Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 25:14 - પવિત્ર બાઇબલ C.L.

14 સાચે જ ઘણી પ્રજાઓ અને મોટા રાજાઓ તેમને ગુલામ બનાવશે, કારણ, હું તેમનાં દુષ્ટ આચરણો માટે અને તેમનાં દુષ્કૃત્યો માટે તેમને સજા કરીશ. હું પ્રભુ આ બોલું છું.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

14 ઘણી પ્રજાઓ તથા મોટા મોટા રાજાઓ તેઓની પાસે સેવા કરાવશે. અને હું તેઓનાં આચરણ પ્રમાણે તથા તેઓના હાથની કરણી પ્રમાણે તેઓને બદલો આપીશ.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

14 તેઓ પોતે ઘણી પ્રજાઓ અને મહાન રાજાઓના ગુલામ બનશે અને હું તેઓને તેઓનાં આચરણ મુજબ, તેઓના હાથનાં કૃત્યોનો બદલો આપીશ.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

14 તેઓ પોતે બળવાન પ્રજાઓ અને મહાન રાજાઓના ગુલામ બનશે અને હું તેમને તેમના હાથનાં કર્યા કૃત્યોનો બદલો આપીશ.”

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 25:14
17 Iomraidhean Croise  

હે વિનાશક નગરી બેબિલોન, જે બૂરો વ્યવહાર તેં અમારી સાથે કર્યો, તેવો જ વ્યવહાર તારી સાથે કરનારને ધન્ય હો!


સાંભળો! પર્વતો પર મોટા જનસમુદાયનો કોલાહલ સંભળાય છે. સંગઠિત થતાં રાજ્યો અને પ્રજાઓનો ઘોંઘાટ સંભળાય છે. સેનાધિપતિ પ્રભુ યુદ્ધને માટે સૈનિકોને ભેગા કરે છે.


પોતાના વતનના દેશમાં પાછા ફરવા માટે ઘણી પ્રજાઓ ઇઝરાયલીઓને મદદ કરશે. પ્રભુની ભૂમિમાં તેઓ ઇઝરાયલીઓના દાસદાસીઓ તરીકે તેમની સેવા કરશે. એકવાર ઇઝરાયલને બંદીવાન કરનારાઓને હવે ઇઝરાયલ બંદીવાન કરશે, અને તેમના પર જુલમ ગુજારનારાઓ પર ઇઝરાયલીઓ રાજ કરશે.


સાંભળો! શહેરમાં બૂમરાણ મચ્યું છે. મંદિરમાં અવાજ સંભળાય છે. એ તો પોતાના શત્રુઓને ભરીપૂરીને બદલો વાળી રહેલ પ્રભુનો અવાજ છે.


બધા દેશો તેને, તેના પુત્રને તથા પૌત્રને આધીન રહેશે. પરંતુ નિયત સમયે બેબિલોન દેશનું પણ પતન થશે, અને તે ઘણા દેશો અને શક્તિશાળી રાજાઓની સેવા કરશે.


તમારા ઇરાદાઓ મહાન અને તમારાં કાર્યો અદ્‍ભુત છે. તમે માનવજાતનાં બધાં કાર્યો નિહાળો છો અને પ્રત્યેકને તેનાં આચરણ અને કાર્યો પ્રમાણે બદલો આપો છો.


જુઓ, દૂર ઉત્તરમાંથી એક શક્તિશાળી પ્રજા આવે છે; ઘણા રાજાઓ પૃથ્વીના છેક છેવાડાના ભાગોમાંથી હુમલો કરવા આવી રહ્યા છે.


હું ઉત્તર દિશાથી બળવાન પ્રજાઓના જૂથને ઉશ્કેરીને લાવીશ અને તેઓ બેબિલોન પર આક્રમણ કરશે. તેઓ બેબિલોન દેશની વિરુદ્ધ યુદ્ધની વ્યૂહરચના ગોઠવશે અને તેને જીતી લેશે. તેમનાં બાણ પ્રવીણ સૈનિકોએ મારેલાં બાણ જેવાં છે અને તે કદી નિશાન ચૂક્તાં નથી.


બેબિલોનમાંથી નાસી છૂટો, તમે બધા જીવ લઈને ભાગો; જેથી બેબિલોનના પાપને લીધે તમે માર્યા ન જાઓ. હવે બદલો લેવાનો મારો સમય આવ્યો છે, અને હું તેને યોગ્ય સજા કરી રહ્યો છું.


પેરેસ એટલે ભાગલા. તમારા રાજ્યના વિભાગ પાડી દેવામાં આવ્યા છે અને તે માદીઓ અને ઇરાનીઓને આપવામાં આવ્યા છે.”


શિક્ષાનો સમય આવ્યો છે. બદલો લેવાના દિવસો આવી લાગ્યા છે. એ બધું બનશે ત્યારે ઇઝરાયલને ખબર પડશે. તમે કહો છો, “આ સંદેશવાહક મૂર્ખ છે, અને આ ઈશ્વર પ્રેરિત માણસ પાગલ છે.” પાપને લીધે તમે મારો આટલો તિરસ્કાર કરો છો.


Lean sinn:

Sanasan


Sanasan