Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 25:28 - પવિત્ર બાઇબલ C.L.

28 અને જો કદાચ તેઓ તારા હાથમાંથી પ્યાલો લઈને પીવાની ના પાડે તો પછી તેમને કહેજે કે સેનાધિપતિ પ્રભુ કહે છે કે તમારે તે પીવો જ પડશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

28 જો તેઓ તે પ્યાલો તારા હાથમાંથી લઈને તે પીવાને ના પાડે તો તેઓને કહેજે, સૈન્યોના [ઈશ્વર] યહોવા કહે છે કે, તમે ખચીત પીશો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

28 જો તેઓ તારા હાથમાંથી પ્યાલો લઈને પીવાની ના પાડે તો તારે તેઓને કહેવું. ‘સૈન્યોના યહોવાહ કહે છે કે; “તમે નિશ્ચે એ પીશો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

28 “જો તેઓ તારા હાથમાંથી પ્યાલો લઇને પીવાની ના પાડે તો તારે તેમને કહેવું. ‘આ સૈન્યોનો દેવ યહોવાની આજ્ઞા છે; તમારે એ પીવો જ પડશે! આ યહોવાના વચન છે.

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 25:28
12 Iomraidhean Croise  

તો યોબ, માત્ર તારા જ વિરોધને લીધે ઈશ્વર તેને માફ નહિ કરે? હું નહિ, તું પોતે જ નક્કી કર; તું જે જાણતો હો તે પ્રગટ કર.


તેથી મેં પ્રભુના હાથમાંથી તે પ્યાલો લીધો અને મને જે જે પ્રજાઓ પાસે મોકલ્યો તેમને તે પીવડાવ્યો.


પણ જો કોઈ પ્રજા અથવા દેશ તેની સત્તાને આધીન નહિ થાય અને બેબિલોનના રાજાની ઝૂંસરી પોતાની ગરદન પર મૂકવા નહિ દે તો હું તે રાજાને બેબિલોનના રાજાના તાબામાં સોંપી ન દઉં ત્યાં સુધી તેને યુદ્ધ, ભૂખમરા અને રોગચાળાથી સતાવીશ.


એને લીધે પૃથ્વી વિલાપ કરશે અને આકાશ અંધકારમય બની જશે. પ્રભુ બોલ્યા છે અને તે પોતાનું મન બદલશે નહિ. પ્રભુએ નિર્ણય કર્યો છે અને તે તેમાંથી ફરશે નહિ.


વળી, પ્રભુ આ પ્રમાણે કહે છે, “જેઓ ખરેખર સજાપાત્ર નહોતા છતાં પણ તેમને સજાનો પ્યાલો પીવો પડયો, તો પછી શું તમે સજામાંથી બિલકુલ બચી જશો? ના, તમે સજામાંથી છટકી શકશો નહિ; તમારે પણ એ સજાનો પ્યાલો પીવો જ પડશે.


ધરતી ધ્રૂજે છે અને કાંપે છે. કારણ, બેબિલોનને ઉજ્જડ અને વસ્તી વગરનું બનાવી દેવા પ્રભુએ પોતાની યોજના અમલમાં મૂકી છે.


તેમની દષ્ટિમાં પૃથ્વીવાસીઓ તુચ્છ છે; આકાશી દૂતો અને પૃથ્વીના લોકો તેમના નિયંત્રણ હેઠળ છે. કોઈ તેમની ઇચ્છાનો વિરોધ કરી શકતું નથી કે તેમનાં કાર્યો અંગે કોઈ પ્રશ્ર્ન ઉઠાવી શકતું નથી.


મારા લોકે મારા પવિત્ર પર્વત પર સજાનો કડવો પ્યાલો પીધો છે; પણ પડોશની અન્ય સઘળી વિદેશી પ્રજાઓ એથીય વધુ કડવો પ્યાલો પીશે; તેઓ તે ગટગટાવશે અને તેમનું અસ્તિત્વ ભૂંસાઈ જશે.


તમારા સામર્થ્ય અને તમારી ઇચ્છા પ્રમાણે જે કંઈ થવા દેવાનું તમે નક્કી કરેલું હતું તે કરવાને તેઓ એકઠા મળ્યા.


ઈશ્વરની યોજના અને તેમના નિર્ણય પ્રમાણે સર્વ બાબતો બને છે. ઈશ્વરે આરંભથી જે નક્કી કર્યું હતું તે પ્રમાણે તેમનો હેતુ આપણને ખ્રિસ્તમાં મેળવીને તેમના પોતાના લોક બનાવવાનો હતો.


Lean sinn:

Sanasan


Sanasan