Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 25:9 - પવિત્ર બાઇબલ C.L.

9 તેથી હું ઉત્તરની બધી પ્રજાઓને અને મારા સેવક બેબિલોન દેશના રાજા નબૂખાદનેસ્સારને લઈ આવીશ. આ યહૂદિયાના દેશ તથા તેના બધા રહેવાસીઓ અને આસપાસના બધા દેશો સામે યુદ્ધ કરવા હું તેમને લઈ આવીશ. મેં આ દેશોનો તથા તેની આસપાસના દેશોનો સંપૂર્ણ સંહાર કરવાનું નક્કી કર્યું છે. હું તેમની એવી દશા કરીશ કે લોકો એ જોઈને ડઘાઈ જશે, આઘાત પામશે અને તેમની હંમેશને માટે નામોશી થશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 તેથી હું ઉત્તર તરફથી સર્વ જાતિઓને તેડી મંગાવીશ, તથા મારા દાસ, એટલે બાબિલના રાજા નબૂખાદનેસ્સારને પણ બોલાવીશ, ને તેઓને આ દેશ પર, તેના રહેવાસીઓ પર, તથા ચારે તરફના આ સર્વ દેશો પર લાવીશ. અને હું તેઓનો સંહાર કરીશ, ને તેઓ વિસ્મયજનક તથા ફિટકારપાત્ર થશે, ને તેઓ સદા ઉજ્જડ રહેશે, એવું હું કરીશ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 જુઓ, તેથી હું ઉત્તરના બધા કુળસમૂહોને અને બાબિલના રાજા મારા સેવક નબૂખાદનેસ્સારને પણ તેડાવી મંગાવીશ” એમ યહોવાહ કહે છે.” તેઓને હું આ દેશ પર, તેઓના રહેવાસીઓ પર અને આસપાસની બધી પ્રજાઓ સામે લાવીશ અને હું તેઓનો સંહાર કરીશ. અને તેઓ વિસ્મયજનક તથા તિરસ્કારપાત્ર થશે. અને તેઓ હંમેશ ઉજ્જડ રહેશે એવું હું કરીશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

9 તેથી હું ઉત્તરના બધા કુળસમૂહોને અને બાબિલના મારા સેવક નબૂખાદનેસ્સારને તેડાવી મંગાવીશ તેમને હું આ દેશ સામે, એના વતનીઓ સામે અને આસપાસની બધી પ્રજાઓ સામે યુદ્ધ કરવા લઇ આવીશ. હું તેમનું નિકંદન કાઢી નાખીશ અને તેમની એવી હાલત કરીશ જે જોઇને લોકો હેબતાઇ જશે. તેમની હાંસી ઉડાવશે અને હંમેશને માટે તેમની નામોશી થશે.

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 25:9
48 Iomraidhean Croise  

પ્રભુએ પોતાના સેવકો સંદેશવાહકો દ્વારા કહ્યું હતું તેમ તેમણે યહૂદિયાનો નાશ કરવા ખાલદીઓ, અરામીઓ, મોઆબીઓ અને આમ્મોનીઓની શસ્ત્રસજિત ટોળીઓ યહોયાકીમ વિરુદ્ધ મોકલી.


એને લીધે પ્રભુ યહૂદિયા અને યરુશાલેમ પર કોપાયમાન થયા છે અને તમે તમારી નજરે જુઓ છો કે તેમણે તેમના એવા હાલ કર્યા છે કે સૌ કોઈ તેમને જોઈને આઘાત અને આશ્ર્વર્ય પામીને તેમની મશ્કરી ઉડાવે છે.


અને એમ પ્રભુએ યર્મિયા સંદેશવાહક દ્વારા ભાખેલું ભવિષ્ય પૂરું થયું: “દેશ માટે પાળવામાં નહિ આવેલ સાબ્બાથોની સરભર કરવા માટે દેશ સિત્તેર વર્ષ ઉજ્જડ રહીને તેટલો વિશ્રામ ભોગવશે.”


