Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 25:34 - પવિત્ર બાઇબલ C.L.

34 ઓ લોકના પાલકો, તમે પોક મૂકો, અને વિલાપ કરો, ઓ ટોળાના માલિકો, રાખમાં આળોટીને શોક કરો; કારણ, તમારી ક્તલનો સમય આવી પહોંચ્યો છે; માતેલા ઘેટાની જેમ તમે પણ કપાઈને પડશો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

34 અરે પાળકો, વિલાપ કરો, તથા બૂમ પાડો; રે ટોળાંના સરદારો, તમે રાખમાં આળોટો; કેમ કે તમને કતલ કરવાના દિવસો ભરાઈ ગયા છે, હું તમારા કકડેકકડા કરી નાખીશ, ને સુંદર પાત્ર પડીને [ભાંગી જાય] તેમ તમે પડશો.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

34 હે પાળકો વિલાપ કરો. તથા બૂમ પાડો, હે ટોળાંના સરદારો તમે રાખમાં આળોટો. કેમ કે તમારી કતલનો સમય આવી પહોંચ્યો છે. હું તમારા ટુકડા કરી નાખીશ અને તમે સુંદર પાત્ર પડીને ભાંગી જાય તેમ પડશો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

34 હે દુષ્ટ આગેવાનો! રડો, પોક મૂકીને રડો, હે લોકોના ઘેટાં પાળકો! તમારી કતલનો સમય આવી પહોંચ્યો છે. તુટેલા માટલાના ટુકડાની જેમ તમે ચારેબાજુ વિખેરાઇ જશો.

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 25:34
34 Iomraidhean Croise  

વસંતસંપાતને સમયે નબૂખાદનેસ્સાર રાજા યહોયાખીનને કેદ કરી બેબિલોન લઈ ગયો અને પ્રભુના મંદિરનો કીમતી ખજાનો પણ ઉપાડી ગયો. પછી નબૂખાદનેસ્સારે યહોયાખીનના ક્ક્ સિદકિયાને યહૂદિયા અને યરુશાલેમનો રાજા બનાવ્યો.


તું તેમને લોહદંડથી ખંડિત કરીશ, અને માટીના પાત્રની જેમ તેમના ચૂરેચૂરા કરીશ.”


પણ પ્રભુ કહે છે, “સિયોન પર્વત પર અને યરુશાલેમમાં મારું કાર્ય પૂરું થયા પછી હું આશ્શૂરના રાજાને તેના મનના ઘમંડ માટે અને તેની આંખની મગરૂબી માટે સજા કરીશ.”


મહાન અને સુંદર વહાણોને તે ડૂબાડી દેશે.


માટીના કોઈ પાત્રને ભાગી નાખવામાં આવે અને એના એવા ચૂરેચૂરા થઈ જાય કે એના ઠીકરાથી ચૂલામાંથી અંગારોયન લઈ શકાય કે પાણીના ટાંકામાંથી પાણી પણ કાઢી ન શકાય તેવી અમારી દશા થશે.


હે વિનાશક, તારી કેવી દુર્દશા થશે! તારો પોતાનો વિનાશ થયો નથી. હે દગાખોર, હજી તને દગો દેખાયો નથી. તું વિનાશ કરી રહે એટલે તારો વિનાશ કરાશે. તારી દગાખોરી પૂરી થાય એટલે તને દગો દેવાશે.


પ્રભુની તલવાર જાણે કે હલવાન અને બકરાના લોહીમાં તરબોળ થઈ છે અને તેના પર જાણે કે મૂત્રપિંડની ચરબી જામી છે. કારણ, પ્રભુએ બોસ્રાહમાં મોટો યજ્ઞ કર્યો છે અને અદોમમાં તેમણે લોકની ભારે ક્તલ ચલાવી છે.


જંગલી આખલા, વાછરડા અને પુખ્ત ગોધાની જેમ લોકોની ક્તલ થશે. તેમનો પ્રદેશ લોહી લોહી થઈ જશે અને તેમની ભૂમિ ચરબીથી લથબથ થઈ જશે


તમે મોકલેલા લૂંટારાઓ તેમના પર અચાનક ત્રાટકે, ત્યારે તેમના ઘરોમાંથી ભયાનક ચીસોના અવાજ ગાજી ઊઠો; કારણ, મને સપડાવવા માટે તેમણે ખાડો ખોદ્યો છે, અને મને ફસાવવા માટે જાળ બિછાવી છે.


મેં કહ્યું, “આ માણસ કોન્યા, માટીનું નકામું અને ભાંગેલું પાત્ર છે! તે અણગમતા પાત્ર જેવો છે! તો પછી તેને ફંગોળીને અજાણ્યા દેશમાં કેમ ફેંકી દેવામાં આવે છે?


પ્રભુ કહે છે, “ચારાનાં ઘેટાં સમા મારા લોકને આડે માર્ગે ચડાવી દઈ તેમને વેરવિખેર કરનાર તેમના ઘેટાંપાળક સમા શાસકોની કેવી દુર્દશા થશે!


