Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 27:22 - પવિત્ર બાઇબલ C.L.

22 “તે પાત્રોને બેબિલોન લઈ જવામાં આવશે. તેમને હું ફરી સંભારું નહિ ત્યાં સુધી તે ત્યાં જ રહેશે. પછી હું તેમને પાછાં લાવીને આ સ્થળે મૂકીશ. હું પ્રભુ આ બોલું છું.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

22 ‘તેઓ બાબિલમાં લઈ જવામાં આવશે, ને હું તેઓને જોઈ લઉં ત્યાં સુધી તેઓ ત્યાં જ રહેશે, એવું યહોવા કહે છે, પછી હું તેઓને પાછાં લાવીને આ સ્થળે મૂકીશ.’”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

22 ‘તેઓને બાબિલમાં લઈ જવામાં આવશે અને હું જ્યાં સુધી તેઓ પર ધ્યાન નહિ આપું ત્યાં સુધી તેઓ ત્યાં જ રહેશે.’ એમ યહોવાહ કહે છે. ‘પછી હું તેઓને લાવીને આ સ્થળે મૂકીશ.’”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

22 તે સર્વ ખજાનો બાબિલ લઇ જવામાં આવશે અને હું જ્યાં સુધી તેઓ પર ધ્યાન નહિ આપું ત્યાં સુધી તેઓ ત્યાં જ રહેશે. ત્યાર પછી હું તે સર્વ ખજાનાને ફરીથી યરૂશાલેમ લાવીશ.”

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 27:22
24 Iomraidhean Croise  

ખાલદીઓએ પ્રભુના મંદિરના તાંબાના સ્તંભો, જળગાડીઓ અને જળકુંડ ભાંગી નાખ્યાં અને બધું તાંબુ બેબિલોન લઈ ગયા.


અને એમ પ્રભુએ યર્મિયા સંદેશવાહક દ્વારા ભાખેલું ભવિષ્ય પૂરું થયું: “દેશ માટે પાળવામાં નહિ આવેલ સાબ્બાથોની સરભર કરવા માટે દેશ સિત્તેર વર્ષ ઉજ્જડ રહીને તેટલો વિશ્રામ ભોગવશે.”


શેશ્બાસ્સાર અને અન્ય દેશનિકાલ થયેલાઓ બેબિલોનથી યરુશાલેમ પાછા ફર્યા ત્યારે શેશ્બાસ્સાર પોતાની સાથે સોનારૂપાંના જે પાત્રો લાવ્યો તે એકંદરે પાંચ હજાર ચારસો હતાં.


તારા ઈશ્વરના મંદિરમાં સેવાના કામને માટે તને આપવામાં આવેલાં પાત્રો યરુશાલેમમાં તારા ઈશ્વર સમક્ષ રજૂ કરજે.


તેમણે પહેલા માસની પહેલી તારીખે બેબિલોનથી મુસાફરી શરૂ કરી અને ઈશ્વરની મદદથી પાંચમા માસની પહેલી તારીખે આવી પહોંચ્યા.


પ્રભુની વિરુદ્ધ સફળ થાય એવું કોઈ જ્ઞાન, કોઈ સમજ કે કોઈ આયોજન નથી.


આ નગરની બધી સંપત્તિ, તેનો બધો માલસામાન, કીમતી વસ્તુઓ, યહૂદિયાના રાજાઓના ખજાના સહિત હું તેમના શત્રુઓને સોંપી દઈશ. તેઓ એ બધું લૂંટીને બેબિલોન લઈ જશે.


અને પ્રભુના મંદિરમાં, યહૂદિયા રાજાના મહેલમાં અને યરુશાલેમમાં રહી ગયેલાં પાત્રો સંબંધી ઇઝરાયલના ઈશ્વર સેનાધિપતિ પ્રભુ આ પ્રમાણે કહે છે:


બધા દેશો તેને, તેના પુત્રને તથા પૌત્રને આધીન રહેશે. પરંતુ નિયત સમયે બેબિલોન દેશનું પણ પતન થશે, અને તે ઘણા દેશો અને શક્તિશાળી રાજાઓની સેવા કરશે.


પ્રભુ આ પ્રમાણે કહે છે, બેબિલોનનાં સિત્તેર વર્ષ પૂરાં થયા પછી જ હું તમારી ખબર લઈશ અને તમને આ સ્થળે પાછા લાવવાનું મારું ઉત્તમ વચન હું પૂરું કરીશ.


તે સિદકિયાને બેબિલોન લઈ જશે અને હું તેની ખબર ન લઉં ત્યાં સુધી સિદકિયા બેબિલોનમાં જ રહેશે. જો કે તમે ખાલદીઓની સામે યુદ્ધ કરશો તોપણ તમે વિજય મેળવશો નહિ.”


“હું ઇઝરાયલનો ઈશ્વર તને આ આજ્ઞા આપું છું: જા, અને યહૂદિયાના રાજા સિદકિયાને જઈને કહે કે પ્રભુ આ પ્રમાણે કહે છે: હું આ નગરને બેબિલોનના રાજાના હાથમાં સોંપી દઈશ; તે તેને જીતી લેશે અને પછી આગ ચાંપીને બાળી નાખશે.


તું જાતે તેના સકંજામાંથી છટકી જઈ શકશે નહિ, પણ તને પકડીને તેના હાથમાં સોંપી દેવામાં આવશે. તું તેને નજરોનજર જોઈશ અને તેની સાથે રૂબરૂમાં વાત કરીશ, અને તને બેબિલોન લઈ જવામાં આવશે.”


પણ તું શાંતિમાં મૃત્યુ પામશે. તારી પહેલાં થઈ ગયેલા રાજાઓ એટલે તારા પૂર્વજોની અંતિમવિધિ સમયે લોકોએ ધૂપ બાળ્યો હતો તે જ પ્રમાણે તેઓ તારા મૃત્યુ પ્રસંગે પણ ધૂપ બાળશે અને શોકગીત ગાશે, ‘હાય રે હાય, અમારા રાજા’. સાચે જ એ તને મારું વચન છે. હું પ્રભુ પોતે કહું છું.”


તમે આકાશના પ્રભુની વિરુદ્ધ વર્ત્યા છો. તેમના મંદિરમાંથી લાવવામાં આવેલા પ્યાલા અને વાટકાઓમાં તમે, તમારા ઉમરાવોએ, તમારી પત્નીઓ અને ઉપપત્નીઓએ દ્રાક્ષાસવ પીધો છે, અને જોઈ શકે નહિ, સાંભળી શકે નહિ કે કંઈ સમજી શકે નહિ એવાં સોના, ચાંદી, તાંબુ, લોખંડ, લાકડું અને પથ્થરમાંથી ઘડેલાં દેવદેવીઓની સ્તુતિ કરી છે. પણ જેમના હાથમાં તમારા જીવન-મરણનો નિર્ણય છે અને જે તમારાં સર્વ કાર્યોનું નિયંત્રણ કરે છે એવા ઈશ્વરને તમે માન આપ્યું નથી.


તેના રાજ્યકાળના પ્રથમ વર્ષે હું ધર્મશાસ્ત્રનો અભ્યાસ કરતો હતો અને પ્રભુએ યર્મિયા સંદેશવાહકને જણાવ્યું હતું તે પ્રમાણે યરુશાલેમ સિત્તેર વર્ષ સુધી ખંડિયેર હાલતમાં રહેશે એ વિષે વિચારતો હતો.


Lean sinn:

Sanasan


Sanasan