Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 27:4 - પવિત્ર બાઇબલ C.L.

4 ઇઝરાયલના ઈશ્વર સેનાધિપતિ પ્રભુ કહે છે કે તમે તમારા રાજાઓને આ પ્રમાણે સંદેશ આપજો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 વળી તેઓને પોતપોતાની સરકારોને કહેવાની આજ્ઞા આપ કે, સૈન્યોના [ઈશ્વર] યહોવા, ઇઝરાયલના ઈશ્વર, કહે છે કે,

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 તેઓને આજ્ઞા કર કે, તમે જઈને તમારા માલિકોને કહો કે, સૈન્યોના યહોવાહ ઇઝરાયલના ઈશ્વર આ પ્રમાણે કહે છે કે; “આ વચન તમારે તમારા માલિકોને કહેવું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

4 તેઓને કહે કે, ‘તમે જઇને તમારા માલિકોને કહો કે, સૈન્યોનો દેવ યહોવા ઇસ્રાએલના દેવે આ સંદેશો તમને મોકલાવ્યો છે,

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 27:4
8 Iomraidhean Croise  

ત્યારપછી મોશે અને આરોને ફેરો પાસે જઈને કહ્યું, “ઇઝરાયલના ઈશ્વર યાહવે આ પ્રમાણે કહે છે: ‘મારા લોકોને મારા માનાર્થે રણપ્રદેશમાં પર્વ પાળવા જવા દે.”


પરંતુ યાહવે તો સાચા ઈશ્વર છે; તે જીવંત ઈશ્વર છે, અને સનાતન રાજા છે. તેમના કોપથી પૃથ્વી ધ્રૂજે છે અને વિદેશી પ્રજાઓ તેમનો રોષ સહી શક્તી નથી.


યાકોબના હિસ્સા સમાન ઈશ્વર તેમના જેવા નથી; તે તો સકળ સૃષ્ટિના સર્જનહાર છે અને તેમણે ઇઝરાયલ પ્રજાને પોતાના વારસ તરીકે નીમી છે. તેમનું નામ સેનાધિપતિ યાહવે છે. ભાવિ દેશનિકાલ: વિલાપ અને પ્રાર્થના


પછી પ્રભુએ મને કહ્યું, “તું તેમને આમ કહે: ઇઝરાયલના ઈશ્વર સેનાધિપતિ પ્રભુ આ પ્રમાણે કહે છે: હું તમારા પર યુદ્ધ મોકલું છું; તેથી તમે ચકચૂર બનો ત્યાં સુધી પીઓ, અને પછી વમન કરો! પછી એવા પડો કે ફરીથી ઊભા ન થઈ શકો!


ત્યાર પછી અદોમ, મોઆબ, આમ્મોન, તૂર અને સિદોનના રાજાઓને તેમના રાજદૂતોની મારફતે સંદેશો મોકલ; એ રાજદૂતો યહૂદિયાના રાજા સિદકિયાને મળવાને યરુશાલેમ આવેલા છે. તું તેમને તેમના રાજર્ક્તાઓને આ પ્રમાણે સંદેશ આપવા જણાવ:


મેં મારી મહાન શક્તિથી અને મારા પ્રચંડ બાહુબળથી પૃથ્વીને, માનવજાતને અને તેમાં વસતાં બધાં પ્રાણીઓને બનાવ્યાં છે અને મારી ઇચ્છા પ્રમાણે ચાહું તેને એ ભૂમિ આપું છું.


કારણ, હું ઇઝરાયલનો ઈશ્વર સેનાધિપતિ પ્રભુ આ પ્રમાણે કહું છું: મેં બધા દેશોની ગરદન પર લોખંડની ઝૂંસરી મૂકી છે. એટલે કે તેઓ બેબિલોનના રાજા નબૂખાદનેસ્સારની સેવા કરશે તેઓ તેને આધીન થશે. અરે, હિંસક વન્ય પ્રાણીઓ પણ મેં તેની સેવામાં આપ્યાં છે.”


યાકોબના હિસ્સે આવેલા ઈશ્વર એવા નથી; તે તો સકળ સૃષ્ટિના સર્જનહાર છે અને તેમણે ઇઝરાયલ પ્રજાને પોતાના વારસ તરીકે નીમી છે. તેમનું નામ સેનાધિપતિ યાહવે છે!


Lean sinn:

Sanasan


Sanasan