એ સિત્તેર વર્ષ પૂરાં થયાં પછી હું બેબિલોનના રાજાની અને તેની પ્રજાને તેમના ગુનાને માટે સજા કરીશ. હું એ ખાલદીઓના દેશને સદાને માટે વેરાન કરી નાખીશ.


પાલકોની પોક સાંભળો: માલિકોની ચીસો પણ સાંભળો! કારણ, પ્રભુએ પોતાના ઉગ્ર કોપમાં તમારા દેશનો વિનાશ કર્યો છે.


બધા દેશો તેને, તેના પુત્રને તથા પૌત્રને આધીન રહેશે. પરંતુ નિયત સમયે બેબિલોન દેશનું પણ પતન થશે, અને તે ઘણા દેશો અને શક્તિશાળી રાજાઓની સેવા કરશે.


“મેં મારા મનમાં વિચાર્યું: હું ઇઝરાયલને પુત્રો તરીકે સ્વીકારવા કેવો તત્પર છું! હું તેમને વારસામાં સર્વ પ્રજાઓમાં સર્વોત્તમ અને રળિયામણો દેશ આપીશ. તેથી મેં કહ્યું: ‘તમે મને પિતા કહો, મને સદા અનુસરો અને મારો ત્યાગ કરશો નહિ’.


પ્રભુએ કહ્યું, “મોઆબને પીવડાવીને ચકચૂર બનાવો, કારણ, તેણે મારી સામે પડકાર ફેંકયો છે; પણ મોઆબ પોતાની જ ઊલટીમાં આળોટશે અને લોકો તેની મશ્કરી કરશે.


મોઆબની બધી અગાસીઓ પર અને શેરીઓના ચોકમાં માત્ર રુદન સંભળાય છે; કારણ, નકામા પાત્રની જેમ મેં મોઆબને ભાંગી નાખ્યું છે.


આખલા જેવા તેના સર્વ સૈનિકોનો સંહાર કરો. તેમની ક્તલ કરી નાખો! એમનું આવી બન્યું છે! તેમની સજાનો દિવસ અને તેમના પતનનો સમય આવી પહોંચ્યો છે.


પ્રભુ પોતાના લોકોને કહે છે, “હે મારાં સંતાનો, શોક પ્રદર્શિત કરવા તાટ પહેરીને રાખમાં આળોટો; જેમ કોઈ પોતાના એકનાએક પુત્રને માટે વિલાપ કરે, તેમ હૈયાફાટ રુદન કરો; કારણ, તમારો વિનાશક ઓચિંતો ત્રાટકશે.


હે અદોમ અને ઉસ નગરના લોકો, હર્ષ તથા આનંદ કરો! તમારા પર પણ આફત આવે છે! તમે પણ વસ્ત્રહીન અને લજિજત થઈને લથડિયાં ખાશો.


“તેથી હું પ્રભુ પરમેશ્વર તમને કહું છું કે હવે હું પોતે હૃષ્ટપુષ્ટ અને દૂબળાં ઘેટાં વચ્ચે ન્યાય કરીશ.


તેમના દેવોની મૂર્તિઓ અને દેવોને અર્પણ કરેલાં સોનારૂપાનાં પાત્રો તે પાછાં ઇજિપ્ત લઈ જશે. થોડાંએક વર્ષો શાંતિમાં પસાર થશે.


ઇઝરાયલના લોકો બીજી પ્રજાઓમાં ભળી ગયા છે અને ભાંગેલા વાસણ જેવા નકામા થઈ ગયા છે.


તમે ગરીબો પર અત્યાચાર કરો છો અને બળજબરીથી તેમનું અનાજ પચાવી પાડો છો. તમે ઘડેલા પથ્થરોનાં ઘર તો બાંધ્યાં છે, પણ તેમાં રહેવા પામશો નહિ. તમે મનોરંજક દ્રાક્ષવાડીઓ તો રોપી છે, પણ તેનો દ્રાક્ષાસવ પીવા પામશો નહિ.


પ્રભુ કહે છે, “મારા લોક પર શાસન ચલાવતા વિદેશીઓ પર હું કોપાયમાન થયો છું. હું તેમને શિક્ષા કરીશ. યહૂદિયાના લોકો મારા છે અને હું સર્વસમર્થ પ્રભુ તેમની સંભાળ લઈશ. તેઓ યુદ્ધ માટેના મારા શક્તિશાળી ઘોડાઓ થશે.


રાજ્યર્ક્તાઓ દુ:ખનો પોકાર કરે છે. તેમનો મહિમા ચાલ્યો ગયો છે! સિંહોની ત્રાડ સાંભળો, યર્દનને કાંઠે આવેલાં તેમના વનના વસવાટો નાશ પામ્યા છે!


આ દુનિયા પરનું તમારું જીવન એશઆરામ ને ભોગવિલાસથી ભરપૂર છે. તમે પોતાને ક્તલના દિવસને માટે પુષ્ટ કર્યા છે.


Lean sinn:

Sanasan


Sanasan