Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 23:15 - પવિત્ર બાઇબલ C.L.

15 તેથી હું સેનાધિપતિ પ્રભુ તે સંદેશવાહકો વિષે આ પ્રમાણે કહું છું: હું તેમને કીરમાણીના કડવા છોડ ખવડાવીશ અને તેમને ઝેર પીવડાવીશ. કારણ, યરુશાલેમના સંદેશવાહકો દ્વારા જ આખા દેશમાં ભ્રષ્ટાચાર ફેલાયો છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

15 તે માટે પ્રબોધકો વિષે સૈન્યોના [ઈશ્વર] યહોવા કહે છે, “જુઓ, હું તેઓને નાગદમણ ખવડાવીશ, ને તેઓને ઝેર પાઈશ; કેમ કે યરુશાલેમના પ્રબોધકોથી આખા દેશમાં અધર્મ ફેલાઈ ગયો છે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

15 તેથી પ્રબોધકો વિષે સૈન્યોના યહોવાહ કહે છે કે; “જુઓ, હું તેઓને કડવી વેલ ખવડાવીશ અને ઝેર પાઈશ, કેમ કે યરુશાલેમના પ્રબોધકોથી આખા દેશમાં દુષ્ટતા ફેલાઈ રહી છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

15 તેથી સૈન્યોનો દેવ યહોવા કહે છે, “હું તેઓને કડવી વેલ ખવડાવીશ અને ઝેર પાઇશ કારણ કે તેઓને લીધે આ દેશ દુષ્ટતાથી ભરાઇ ગયો છે.”

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 23:15
12 Iomraidhean Croise  

તેમણે મારા ખોરાકમાં ઝેર ભેળવ્યું. મને તરસ લાગી ત્યારે તેમણે આસવનો સરકો પીવા આપ્યો.


તેથી પ્રભુ આ પ્રમાણે કહે છે, “જે સંદેશવાહકોને મેં મોકલ્યા નથી છતાં મારે નામે સંદેશ પ્રગટ કરે છે અને આ દેશમાં યુદ્ધ કે દુકાળ આવશે નહિ એવું કહ્યા કરે છે તેમને જ હું યુદ્ધનો અને દુકાળનો ભોગ બનાવી દઈશ.


લોકોએ કહ્યું, “આપણે શા માટે બેસી રહ્યા છીએ? ચાલો, આપણે એકત્ર થઈને કિલ્લેબંધ નગરોમાં જઈએ અને ત્યાં મોત વહોરી લઈએ. કારણ, આપણા ઈશ્વર પ્રભુએ આપણો નાશ નિશ્ર્વિત કર્યો છે. આપણે પ્રભુ વિરુદ્ધ પાપ કર્યું છે તેથી તેમણે આપણને ઝેર પીવા આપ્યું છે.


એને બદલે, તેઓ પોતાના દયના દુરાગ્રહને અનુસર્યા અને તેમના પૂર્વજોએ શીખવ્યા પ્રમાણે બઆલદેવની મૂર્તિઓની પૂજા કરી.”


તેથી સેનાધિપતિ પ્રભુ, ઇઝરાયલના ઈશ્વર આ પ્રમાણે કહે છે, “હું તેમને ખાવાને માટે કીરમાણીનો ઝેરી છોડવો અને પીવાને માટે ઝેર આપીશ.


તેમણે મને માત્ર નાગદમનીના છોડની કડવાશ જેવાં ઝેરી દુ:ખ દીધાં છે; એ જ મારાં આહારપાણી બન્યાં છે.


મારી વ્યથા અને મારી રઝળપાટના વિચારો કીરમાણીના છોડના કડવા ઝેર જેવા છે.


તેમણે મને શોકમાં ઘેરી લીધો અને દુ:ખની ભીંસમાં લીધો છે.


તે સમયે હું દેશમાંથી મૂર્તિઓનું નામનિશાન ભૂંસી નાખીશ, અને તે પછી કોઈ તેમનું સ્મરણ નહિ કરે. સંદેશવાહક હોવાનો દાવો કરનારાઓને હું મારી સંમુખથી દૂર કરીશ અને મૂર્તિપૂજાની ઇચ્છા દૂર કરીશ.


ત્યાં તેમણે તેમને બોળ મિશ્રિત દ્રાક્ષરસ પીવા આપ્યો. પણ ચાખ્યા પછી ઈસુએ તે પીવાની ના પાડી.


અહીં ઉપસ્થિત થયેલા લોકોમાંથી કોઈ પુરુષ કે સ્ત્રી, કોઈ કુટુંબ અથવા કુળના લોકો તમારા ઈશ્વર પ્રભુથી વિમુખ થઈને બીજી પ્રજાઓના દેવોની પૂજા કરવા લલચાઈ ન જાય એ વિષે ચોક્સાઈ રાખજો; તમારામાં કીરમાણીનો ક્તિલ અને ઝેરી છોડવો ઉગાડનાર જડ ન હોય એનો ખ્યાલ રાખજો.


તે તારાનું નામ તો “કડવાશ” છે. તેનાથી ત્રીજા ભાગનું પાણી કડવું થઈ ગયું અને તે કડવું પાણી પીવાથી ઘણાં મરી ગયાં.


Lean sinn:

Sanasan


Sanasan