Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 27:3 - પવિત્ર બાઇબલ C.L.

3 ત્યાર પછી અદોમ, મોઆબ, આમ્મોન, તૂર અને સિદોનના રાજાઓને તેમના રાજદૂતોની મારફતે સંદેશો મોકલ; એ રાજદૂતો યહૂદિયાના રાજા સિદકિયાને મળવાને યરુશાલેમ આવેલા છે. તું તેમને તેમના રાજર્ક્તાઓને આ પ્રમાણે સંદેશ આપવા જણાવ:

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 અને યરુશાલેમમાં યહૂદિયાના રાજા સિદકિયાની પાસે જે ખેપિયાઓ આવે છે તેઓની હસ્તક અદોમના રાજા પાસે, મોઆબના રાજા પાસે, આમ્મોનીઓના રાજા પાસે, સૂરના રાજા પાસે, તથા સિદોનના રાજા પાસે તે મોકલ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 અને યરુશાલેમમાં યહૂદિયાના રાજા સિદકિયાની પાસે જે ખેપિયાઓ આવે છે. તેઓની હસ્તક અદોમના રાજા પાસે, મોઆબના રાજા પાસે, આમ્મોનીઓના રાજા પાસે, તૂર અને સિદોનના રાજાઓ પાસે તે મોકલ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

3 ત્યારબાદ અદોમ, મોઆબ, આમ્મોન, તૂર અને સિદોનના રાજાઓને યહૂદિયાના રાજા સિદકિયાના દરબારમાં આવેલા તેના એલચીઓ મારફતે સંદેશા મોકલ:

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 27:3
12 Iomraidhean Croise  

સિદકિયા રાજાએ નબૂખાદનેસ્સાર રાજાને વફાદાર રહેવા ઈશ્વરને નામે સોગંદ ખાધા હતા છતાં તેણે નબૂખાદનેસ્સાર વિરુદ્ધ બળવો કર્યો. તે જક્કી વલણનો હતો અને તેણે ઇઝરાયલના ઈશ્વર પ્રભુ તરફ ફરવાની હઠપૂર્વક ના પાડી.


હે સાગરના ગઢ સમી સિદોનનગરી, તું લજ્જિત થા, કારણ, સાગર તારો નકાર કરતાં કહે છે, “મને નથી પ્રસવવેદના થઈ કે નથી મેં કોઈને જન્મ આપ્યો. મેં પુત્ર કે પુત્રીઓનો ય ઉછેર કર્યો નથી.”


યહૂદિયાના રાજા સિદકિયાને પણ આ જ વાત મેં કહી; ‘બેબિલોનના રાજાની ઝૂંસરી નીચે તારી ગરદન ધર અને તેની તથા તેની પ્રજાની સેવા કર, તો તમે જીવતા રહેશો.


ઇઝરાયલના ઈશ્વર સેનાધિપતિ પ્રભુ કહે છે કે તમે તમારા રાજાઓને આ પ્રમાણે સંદેશ આપજો.


તે જ વર્ષે એટલે યહૂદિયાના રાજા સિદકિયાના રાજ્યકાળના ચોથા વર્ષના પાંચમા મહિનામાં ગિબ્યોન નગરના વતની તથા આઝ્ઝરના પુત્ર હનાન્યા નામે સંદેશવાહકે પ્રભુના મંદિરમાં યજ્ઞકારો અને બધા લોકોના સાંભળતા યર્મિયાને આ પ્રમાણે કહ્યું.


“હે મનુષ્યપુત્ર, બેબિલોનના રાજા નબૂખાદનેસ્સારે તૂર પર ભારે આક્રમણ કર્યું છે. તેણે પોતાના સૈનિકો પાસે એટલો ભારે બોજો ઉપાડાવ્યો કે તેમનાં માથાં બોડાં થઈ ગયાં અને તેમના ખભા છોલાઈ ગયા; તો પણ રાજાને કે તેના સૈન્યને તૂર પરનાં આક્રમણમાં પોતે ઉઠાવેલ પરિશ્રમનો કશો બદલો મળ્યો નહિ.


પ્રભુ કહે છે: “તૂરના લોકોએ વારંવાર ગુના કર્યા છે, તેથી હું તેમને જરૂર સજા કરીશ. તેઓ એક આખી પ્રજાને અદોમની ગુલામીમાં લઈ ગયા અને તેમણે મિત્રતાનો કરાર પાળ્યો નહિ.


Lean sinn:

Sanasan


Sanasan