથી તેમણે બધી પ્રજાઓ પેદા કરી, અને તેમને આખી પૃથ્વી પર વસાવી. તેમના વસવાટ અંગેના ચોક્કસ સમયો અને સ્થળો તેમણે પોતે અગાઉથી નક્કી કર્યાં હતાં.


તે પછી તમે આમ્મોની લોકોના પ્રદેશમાં પહોંચો, ત્યારે તમે તેમને રંજાડશો નહિ કે તેમની સાથે યુધ કરશો નહિ. કારણ, આમ્મોનીઓના પ્રદેશનો કોઈ ભાગ હું તમને આપવાનો નથી. એ તો મેં લોતના વંશજોને વારસામાં આપ્યો છે.


અનાકીઓની જેમ રફાઈઓ પણ બળવાન અને કદાવર તેમજ સંખ્યાબંધ હતા. પણ પ્રભુએ આમ્મોનીઓ સામે તેમનો વિનાશ કર્યો અને એમ આમ્મોનીઓએ તેમનો પ્રદેશ કબજે કરીને ત્યાં વસવાટ કર્યો.


કારણ, તમારા ઈશ્વર પ્રભુએ તમારા હાથનાં સર્વ કાર્યો પર આશીર્વાદ આપ્યો છે અને આ વિશાળ રણપ્રદેશમાં તમારા રઝળપાટ દરમ્યાન તેમણે તમારી સંભાળ લીધી છે અને ચાલીસ વર્ષ સુધી તમારા ઈશ્વર પ્રભુ તમારી સાથે રહ્યા છે અને તમને કશાની ખોટ પડી નથી.’


પ્રભુએ મને કહ્યું, ‘મોઆબના લોકોને રંજાડશો નહિ કે તેમની સાથે યુધ કરશો નહિ; તેમના પ્રદેશમાંથી હું તમને કોઈ ભાગ આપવાનો નથી. કારણ, આર નગરનો પ્રદેશ મેં લોતના વંશજોને વારસામાં આપ્યો છે.’


સર્વોચ્ચ ઈશ્વરે પ્રજાઓને પ્રદેશ વહેંચી આપ્યા, જ્યારે તેમણે દેશજાતિઓનું વિભાજન કર્યું, ત્યારે દેવોની સંખ્યા પ્રમાણે તેમણે માનવપ્રજાઓને દેવો ફાળવી દીધા;


પૃથ્વી પરના કોઈ પ્રાણીની કે આકાશમાં ઊડનાર કોઈ પક્ષીની પ્રતિમા;


“તે દેશમાં સ્થાયી વસવાટ કર્યા પછી અને તમને સંતાનો અને પૌત્રપૌત્રીઓ થાય ત્યાર પછી પણ કોઈ પણ આકારની મૂર્તિ બનાવીને પોતાને ભ્રષ્ટ કરશો તો તમે તમારા ઈશ્વર પ્રભુને નારાજ કરશો અને તેમને કોપાયમાન કરશો.


“તમારા જન્મ પહેલાના સમયથી શરૂ કરીને છેક ઈશ્વરે માણસને પૃથ્વી પર ઉત્પન્‍ન કર્યો ત્યાં સુધીનો ભૂતકાળ તપાસી જુઓ! અને આકાશનાં એક છેડાથી બીજા છેડા સુધી પણ શોધી જુઓ કે આવો બીજો મહાન બનાવ કદી બન્યો છે? શું એ વિષે કોઈએ કદી સાંભળ્યું છે?


તમારી નજર સામે જ પ્રભુએ પોતાના પ્રચંડ બાહુબળ વડે આફતો, અજાયબ કાર્યો, ચમત્કારો, યુધ અને ત્રાસદાયક કાર્યો કર્યાં તેમ બીજા કોઈ દેવે કર્યાં છે? એકમાત્ર યાહવે જ ઈશ્વર છે અને તેમના સિવાય અન્ય કોઈ નથી એ તમને પૂરવાર કરી આપવા માટે પ્રભુએ એ દર્શાવ્યું છે.


‘મેં તમારા ઈશ્વર પ્રભુએ આજ્ઞા આપી હતી તે પ્રમાણે તમારા માતપિતાનું સન્માન કરો, જેથી જે દેશ હું તમને આપું છું તેમાં તમે દીર્ઘાયુ બનો અને તમારું કલ્યાણ થાય.


છતાં આ તો તમારા પોતાના લોક તથા તમારો વારસો છે કે જેમને તમે તમારા મહાન સામર્થ્ય વડે અને તમારો હાથ લંબાવીને મુક્ત કર્યા છે.


કારણ, આકાશમાંની કે પૃથ્વી પરની, દૃશ્ય કે અદૃશ્ય બધી વસ્તુઓ એમના દ્વારા જ સર્જાઈ હતી; એમાં અપાર્થિવ રાજસત્તાઓ, અધિપતિઓ, શાસકો અને સત્તાધારીઓનો પણ સમાવેશ થઈ જાય છે; એ બધું તેમની મારફતે જ અને તેમને માટે જ સર્જાયું છે.


પણ આ અંતિમ કાળમાં તે આપણી સાથે પોતાના પુત્ર દ્વારા બોલ્યા છે. તેમના દ્વારા ઈશ્વરે આ સૃષ્ટિનું સર્જન કર્યું, અને છેવટે તેમને સર્વ વસ્તુઓના વારસદાર તરીકે નીમ્યા છે.


“અમારા પ્રભુ અને ઈશ્વર, ગૌરવ, સન્માન અને સામર્થ્ય પામવા તમે જ યોગ્ય છો. કારણ, તમે સૌના સર્જનહાર છો, અને તમારી ઇચ્છાથી જ તેઓ અસ્તિત્વમાં આવ્યાં અને જીવન પામ્યાં.”


Lean sinn:

Sanasan


Sanasan