રાજાનું મન પાણીના પ્રવાહ જેવું છે અને પ્રભુના અંકુશ નીચે છે; તે જ્યાં ચાહે ત્યાં તેને વાળે છે.


પ્રભુએ કહ્યું, “અરે, આશ્શૂર! આશ્શૂર તો મારા કોપનો દંડ છે અને તેના હાથમાં મારા રોષની લાકડી છે.


પ્રભુએ પોતાના સમર્પિત લોકને હુકમ આપ્યો છે, અને તેમના વિજયથી આનંદ પામનારા સૈનિકોને પોતાના ક્રોધનો અમલ કરવા બોલાવ્યા છે.


તારા પોતાના વંશજોમાંથી પણ કેટલાકને લઈ જવામાં આવશે અને બેબિલોનના રાજાના મહેલમાં તેમને વ્યંડળ બનાવીને તેમની પાસે સેવા કરાવાશે.”


હું કોરેશને કહું છું, ‘તું મારા લોકનો ઘેટાંપાળક છે. તું મારા મનની બધી ઇચ્છાઓ પૂરી કરશે. તું આજ્ઞા આપીશ કે યરુશાલેમ ફરીથી બંધાય અને મંદિરનો પાયો ફરીથી નંખાય.”


પ્રભુએ મને કહ્યું, “ઉત્તર તરફથી આ દેશના સર્વ રહેવાસીઓ પર વિનાશ આવી પડશે.


કારણ, હું ઉત્તરના બધા દેશોને બોલાવું છું. તેમના રાજાઓ યરુશાલેમના દરવાજાઓએ, તેના કોટની ચારે તરફ અને યહૂદિયાનાં નગરોની સામે પોતપોતાનું રાજ્યાસન સ્થાપશે.


અરે, સાંભળો; સમાચાર આવ્યા છે, ઉત્તર તરફના દેશમાંથી મોટો કોલાહલ સંભળાય છે; યહૂદિયાનાં નગરો ઉજ્જડ કરી દેવા અને તેમને શિયાળોનો વાસ બનાવી દેવા લશ્કર આવી રહ્યું છે!


ઇઝરાયલ આસપાસ વસતી દુષ્ટ પ્રજાઓ વિષે પ્રભુ આ પ્રમાણે કહે છે. “મેં મારા લોકને વારસા તરીકે આપેલ વિભાગનો તેમણે નાશ કર્યો છે. પણ હું તે પ્રજાઓને તેમના દેશમાંથી ઉખેડી નાખીશ અને તેમના હાથમાંથી યહૂદિયાના લોકોને ખૂંચવી લઈશ.


તેમણે આ ભૂમિની હાલત ભયંકર કરી મૂકી છે; તેને જોઈને ફિટકાર ઊપજે છે. તેની પાસેથી પસાર થનાર હાહાકાર મચાવે છે અને આઘાત પામીને માથું ધૂણાવે છે.


તેઓ તેની સામે સિંહોની જેમ ધૂરકે છે અને તેમણે તેની ભૂમિને ઉજ્જડ બનાવી દીધી છે તેનાં નગરો ખંડેર અને વસતીહીન બનાવી દીધાં છે.


પ્રભુ તને આ પ્રમાણે કહે છે: હું તને તથા તારા મિત્રોને ભયગ્રસ્ત કરીશ. તેઓ તારી નજર સામે જ શત્રુઓની તલવારથી માર્યા જશે અને આખા યહૂદિયાને હું બેબિલોનના રાજાના કબજામાં સોંપી દઈશ. તે કેટલાકને કેદ કરીને બેબિલોન લઈ જશે, જ્યારે બીજાઓને મારી નાખશે.


