Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 25:3 - પવિત્ર બાઇબલ C.L.

3 તેણે કહ્યું, “પાછલાં ત્રેવીસ વર્ષથી એટલે આમોનના પુત્ર યહૂદિયાના રાજા યોશિયાના તેરમા વર્ષથી આજ સુધી પ્રભુનો સંદેશ મને મળ્યો છે અને મેં તમને એ સંદેશ વારંવાર આગ્રહથી કહી સંભળાવ્યો છે. પણ તમે મારું સાંભળ્યું નથી.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 “યહૂદિયાના રાજા આમોનના પુત્ર યોશિયાના તેરમા વર્ષથી તે આજ સુધી, એટલે ત્રેવીસ વરસની મુદત પર્યંત, યહોવાનું વચન મારી પાસે આવ્યું છે, હું પ્રાત:કાળે ઊઠીને તમને આગ્રહથી કહેતો આવ્યો છું; પણ તમે [મારું] સાંભળ્યું નથી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 યહૂદિયાના રાજા આમોનના દીકરા યોશિયાના શાસનકાળના તેરમા વર્ષથી તે આજ પર્યંત એટલે ત્રેવીસ વર્ષની મુદત સુધી યહોવાહનું વચન મારી પાસે આવ્યું. કે હું આગ્રહથી તમને કહેતો આવ્યો છું, છતાં તમે મારું સાંભળ્યું નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

3 છેલ્લા ત્રેવીસ વર્ષથી, યહૂદિયાના રાજા આમ્મોનના પુત્ર યોશિયાના શાસનનાં 13 માં વર્ષથી તે આજ પર્યંત યહોવા પોતાના સંદેશાઓ મને મોકલતો રહ્યો છે. મેં વિશ્વાસુપણે તે તમારી આગળ પ્રગટ કર્યા છે, છતાં તમે તે પર ધ્યાન આપ્યું નથી.

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 25:3
32 Iomraidhean Croise  

બીજે દિવસે વહેલી સવારે અબ્રાહામે દહનબલિ માટે લાકડાં કાપ્યાં, ગધેડાં પર બાંધ્યાં અને ઇસ્હાક તથા પોતાના બે નોકરોને સાથે લઈને પ્રભુએ તેને જે સ્થળે જવા આજ્ઞા કરી હતી તે તરફ ચાલી નીકળ્યો.


આહાબે પોતાના અધિકારીઓને પૂછયું, “અરામના રાજા પાસેથી ગિલ્યાદમાંનું રામોથ જીતી લેવા આપણે કંઈ જ કર્યું નથી? એ તો આપણું છે!”


ઇઝરાયલ અને યહૂદિયાને ચેતવણી આપવા માટે પ્રભુએ પોતાના સેવકો અને સંદેશવાહકોને મોકલ્યા હતા: “તમારા દુષ્ટ માર્ગો છોડી દો અને તમારા પૂર્વજોને ફરમાવેલ અને મારા સેવકો એટલે સંદેશવાહકો મારફતે તમારી પાસે મોકલેલ નિયમશાસ્ત્રમાંની મારી આજ્ઞાઓ અને ફરમાનો પાળો.”


પ્રભુએ લોકોને પોતાની તરફ પાછા ફરવા ચેતવણી આપવા સંદેશવાહકોને મોકલ્યા, પણ તેમણે તેમનું સાંભળ્યું નહિ.


યોશિયા યહૂદિયાનો રાજા બન્યો ત્યારે તે આઠ વર્ષનો હતો અને તેણે યરુશાલેમમાં એકત્રીસ વર્ષ રાજ કર્યું.


યોશિયા હજી તો તેની કિશોરાવસ્થામાં હતો ત્યારે પોતાના અમલના આઠમે વર્ષે પોતાના પૂર્વજ દાવિદ રાજાના ઈશ્વરની આરાધના શરૂ કરી. ચાર વર્ષ પછી તેણે પૂજાનાં ઉચ્ચસ્થાનો, અશેરા દેવીની પ્રતિમાઓ અને અન્ય કોતરેલી કે ઢાળેલી મૂર્તિઓ તોડી નાખી ને તે યહૂદિયા અને યરુશાલેમને શુદ્ધ કરવા લાગ્યો.


