Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 25:6 - પવિત્ર બાઇબલ C.L.

6 અન્ય દેવને અનુસરશો નહિ કે તેમની સેવાપૂજા કરશો નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 અન્ય દેવોની સેવા તથા આરાધના કરવા માટે તેઓની પાછળ જશો નહિ, ને તમારા હાથની કૃતિઓથી મને રોષ ચઢાવતા ના; એટલે હું તમને કંઈ ઈજા કરીશ નહિ.’

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 અન્ય દેવોની પૂજા અને સેવા કરવા સારુ તેઓની પાછળ જશો નહિ. તમારા હાથની કૃતિઓથી મને ક્રોધિત કરશો નહિ. એટલે હું તમને કંઈ હાનિ પહોંચાડીશ નહિ.’”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

6 તમે લોકો મૂર્તિઓની પૂજા અને સેવા કરશો નહિ. તમારા પોતાના માટે બનાવેલી વસ્તુઓથી મને ક્રોધિત કરશો નહી. તો હું તમને હાનિ પહોંચાડીશ નહિ.

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 25:6
17 Iomraidhean Croise  

યહૂદિયાના લોકોએ પ્રભુની દૃષ્ટિએ ધૃણાસ્પદ એવું આચરણ કર્યું અને તેમના બધા પૂર્વજો કરતાં પ્રભુને કોપ ચઢાવે એવાં વધારે ભૂંડા કૃત્યો આચર્યાં.


પ્રભુએ ઇઝરાયલની સાથે કરાર કર્યો હતો અને તેમને આદેશ આપ્યો હતો. “અન્ય દેવોની ઉપાસના કરશો નહિ; તેમની આગળ નમશો નહિ, અથવા તેમની સેવા કરશો નહિ અથવા તેમને બલિદાન ચડાવશો નહિ.


મારી ભક્તિ કરવાની સાથે સાથે તમે ભક્તિ કરવા પોતાને માટે સોનારૂપાના દેવો ઘડશો નહિ.


“મારા સિવાય અન્ય કોઈ દેવની ભક્તિ ન કરો.


કારણ, ઇઝરાયલ તેમ જ યહૂદિયાના લોકોએ તેમના ઇતિહાસના આરંભથી જ તેમનાં ભૂંડાં આચરણોથી મને નારાજ કર્યો છે અને ઇઝરાયલના વંશજોએ પોતાના હાથે બનાવેલી મૂર્તિઓની પૂજા કરીને મને ક્રોધિત કર્યો છે. હું પ્રભુ આ બોલું છું.


મેં મારા સંદેશવાહક સેવકોને તમારી પાસે મોકલીને વારંવાર આગ્રહથી કહેવડાવ્યું છે કે, તમારાં દુષ્ટ આચરણ તજો અને તમારાં કાર્યો સુધારો. અન્ય દેવોને અનુસરી તેમની પૂજા ન કરો; જેથી મેં તમને તથા તમારા પૂર્વજોને આપેલ દેશમાં તમે વસી શકશો, પણ તમે ધ્યાન આપ્યું નહિ, અને મારી વાણી સાંભળી નહિ.


તેથી ઇઝરાયલના ઈશ્વર સેનાધિપતિ ઈશ્વર પ્રભુ આ પ્રમાણે કહે છે: “તમે પોતાની જાતને માટે એવી ભયાનક હાનિ કેમ વહોરી લો છો? શા માટે તમે તમારાં પુરુષો, સ્ત્રીઓ, બાળકો અને ધાવણાઓનો નાશ કરવા માંગો છો કે જેથી કોઈ કહેતાં કોઈ બચે નહિ?


ઇજિપ્ત દેશ જ્યાં તમે આશ્રય માટે આવ્યા છો ત્યાં અન્ય દેવોને ધૂપ ચડાવીને અને તમે ઘડેલી મૂર્તિઓથી મને શા માટે ક્રોધિત કરો છો? શા માટે તમે તમારો વિનાશ વહોરી લો છો અને પૃથ્વીની બધી પ્રજાઓમાં તમે શાપરૂપ અને નિંદાપાત્ર થવા માંગો છો?


પરદેશી, અનાથ અને વિધવાનું શોષણ ન કરો, અને નિર્દોષજનોનું રક્ત ન વહેવડાવો અને અન્ય દેવોની પૂજા કરીને તમારું નુક્સાન વહોરી ન લો,


તમે ચોરી, ખૂન અને વ્યભિચાર કરો છો, જૂઠા સોગંદ ખાઓ છો, બઆલ દેવને ધૂપ ચડાવો છો અને અજાણ્યા દેવોની પૂજા કરો છો.


પણ હું યહૂદિયાના લોકો ઉપર દયા દર્શાવીશ અને તેમનો ઉદ્ધાર કરીશ; ધનુષ્યથી, તલવારથી, ઘોડાઓથી કે ઘોડેસ્વારોથી નહિ, પણ તેમના ઈશ્વર પ્રભુ તરીકે હું જાતે તેમનો ઉદ્ધાર કરીશ.”


અને કોઈ અજાયબ ઘટના કે ચમત્કાર વિષે આગાહી કરે અને તેની આગાહી સાચી પડે અને એ પરથી તે તમને તમારાથી અજાણ્યાં અન્ય દેવદેવીઓને અનુસરવા અને તેમની પૂજા કરવા સમજાવે,


અને જે આજ્ઞાઓ હું આજે તમને ફરમાવું છું તેમનાથી ડાબે કે જમણે ફંટાઈને અન્ય દેવદેવીઓની સેવાપૂજા કરવા ભટકી ન જાઓ તો એમ થશે.


તમારી આસપાસની પ્રજાઓના દેવદેવીઓ પૈકી કોઈની પૂજા કરશો નહિ;


“જો તમે તમારા ઈશ્વર પ્રભુને ભૂલી જઈને અન્ય દેવોને અનુસરશો, તેમની ભક્તિ કરશો અને તેમને નમશો તો હું તમને ગંભીર ચેતવણી આપું છું કે તમે વિનાશ પામશો.


અને તમે તેમનો ત્યાગ કરીને અન્ય દેવોની સેવા કરશો તો તે તમારી વિરુદ્ધ થઈ જશે અને તમને શિક્ષા કરશે. તે તમારા પ્રત્યે અગાઉ ભલા થયા હોવા છતાં તે તમારો નાશ કરશે.”


Lean sinn:

Sanasan


Sanasan