Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 23:36 - પવિત્ર બાઇબલ C.L.

36 પરંતુ ‘પ્રભુનો બોજ’ એ શબ્દપ્રયોગ કદી વાપરવો નહિ. કારણ, જો કોઈ તે પ્રમાણે કરશે તો તેનો એ બોલ તેને માટે બોજરૂપ થઈ પડશે. કારણ, લોકોએ સેનાધિપતિ પ્રભુ, એટલે તેમના જીવંત ઈશ્વરના સંદેશનો અર્થ મરડી કાઢયો છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

36 ‘યહોવાની ઈશ્વરવાણી, ’ એમ તમે ફરી બોલશો નહિ; કેમ કે દરેકનું વચન તે જ પોતાની દેવવાણીરૂપ થશે; કેમ કે જીવતા ઈશ્વર, એટલે સૈન્યોના [ઈશ્વર] યહોવા જે આપણા ઈશ્વર છે, તેમનાં વચનો તમે મરડી નાખ્યાં છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

36 યહોવાહની વાણી એમ તમારે ક્યારે પણ બોલવું નહિ, કેમ કે દરેકનું વચન તે જ પોતાની ઈશ્વરવાણીરૂપ થશે. કેમ કે જીવતા ઈશ્વર એટલે સૈન્યોના યહોવાહ જે આપણા ઈશ્વર છે. તેમનાં વચનો તમે સાંભળ્યાં નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

36 આજ પછી, તમારે ક્યારે પણ ‘યહોવાનો બોજો’ એમ બોલવું નહીં, જે કોઇ તેનો ઉપયોગ કરશે તે ખરેખર મુશ્કેલીમાં મુકાઇ જશે કારણ કે તેઓ, મેં જે કહ્યું છે તેનો અવળો અર્થ કરે છે અને લોકોને, એમ કહી છેતરે છે કે આ એ છે જે જીવતા જાગતા દેવ, આપણા યહોવા દેવ જે દરેક વસ્તુ પર શાસન કરે છે. કહે છે.

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 23:36
24 Iomraidhean Croise  

આશ્શૂરના સમ્રાટે જીવતા ઈશ્વરનું અપમાન કરવા તેના મુખ્ય અમલદારને મોકલ્યો છે. ઈશ્વર તારા પ્રભુ આ નિંદા સાંભળીને એ નિંદકને સજા કરે તે માટે આપણા રહ્યાસહ્યા લોકો માટે ઈશ્વરને પ્રાર્થના કર.”


હે પ્રભુ, એ ખુશામતિયા હોઠોને બંધ કરી દો; અને એ બડાઈખોર જીભોને ચૂપ કરી દો.


હે કપટી જીભ, ઈશ્વર તને કેવી સજા કરશે? તે તારા કેવા હાલ કરશે?


અને ઈશ્વરના તેમની વિરુદ્ધના ચુકાદાનો અમલ બજાવે. ઈશ્વરનાં સર્વ સંતોની એ જ પ્રતિષ્ઠા છે. યાહની સ્તુતિ કરો: હાલ્લેલૂયાહ!


તેમની જીભના શબ્દો તેમના પતનનું કારણ બનશે, તેમને જોનારા ઠઠ્ઠાપૂર્વક પોતાનાં મસ્તકો હલાવશે.


કુટિલ માણસ આબાદ થશે નહિ, અને વાંકુ બોલનાર આફત વહોરી લે છે.


માટે હવે મશ્કરી ઊડાવવાનું બંધ કરો, નહિ તો તમારાં બંધન વધુ દઢ બનાવાશે. સર્વસમર્થ પ્રભુ પરમેશ્વરે સમગ્ર દેશનો વિનાશ કરવાનું નક્કી કર્યું છે તે અમે સાંભળ્યું છે.


કારણ, યરુશાલેમ પાયમાલ થવા બેઠું છે! યહૂદિયાની પડતી થઈ છે! તેમનાં વાણી અને કાર્યો પ્રભુની વિરુદ્ધ થયાં છે. તેઓ ખુલ્લેઆમ ઈશ્વરની સામા પડે છે.


પરંતુ યાહવે તો સાચા ઈશ્વર છે; તે જીવંત ઈશ્વર છે, અને સનાતન રાજા છે. તેમના કોપથી પૃથ્વી ધ્રૂજે છે અને વિદેશી પ્રજાઓ તેમનો રોષ સહી શક્તી નથી.


તમારે કોઈપણ સંદેશવાહકને ‘પ્રભુએ શો ઉત્તર આપ્યો?’ અથવા ‘પ્રભુએ શું કહ્યું?’ એ પ્રમાણે પૂછવું.


તારા સંદેશવાહકો પાસે જૂઠ સિવાય બીજું કંઈ કહેવાનું હતું જ નહિ. પોતાના ઉપદેશમાં તેમણે તારાં પાપ વખોડયાં નહિ; એમ કરીને તેમણે તને છેતરી છે. તેમણે તને એવું વિચારતી કરી કે તારે પાપથી પાછા ફરવાની જરૂર નથી.


હું તમને કહું છું: ન્યાયને દિવસે પ્રત્યેક નકામા શબ્દનો તમારે જવાબ આપવો પડશે.


તેણે તેને કહ્યું, ‘ઓ દુષ્ટ નોકર! તને અપરાધી ઠરાવવા હું તારા જ શબ્દોનો ઉપયોગ કરીશ! તું જાણે છે કે હું કડક માણસ છું; જે મારું ન હોય તે લઈ લઉં છું અને મેં વાવ્યું ન હોય તેને લણી લઉં છું.


“ભાઈઓ, તમે એવું કેમ કરો છો? તમારી જેમ અમે માત્ર માણસ જ છીએ! તમે આ નિરર્થક બાબતો તજીને આકાશ, પૃથ્વી તથા સમુદ્ર તથા તેમાં જે છે તે સૌના સરજનહાર જીવંત ઈશ્વર તરફ ફરો તે માટે તમને શુભસંદેશ જાહેર કરવા અમે અહીં આવ્યા છીએ.


કારણ, દરેકે પોતાનો બોજ પોતે જ ઊંચકવાનો છે.


કારણ, અમે બચી ગયા તેમ જીવતા ઈશ્વરની વાણી અગ્નિ મધ્યેથી સાંભળીને કયો માણસ જીવતો બચ્યો છે?


આથી અમારે કંઈ વિશેષ કહેવાની જરૂર નથી.


આ વિષયની છણાવટ કરતા બધા પત્રોમાં તેણે એ જ કહેલું છે. તેના પત્રોમાં કેટલીક બાબતો એવી છે કે જે સમજવી મુશ્કેલ છે અને અજ્ઞાન અને અસ્થિર માણસો, શાસ્ત્રના બીજા પાઠો વિષે કરે છે તેમ તેમનો પણ મારીમચડીને ખોટો અર્થ કરે છે અને એમ પોતાનો વિનાશ વહોરી લે છે.


પોતાની પાસે ઊભેલા માણસોને દાવિદે કહ્યું, “આ પરપ્રજાના પલિસ્તીને મારી નાખનાર અને ઇઝરાયલના આ અપમાનને દૂર કરનાર વ્યક્તિને શું મળશે? જીવંત ઈશ્વરના સૈન્યનો તિરસ્કાર કરનાર આ પરપ્રજાનો પલિસ્તી કોણ છે?”


મેં સિંહ અને રીંછ માર્યા છે અને જીવંત ઈશ્વરના સૈન્યને પડકારનાર એ પરપ્રજાના પલિસ્તીના હું એમના જેવા જ હાલ કરીશ.


Lean sinn:

Sanasan


Sanasan