યર્મિયા 24:1 - પવિત્ર બાઇબલ C.L.1 પ્રભુએ મને મંદિરની સામે મુક્યેલી અંજીરની બે ટોપલીઓ બતાવી. બેબિલોનનો રાજા નબૂખાદનેસ્સાર, યહોયાકીમના પુત્ર અને યહૂદિયાના રાજા યહોયાખીનને, તેના અધિકારીઓ, કારીગરો તથા લુહારો સહિત યરુશાલેમમાંથી કેદ કરીને બેબિલોન લઈ ગયો ત્યાર પછીની એ વાત છે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)1 યહૂદિયાના રાજા યહોયાકીમના પુત્ર યકોન્યાને, યહૂદિયા ના સરદારોને, કારીગરોને તથા લુહારોને બાબિલનો રાજા નબૂખાદનેસ્સાર યરુશાલેમથી બંદીવાન કરીને લઈ ગયો; ત્યાર પછી, યહોવાના મંદિરની આગળ મૂકેલી અંજીરની બે ટોપલી યહોવાએ મને દેખાડી. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20191 યહૂદિયાના રાજા યહોયાકીમના દીકરા યકોન્યાને, યહૂદિયાના અધિકારીઓને, કારીગરોને તથા લુહારોને બાબિલનો રાજા નબૂખાદનેસ્સાર યરુશાલેમથી બંદીવાન બનાવીને લઈ ગયો, ત્યારબાદ જુઓ, યહોવાહના સભાસ્થાનની સામે બહાર મૂકેલી અંજીરની બે ટોપલીઓ યહોવાહે મને દેખાડી. Faic an caibideilપવિત્ર બાઈબલ1 યહૂદિયાના રાજા યહોયાકીમના પુત્ર કોન્યાહને બાબિલના રાજા નબૂખાદનેસ્સારે દેશ નિકાલ કર્યો અને તેને યહૂદિયાના સરદારો તથા સુથારી અને લુહારી કામનાં નિપૂણ કારીગરોને બાબિલમાં બંદીવાસમાં મોકલી દીધા, પછી યહોવાના મંદિરની સામે બહાર મૂકેલી અંજીરની બે ટોપલીઓ યહોવાએ મને દેખાડી. Faic an caibideil |
યકોન્યા રાજા, રાજમાતા, રાજમહેલના અધિકારીઓ, યહૂદિયા અને યરુશાલેમના આગેવાનો, કુશળ કારીગરો અને લુહારો યરુશાલેમમાંથી દેશનિકાલ કરાયા તે પછી યર્મિયાએ દેશનિકાલ કરાયેલા લોકોને એક પત્ર પાઠવ્યો. ત્યાં બાકી રહેલા વડીલો, યજ્ઞકારો, સંદેશવાહકો અને જે બીજા લોકોને નબૂખાદનેસ્સાર યરુશાલેમથી બેબિલોન લઈ ગયો તે સર્વને ઉદ્દેશીને યર્મિયાએ એ પત્ર પાઠવ્યો હતો.