યર્મિયા 23:12 - પવિત્ર બાઇબલ C.L.12 તેથી તેમનો માર્ગ તેમને અંધકારમય લપસણાં સ્થાનો તરફ લઈ જશે. તેમને ત્યાં હડસેલી દેવામાં આવશે અને તેમનું પતન થશે. કારણ, હું તેમના પર વિપત્તિ લાવીશ, અને તેમની સજાનો સમય આવી પહોંચ્યો છે. હું પ્રભુ આ બોલું છું. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)12 તેથી અંધકારમાં અને સરકણાં ઠેકાણાંમાં થઈને તેઓનો માર્ગ થશે; ત્યાં તેઓને હડસેલી મૂકવામાં આવશે, તેમાં તેઓ પડશે; કેમ કે તેઓ પર હું વિપત્તિ, એટલે તેઓના શાસનનું વર્ષ લાવીશ” એવું યહોવા કહે છે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201912 તેને લીધે તેઓના રસ્તાઓ અંધકારમય તથા લપસણા થઈ ગયા છે. તેઓને હડસેલી મૂકવામાં આવશે; અને તેઓ તેમાં પડશે. કેમ કે હું તેઓના પર વિપત્તિ એટલે શાસનનું વર્ષ લાવીશ એમ યહોવાહ કહે છે. Faic an caibideilપવિત્ર બાઈબલ12 તેને લીધે તેઓના રસ્તાઓ અંધકારમય તથા લપસણા થઇ ગયા છે. અંધકારમય જોખમી માર્ગ પર તેઓનો પીછો પકડવામાં આવશે અને તેઓ પછડાશે. કારણ કે હું તેમના પર વિપત્તિ લાવવાનો છું. જ્યારે તેઓનો સમય આવશે ત્યારે તેઓને તેમનાં સર્વ પાપોની સજા કરવામાં આવશે. Faic an caibideil |