Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 22:26 - પવિત્ર બાઇબલ C.L.

26 હું તને અને તને જન્મ આપનાર તારી માતાને બીજા દેશમાં દેશનિકાલ કરીશ. તમે બન્‍ને તે દેશમાં જન્મ્યા તો નહોતા પણ તમે ત્યાં જ મરશો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

26 જે દેશમાં તમારો જન્મ થયો નહોતો એવા પારકા દેશમાં હું તને તથા તને જન્મ આપનાર તારી માને પણ ફેંકી દઈશ; અને ત્યાં તમે મરી જશો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

26 જે દેશમાં તારો જન્મ થયો નહોતો એવા પારકા દેશમાં હું તને તથા તારી માતાને પણ ફેંકી દઈશ. અને ત્યાં તમે મૃત્યુ પામશો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

26 હું તને તથા તારી માતાને આ દેશમાંથી બહાર ફેંકી દઇશ. અને તમે પરદેશી ભૂમિમાં મૃત્યુ પામશો.

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 22:26
16 Iomraidhean Croise  

નબૂખાદનેસ્સાર યહોયાખીન, તેની માતા, તેની પત્નીઓ, તેના અમલદારો અને યહૂદિયાના અગ્રણીઓને યરુશાલેમમાંથી બંદીવાનો તરીકે બેબિલોન લઈ ગયો.


યહોયાખીન રાજા બન્યો ત્યારે તે અઢાર વર્ષનો હતો અને તેણે યરુશાલેમમાં રહીને ત્રણ માસ રાજ કર્યું. યરુશાલેમના એલનાથાનની પુત્રી નેહુશ્તા તેની માતા હતી.


યહૂદિયાના રાજા યહોયાખીનના દેશનિકાલના સાડત્રીસમા વર્ષના બારમા મહિનાના સતાવીસમા દિવસે બેબિલોનના રાજા એવીલ-મેરાદાખે તેના રાજ્યાભિષેકના વર્ષમાં યહોયાખીન પ્રત્યે સદ્ભાવ દાખવ્યો અને તેને કેદમાંથી મુક્ત કર્યો.


યહોયાખીનનાં કેદી તરીકેનાં વસ્ત્રો બદલાવી નાખવામાં આવ્યાં અને તે તેના બાકીના જીવનમાં રાજાની સાથે ભોજન લેતો.


તેને તેના જીવનનિર્વાહ માટે બેબિલોનના રાજા તરફથી નિયત કરેલું દૈનિક ભથ્થું જીવનભર આપવામાં આવ્યું; જે તેને તેના મૃત્યુના દિવસ સુધી મળતું રહ્યું.


તું ગમે તેટલો જબરો કેમ ન હોય પણ પ્રભુ તને પોતાની પકડમાં લેશે અને જોરથી ફેંકી દેશે.


ઓ દેશના રહેવાસીઓ, પ્રભુ તમને ગોફણના ગોળાની જેમ ફંગોળી દેશે. તમને કચડી નાખવામાં આવશે, અને તે તમને નીચોવીને નાખી દેશે. પ્રભુ આ પ્રમાણે કહે છે.


પ્રભુએ મને કહ્યું “રાજા તથા રાજમાતાને કહે કે, તમારા રાજ્યાસન પરથી ઊતરીને નીચે બેસો, કારણ, તમારા મસ્તક પરથી તમારા સુંદર રાજમુગટ પડી ગયા છે.


તેથી હું તમને આ દેશમાંથી તમારા પૂર્વજો કે તમે જાણતા નથી એવા દેશમાં હાંકી કાઢીશ. ત્યાં તમે રાતદિવસ અન્ય દેવોની પૂજા કર્યા કરજો! હું તમારા પર દયા દર્શાવીશ નહિ.”


તમે આ દેશમાં પાછા આવવા તડપશો પણ તમે કદી પાછા આવશો નહિ.”


એ ઉપરાંત યહૂદિયાના રાજા, યહોયાકીમના પુત્ર યહોયાખીનને તથા બેબિલોન દેશમાં દેશનિકાલ કરાયેલા યહૂદિયાના લોકોને પણ હું આ સ્થળે પાછા લાવીશ. કારણ, બેબિલોનના રાજાની સત્તારૂપી ઝૂંસરી હું ભાંગી નાખીશ. હું પ્રભુ એ કહું છું.”


યહૂદિયાના બાકી રહી ગયેલા લોકોમાંથી જેઓ ઇજિપ્ત દેશમાં વસવા માટે આવ્યા છે તેમનામાંથી કોઈ નાસી છૂટશે નહિ કે બચી શકશે નહિ. તેઓ યહૂદિયાના પ્રદેશમાં પાછા જઈને વસવા માટે અતિશય ઝૂરે છે, પણ તેઓ પાછા જઈ શકશે નહિ. તેઓમાંથી જેઓ ત્યાંથી નીકળી જાય એ સિવાય બીજું કોઈ પાછું જવા પામશે નહિ.”


Lean sinn:

Sanasan


Sanasan