હું તેમના પર એવો ત્રાસ વર્તાવીશ કે તેમને જોઈને દુનિયાના બધા દેશોમાં હાહાકાર મચી જશે. હું જ્યાં જ્યાં તેમને હાંકી કાઢીશ ત્યાં ત્યાં લોકો તેમની નિંદા અને મશ્કરી કરશે; તેમને મહેણાં મારશે અને શાપ આપશે.


આથી સેનાધિપતિ પ્રભુ આ પ્રમાણે કહે છે: “મારા સંદેશ પર તમે ધ્યાન આપ્યું નથી.


હું યુદ્ધ, દુકાળ અને રોગચાળાથી તેમનો પીછો કરીશ. તેમને જોઈને દુનિયાના બધા દેશોમાં હાહાકાર મચી જશે અને જે જે દેશોમાં હું તેમને હાંકી કાઢીશ ત્યાં તેઓ લોકો માટે શાપ, આઘાત, મશ્કરી અને નામોશીને પાત્ર થઈ પડશે.


પરંતુ બેબિલોનના રાજા નબૂખાદનેસ્સારે દેશ પર આક્રમણ કર્યું ત્યારે બેબિલોન અને અરામના લશ્કરોથી બચવા પૂરતું અમે યરુશાલેમમાં આશ્રય લેવાનું નક્કી કર્યું હતું. અને એટલા માટે જ અત્યારે અમે યરુશાલેમમાં રહીએ છીએ.”


તેમણે કહ્યું “એક ચર્મપત્રનો વીંટો લે અને તેમાં ઇઝરાયલ, યહૂદિયા અને બીજી બધી પ્રજાઓ વિષે યોશિયાના સમયથી અત્યાર સુધી મેં તને જે જે કહ્યું તે બધું તેમાં લખ.


યહૂદિયાના રાજા યહોયાકીમને આ પ્રમાણે કહેજે કે, પ્રભુ આ પ્રમાણે કહે છે કે બેબિલોનનો રાજા આવીને આ દેશનો વિનાશ કરશે અને લોકોનો તથા પ્રાણીઓનો સંહાર કરશે એવું શા માટે લખ્યું છે એમ કહીને યહૂદિયાના રાજા યહોયાકીમે જાતે જ વીંટો બાળી નાખવાની હિંમત કરી છે.


ઝાડીમાંથી સિંહ ધસી આવે તેમ પ્રજાઓનો સંહારક પોતાના મુકામમાંથી બહાર નીકળી આવ્યો છે; તે તમારી ભૂમિને ઉજ્જડ કરી નાખશે અને તમારાં નગરોને ખંડિયેર અને વસ્તીહીન કરી દેશે.


પછી અંગરક્ષકદળના વડાએ યર્મિયાને બોલાવડાવીને તેને કહ્યું, “તમારા ઈશ્વર પ્રભુએ આ દેશ પર વિપત્તિ લાવવાની ચેતવણી આપી હતી.


પછી એ લોકોને કહે કે, ઇઝરાયલના ઈશ્વર સેનાધિપતિ પ્રભુ આ પ્રમાણે કહે છે: જુઓ, હું મારા સેવક બેબિલોનના રાજા નબૂખાદનેસ્સારને આ સ્થળે બોલાવી લાવીશ અને તેનું રાજ્યાસન હું અહીં સંતાડેલા પથ્થરો પર ઊભું કરીશ અને તે પર તેનો રાજવી તંબૂ ઊભો કરાશે.


ઇજિપ્ત તો સુંદર વાછરડી જેવું હતું. પણ ઉત્તર દિશાએથી માખે તેના પર વિનાશક હુમલો કર્યો છે.


જેમ કોઈ સિંહ યર્દનની ઝાડીમાંથી સદાય લીલાછમ એવા ઘાસના મેદાનમાં આવી ચડે તેમ હું ધસી આવીશ અને તેમને તેમના પ્રદેશમાંથી અચાનક હાંકી કાઢીશ અને મારા મનપસંદ રાજર્ક્તાને ત્યાં ગોઠવી દઈશ. કારણ, મારા સરખો કોઈ છે? કોણ મારી સામે પડકાર ફેંકી શકે? કયો રાજપાલક મારો સામનો કરી શકે?