વિધર્મી ભક્તિનો અંત લાવી દેશ અને પ્રભુના મંદિરનું શુદ્ધિકરણ કર્યા પછી પોતાના અમલને અઢારમે વર્ષે યોશિયા રાજાએ, અઝાલ્યાનો પુત્ર શાફાન, યરુશાલેમનો સૂબો માસેયા અને ઇતિહાસકાર યોહાઝનો પુત્ર યોઆ એ ત્રણ માણસોને પોતાના ઈશ્વર પ્રભુના મંદિરનું સમારકામ કરવા મોકલ્યા.


તેમના પૂર્વજોના ઈશ્વર પ્રભુ દયાળુ હોવાથી તે તેમને અને મંદિરને બચાવવા માગતા હતા તેથી પોતાના લોકોને ચેતવણી આપવા સંદેશવાહકોને વારંવાર મોકલતા રહ્યા.


જો મારી પ્રજાએ મારી વાત સાંભળી હોત અને ઇઝરાયલ મારા માર્ગોમાં ચાલ્યા હોત તો કેવું સારું!


પછી પ્રભુએ મોશેને કહ્યું, “તું સવારે વહેલો ઊઠીને ફેરો નદીએ જાય ત્યારે ત્યાં તેની રાહ જોજે. તેને કહેજે, ‘પ્રભુ આમ કહે છે: મારા લોકને મારી સેવાભક્તિ કરવા જવા દે.


જે ખોરાક ખાવાલાયક નથી તેને માટે તમે નાણાં કેમ ખર્ચો છો? જેથી તૃપ્તિ મળતી નથી તેને માટે તમારી કમાણી કેમ વાપરી નાખો છો? મારું સાંભળો અને મારું માનો તો તમે ઉત્તમ ખોરાક ખાશો અને પૌષ્ટિક ખોરાકથી તમારો જીવ સંતોષ પામશે.


યહૂદિયાના રાજા આમોનના પુત્ર યોશિયાના રાજ્યકાળને તેરમે વર્ષે પ્રભુનો સંદેશ યર્મિયાને મળ્યો હતો.


હું તમારા પૂર્વજોને ઇજિપ્તમાંથી બહાર કાઢી લાવ્યો ત્યારથી આજ સુધી મેં તેમને વારંવાર આગ્રહથી ચેતવણી આપ્યા કરી છે કે મારી વાણીને આધીન રહો.


ઇઝરાયલના ઈશ્વર સેનાધિપતિ પ્રભુ આ પ્રમાણે કહે છે: “આ નગર અને તેની આસપાસનાં સર્વ નગરો પર હું મારા કહ્યા પ્રમાણે નાશ લાવીશ. કારણ, તેમણે જક્કી બનીને મારો સંદેશ સાંભળ્યો નથી.”


તમારી આબાદીના સમયે હું તમને સંબોધતો, પણ તમે કહ્યું, “અમે સાંભળવાના નથી!” આખી જિંદગીપર્યંત તમે એમ જ વર્ત્યા છો, અને મારી વાણી પ્રત્યે ધ્યાન આપ્યું નથી.


વળી, પ્રભુએ પોતાના સર્વ સંદેશવાહક સેવકોને તમારી પાસે વારંવાર આગ્રહથી મોકલ્યા. પણ તમે તેમનું સાંભળ્યું નહિ કે જરાપણ ધ્યાન આપ્યું નહિ.”


અને વારંવાર આગ્રહથી મોકલેલા મારા સંદેશવાહક સેવકોના સંદેશને આધીન થશો નહિ, - જો કે આ પહેલાં તો તમે તેમનું સાંભળ્યું જ નથી! -


કારણ, હું મારા સંદેશવાહક સેવકોને વારંવાર આગ્રહથી મોકલતો રહ્યો, પણ તેમણે મારા સંદેશ પ્રત્યે ધ્યાન આપ્યું નહિ. હું પ્રભુ આ બોલું છું. મેં પ્રભુએ કહ્યું તેમ તમે તેમનું સાંભળ્યું જ નહિ.


તેમણે મારી તરફ મુખ ફેરવવાને બદલે તેમની પીઠ ફેરવી છે; હું તેમને વારંવાર આગ્રહથી બોધ કરતો આવ્યો છું, પણ તેમણે મારી વાણી સાંભળી નહિ, અને મારું શિક્ષણ સ્વીકાર્યું નહિ.


