Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 22:9 - પવિત્ર બાઇબલ C.L.

9 અને તેઓ જ ઉત્તર આપશે કે, “એ લોકોએ પોતાના પ્રભુ સાથેનો કરાર તજી દઈને અન્ય દેવોની સેવાપૂજા કરી તેને લીધે એવું થયું છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 ત્યારે તેઓ જવાબ આપશે કે, ‘તેઓએ પોતાના ઈશ્વર યહોવાનો કરાર તજી દીધો, ને અન્ય દેવોની આરાધના તથા સેવા કરી, તે કારણ માટે.’

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 ત્યારે તેઓ જવાબ આપશે કે, “તેઓએ પોતાના ઈશ્વર યહોવાહ સાથેના કરારનો ત્યાગ કર્યો છે. અને અન્ય દેવોની સેવાપૂજા કરી.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

9 ત્યારે પ્રત્યુત્તર મળશે, ‘કારણ કે એ લોકોએ પોતાના દેવ યહોવા સાથેના કરારને ફગાવી દઇ બીજા દેવોની પૂજા કરી.’”

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 22:9
16 Iomraidhean Croise  

આ બુલંદ મંદિર ખંડિયેર બની જશે અને તેની પાસે થઈને જનારા આશ્ર્વર્ય અને આઘાત અનુભવશે. તેઓ પૂછશે, ‘પ્રભુએ આ દેશની અને આ મંદિરની આવી દશા કેમ કરી?’


કારણ, તેમણે મારો ત્યાગ કર્યો છે અને બીજા દેવોની આગળ બલિનું દહન કર્યું છે અને મૂર્તિઓ ઘડીને મને કોપાયમાન કર્યો છે. તેથી આ સ્થાન પર મારો રોષ ભભૂકી ઊઠયો છે અને તે શમી જશે નહિ.


તેમણે મારો નકાર કર્યો છે અને અન્ય દેવોને બલિદાન આપ્યાં છે અને તેથી તેમનાં કાર્યોથી મારો રોષ ભભૂકી ઊઠયો છે. યરુશાલેમ વિરુદ્ધ મારો કોપ સળગી ઊઠયો છે, અને તે શમી જશે નહિ.


તેઓ તેમના પૂર્વજો જેમણે મારો સંદેશ સાંભળવાની ના પાડી તેમનાં પાપો તરફ વળ્યા છે, અને તેમણે અન્ય દેવોને અનુસરીને તેમની પૂજા કરી છે. ઇઝરાયલ અને યહૂદિયા એ બન્‍ને રાજ્યના લોકોએ તેમના પૂર્વજોની સાથે કરેલો મારો કરાર તોડયો છે.


તેમને કહે કે, ઇઝરાયલના ઈશ્વર પ્રભુ આ પ્રમાણે કહે છે:


ત્યારે તું તેમને કહેજે: પ્રભુ કહે છે, કે તમારા પૂર્વજો મને તરછોડીને અન્ય દેવોને અનુસર્યા, અને તેમણે તેમની સેવાપૂજા કરી. તેમણે મારો ત્યાગ કર્યો અને મારા નિયમશાસ્ત્રના શિક્ષણનું પાલન કર્યું નહિ.


અને તેથી પોતાનો વાડો પણ વીસરી ગયા છે. જેમને તેમનો ભેટો થઈ ગયો તેમણે તેમનો ભક્ષ કર્યો. તેમના શત્રુઓ કહે છે, ‘એમાં આપણે કશું ખોટું કરતાં નથી! કારણ, તેમણે પ્રભુ, જે તેમને માટે સાચા વાડા સમાન અને તેમના પૂર્વજોની આશા હતા, તેમની વિરુદ્ધ પાપ કર્યાં છે.


પ્રભુએ મને કહ્યું, “મારા આપેલા નિયમશાસ્ત્રનો લોકોએ ત્યાગ કર્યો તેથી આ બન્યું છે. તેમણે મારી વાણી સાંભળી નથી કે તે મુજબ આચરણ કર્યું નથી.


પરંતુ હું તેઓમાંથી થોડાકને તલવાર, દુકાળ ને રોગચાળામાંથી બચાવી લઇશ; જેથી જે પ્રજાઓમાં જઇને વસવાટ કરે ત્યાં તેઓ પોતાનાં ધિક્કારપાત્ર કૃત્યો કબૂલ કરે અને ત્યારે તેઓ જાણશે કે હું પ્રભુ છું.


કારણ, તેમનાં વર્તન અને આચરણ પરથી તમને સમજાશે કે મેં તેમને વિના કારણ સજા કરી નથી. હું પ્રભુ પરમેશ્વર પોતે એ કહું છું.”


વળી, બધી પ્રજાઓ જાણશે કે ઇઝરાયલીઓએ મારી વિરુદ્ધ પાપ કર્યાં હતાં માટે તેઓ દેશનિકાલ થયા હતા. તેઓ મને બેવફા નીવડયા તેથી હું તેમનાથી વિમુખ થયો હતો અને મેં તેમને તેમના શત્રુઓના હાથમાં સોંપી દીધા હતા અને તેઓ તલવારથી માર્યા ગયા હતા.


હું જ્યારે કોપમાં અને ક્રોધમાં તને ધાકધમકીથી સજા કરીશ ત્યારે આસપાસની પ્રજાઓ ભયથી કાંપશે; અને તેઓ તને મહેણાં મારશે, તું તેમને માટે ચેતવણીરૂપ બની જશે અને તેઓ તને જોઈને આશ્ર્વર્ય પામશે.


તે જોઈને પૃથ્વીની બધી પ્રજાઓ પૂછશે, ‘શા માટે પ્રભુએ તેમના દેશની આવી દુર્દશા કરી? તેમના ભારે અને ઉગ્ર કોપનું કારણ શું?’


Lean sinn:

Sanasan


Sanasan