ઓ બિન્યામીનના લાકો, બચાવ માટે યરુશાલેમમાંથી નાસી છૂટો. તકોઆમાં રણશિંગડું વગાડો અને બેથ-હાક્કેરેમમાં મશાલ પેટાવીને તેના સંકેતથી ચેતવણી આપો. કારણ, ઉત્તર તરફથી આફત અને ભારે વિનાશ ઝળુંબી રહ્યાં છે.


ઉત્તરની સરહદે આવેલા દાન નગરથી શત્રુના અશ્વોનો હણહણાટ સંભળાય છે; તેમના પાણીદાર અશ્વોની તબડકથી આખી ધરતી ધ્રૂજી ઊઠી છે. દુશ્મનો આપણો આખો પ્રદેશ અને તેમાંનું સર્વસ્વ તથા બધાં નગરો અને રહેવાસીઓનો નાશ કરવાને આવી રહ્યા છે.


વસ્તીવાળાં નગરો ઉજ્જડ બનાવી દેવાશે અને આખો દેશ વેરાન બની જશે. ત્યારે તેઓ જાણશે કે હું પ્રભુ છું.”


તેઓ તારી સામે ટોળાબંધ આવશે, તારા પર પથ્થરમારો કરશે અને પોતાની તલવારોથી તારા ટુકડેટુકડા કરી નાખશે.


તેથી તો તલવારને વાપરવા ઓપ ચડાવાઇ રહ્યો છે. તેને ધાર ચડાવવામાં આવી રહી છે અને તેને ઓપ અપાઇ રહ્યો છે; જેથી તેને સંહારકના હાથમાં મૂકી શકાય.


પ્રભુ પરમેશ્વર કહે છે: “હું બેબિલોનના રાજાધિરાજ નબૂખાદનેસાર પાસે તૂર પર ચડાઈ કરાવીશ અને તે ઘોડાઓ, રથો અને ઘોડેસ્વારો સહિતનું વિશાળ સૈન્ય લઈને ઉત્તરમાંથી ચઢી આવશે.


હું, પ્રભુ પરમેશ્વર, મારા ક્રોધાવેશમાં આસપાસની પ્રજાઓ અને વિશેષ કરીને અદોમ વિરુદ્ધ બોલ્યો છું. તેમણે હર્ષોલ્લાસમાં આવીને ઘૃણાપૂર્વક મારા દેશનો કબજો લીધો છે અને તેનાં ગોચરો પર અધિકાર જમાવ્યો છે.


સર્વોચ્ચ ઈશ્વરે આપના પિતા નબૂખાદનેસ્સારને રાજ્ય, મહત્તા, મહિમા તથા પ્રતાપ આપ્યાં હતાં.


હે પ્રભુ, તમે પ્રારંભથી જ ઈશ્વર છો. તમે અમારા પવિત્ર અને સનાતન ઈશ્વર છો. હે પ્રભુ, મારા ઈશ્વર અને રક્ષક, અમને શિક્ષા કરવા માટે જ તમે બેબિલોનવાસીઓને પસંદ કરીને તેમને બળવાન બનાવ્યા છે.


તો શું તેઓ તેમની તલવાર ચલાવ્યા જ કરશે અને પ્રજાઓનો નિર્દય સંહાર કર્યા જ કરશે?


જે સર્વ દેશોમાં તમે વેરવિખેર થઈ જશો તેમના લોકોમાં તમારી દશા જોઈને હાહાકાર મચી જશે. તેઓ તમારી ઠઠ્ઠા-મશ્કરી અને નિંદા કરશે.


Lean sinn:

Sanasan


Sanasan