રેખાબના પુત્ર યોનાદાબના વંશજોએ કદી દ્રાક્ષાસવ નહિ પીવાની તેની આજ્ઞાનું ખંતથી પાલન કર્યું છે. તેમના પૂર્વજની આજ્ઞાને આધીન થઈને તેમણે આજ સુધી દ્રાક્ષાસવ પીધો નથી. પરંતુ હું તો તમને વારંવાર આગ્રહથી સંદેશા પાઠવતો રહ્યો છું, છતાં તમે મારી વાણી સાંભળી જ નથી.


મેં મારા સંદેશવાહક સેવકોને તમારી પાસે મોકલીને વારંવાર આગ્રહથી કહેવડાવ્યું છે કે, તમારાં દુષ્ટ આચરણ તજો અને તમારાં કાર્યો સુધારો. અન્ય દેવોને અનુસરી તેમની પૂજા ન કરો; જેથી મેં તમને તથા તમારા પૂર્વજોને આપેલ દેશમાં તમે વસી શકશો, પણ તમે ધ્યાન આપ્યું નહિ, અને મારી વાણી સાંભળી નહિ.


યોશિયાના પુત્ર અને યહૂદિયાના રાજા યહોયાકીમના રાજ્યકાળના ચોથે વર્ષે યર્મિયાને પ્રભુનો સંદેશ મળ્યો.


તેમણે કહ્યું “એક ચર્મપત્રનો વીંટો લે અને તેમાં ઇઝરાયલ, યહૂદિયા અને બીજી બધી પ્રજાઓ વિષે યોશિયાના સમયથી અત્યાર સુધી મેં તને જે જે કહ્યું તે બધું તેમાં લખ.


જો કે તમારી મધ્યે મારા સંદેશવાહક સેવકોને તમારી પાસે મોકલીને હું તમને વારંવાર આગ્રહથી કહેતો રહ્યો કે હું જેમને ધિક્કારું છું તેવાં ભૂંડાં કાર્યો કરશો નહિ.


છતાં તમે તમારાં દુષ્કૃત્યો ચાલુ રાખ્યાં છે અને હું તો તમને વારંવાર આગ્રહથી ચેતવતો રહ્યો છું, પણ તમે મારી વાણી સાંભળી નથી; મેં બોલાવ્યા ત્યારે તમે ઉત્તર આપ્યો નથી.


તમારા પૂર્વજો ઇજિપ્તમાંથી નીકળી આવ્યા ત્યારથી માંડીને અત્યાર સુધી મેં મારા સેવકો એટલે સંદેશવાહકોને તેમની પાસે તથા તમારી પાસે વારંવાર આગ્રહથી મોકલ્યા.


જો કોઇ વ્યક્તિ રણશિંગડું સાંભળ્યાં છતાં ચેતે નહિ અને શત્રુ આવીને તેને મારી નાખે તો તેના ખૂનની જવાબદારી તેને પોતાને જ શિર રહે.


તમારા પૂર્વજો જેવા ન બનો. વર્ષો પૂર્વે સંદેશવાહકોએ તેમને દુષ્ટ જીવન ન ગાળવા અને પોતાનાં પાપનો ત્યાગ કરવાનો સંદેશ આપ્યો. પણ તેમણે મારું સાંભળ્યું નહિ કે મને આધીન થયા નહિ.


બીજે દિવસે અજવાળું થયા પહેલાં વહેલી સવારે ઈસુ ઊઠયા અને ઘરમાંથી બહાર ગયા. નગર બહાર એક્ંત સ્થળે જઈને તેમણે પ્રાર્થના કરી.


બીજે દિવસે વહેલી સવારે તેઓ મંદિરમાં પાછા આવ્યા. બધા લોકો તેમની પાસે એકત્ર થયા, ત્યાં બેસીને ઈસુએ તેમને બોધ કર્યો.


જે ઈશ્વરનો છે તે ઈશ્વરનું સાંભળે છે; પણ તમે ઈશ્વરના નથી એટલે જ મારું સાંભળતા નથી.”


શુભસંદેશ જાહેર કર; અનુકૂળ કે પ્રતિકૂળ સમયે પણ તે માટે તત્પર રહે. ખોટી માન્યતાઓને પડકારજે, લોકોની ભૂલો સુધારજે અને તેમને પ્રોત્સાહન આપજે તથા પૂરી ધીરજથી ઉપદેશ કરજે.


Lean sinn:

Sanasan


Sanasan