Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 25:32 - પવિત્ર બાઇબલ C.L.

32 સેનાધિપતિ પ્રભુ કહે છે, “એક પછી એક દેશ પર વિપત્તિ આવી રહી છે અને પૃથ્વીના દૂર દૂરના વિસ્તારોથી એક મોટું વાવાઝોડું ફુંકાવાનું છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

32 સૈન્યોના [ઈશ્વર] યહોવા કહે છે, ‘‘જુઓ, વિપત્તિ દેશેદેશ ફેલાશે, ને પૃથ્વીને છેક છેડેથી મોટી આંધી ઊઠશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

32 સૈન્યોના યહોવાહ આ પ્રમાણે કહે છે કે, “જુઓ, આફત એક દેશમાંથી બીજા દેશમાં ફેલાઈ રહી છે, પૃથ્વીના છેક છેડેથી પ્રચંડ વાવાઝોડું ફૂંકાશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

32 સૈન્યોના દેવ યહોવા જાહેર કરે છે, “જુઓ, આફત એક દેશમાંથી બીજા દેશમાં, એક પ્રજામાંથી બીજી પ્રજામાં ફેલાઇ રહી છે, પૃથ્વીના દૂર દૂરને છેડેથી પ્રચંડ વાવાઝોડું ફૂંકાય છે.”

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 25:32
12 Iomraidhean Croise  

એક દેશ બીજા દેશ પર અને એક નગર બીજા નગર પર જુલમ કરતાં હતાં, કારણ, પ્રભુ તેમના પર જાતજાતની આફત લાવતા હતા.


પ્રભુ સૌને પોતાની પ્રતાપી ગર્જના સંભળાવશે અને પોતાના ઉગ્ર કોપમાં લોકોને ભભૂક્તા અગ્નિથી, આંધીથી, ધોધમાર વરસાદથી તથા કરાથી પોતાના ભુજનું ત્રાટકવું દેખાડશે.


પ્રભુ બધી પ્રજાઓ પર રોષે ભરાયા છે અને તેમનાં લશ્કરો પર કોપાયમાન છે. તેમણે તેમનો નાશ કરવાનો નિર્ધાર કર્યો છે અને તેમને સંહારને સ્વાધીન કર્યા છે.


તેમનાં બાણ તીક્ષ્ણ છે અને તેમનાં ધનુષ્ય તાણેલાં છે. તેમના ધોડાની ખરીઓ ચકમકના પથ્થર જેવી છે અને તેમના રથનાં પૈડાં વંટોળિયાની જેમ ફરે છે.


હું સર્વ પ્રજાઓ અને ભાષાઓના લોકોને એકઠા કરવા આવી રહ્યો છું. તેઓ આવીને મારું ગૌરવ જોશે.


પ્રભુનો કોપ વંટોળિયાની માફક વછૂટશે અને વાવાઝોડાની માફક દુષ્ટોના શિરે ત્રાટકશે.


(પ્રભુનો કોપ વંટોળિયાની માફક વછૂટશે અને વાવાઝોડાની માફક દુષ્ટોના શિરે ત્રાટકશે.


પ્રભુ આ પ્રમાણે કહે છે, “જુઓ, ઉત્તર તરફના દેશમાંથી એક પ્રજા આવી રહી છે, પૃથ્વીના અંતિમ ભાગમાંથી એક બળવાન પ્રજા ચડાઈ કરવા આવી રહી છે.


તેઓ ધનુષ્ય અને ભાલાથી સજ્જ થયેલા છે અને તેઓ અત્યંત ક્રૂર અને ઘાતકી છે. તેઓ ઘોડેસ્વાર થઈને આવે છે. ગરજતા સાગરની જેમ, હે યરુશાલેમ, તેઓ તારી વિરુદ્ધ એક બનીને યુદ્ધ કરવા ક્તારબદ્ધ થઈ ધસી આવે છે.”


પ્રભુ કહે છે, “થોભો અને હું પ્રજાઓને દોષિત ઠરાવવાનો છું એ દિવસની રાહ જુઓ. મારા કોપની ભયંકરતાનો અનુભવ કરાવવા માટે મેં પ્રજાઓ અને રાજ્યોને એકત્ર કરવાનો નિર્ણય કર્યો છે. સમસ્ત પૃથ્વી મારા કોપાગ્નિથી બળીને ભસ્મ થઈ જશે.”


તેમણે વધુમાં કહ્યું, “પ્રજાઓ અરસપરસ લડશે અને રાજ્યો એકબીજા પર આક્રમણ કરશે.


“સૂર્ય, ચંદ્ર અને તારાઓમાં ચિહ્નો થશે. ઘૂઘવતા સમુદ્રના અને તેનાં ઊછળતાં મોજાંના ભયથી પૃથ્વી પરની બધી પ્રજાઓ નિરાશામાં ઘેરાશે.


Lean sinn:

Sanasan


Sanasan