Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 22:24 - પવિત્ર બાઇબલ C.L.

24 યહોયાકીમના પુત્ર યહૂદિયાના રાજા કોન્યાને પ્રભુએ પોતાના જીવના સમ ખાઈને કહ્યું કે, “તું મારા જમણા હાથ પરની મુદ્રિકા હોય, તો પણ હું તને ખેંચી કાઢીશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

24 યહોવા પોતાના જીવના સમ ખાઈને કહે છે, “જો યહૂદિયાનો રાજા, એટલે યહોયાકીમનો પુત્ર કોનિયા, મારા જમણા હાથ પરની મુદ્રિકા હોત, તોપણ [હે કોનિયા,] હું ત્યાંથી તને ઉતારી મૂકત!

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

24 આ યહોવાહ ની જાહેરાત છે “જેમ હું જીવતો છું” “જો યહૂદિયાના રાજા, યહોયાકીમનો દીકરો કોનિયા મારા જમણા હાથ પરની મુદ્રિકા હોત, તોપણ મેં તેને ત્યાંથી દૂર કર્યો હોત.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

24 જેમ સાચે જ હું જીવું છું, એવું યહોવા કહે છે, “જો યહૂદિયાના રાજા, યહોયાકીન રાજા યહોયાકીમના પુત્ર, જો તું મારા જમણા હાથ પરની વીંટી હોત, તો મેં તેને મારા હાથમાંથી દૂર કર્યો હોત.

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 22:24
16 Iomraidhean Croise  

યહોયાખીન રાજા તેમ જ તેની માતા, તેના પુત્રો, તેના દરબારીઓ, તેના રાજમહેલના અધિકારીઓ બેબિલોનના રાજાને શરણે ગયા. નબૂખાદનેસ્સારે પોતાના અમલના આઠમા વર્ષમાં યહોયાખીનને કેદ કરી લીધો.


નબૂખાદનેસ્સાર યહોયાખીન, તેની માતા, તેની પત્નીઓ, તેના અમલદારો અને યહૂદિયાના અગ્રણીઓને યરુશાલેમમાંથી બંદીવાનો તરીકે બેબિલોન લઈ ગયો.


યહોયાકીમને બે પુત્રો હતા: યખોન્યા અને સિદકિયા.


યહોયાખીન યહૂદિયાનો રાજા બન્યો ત્યારે તે અઢાર વર્ષનો હતો અને તેણે યરુશાલેમમાં ત્રણ માસ અને દસ દિવસ રાજ કર્યું. તેણે પણ પ્રભુની દૃષ્ટિએ ઘૃણાસ્પદ એવું આચરણ કર્યું.


બીજાં બધાં કરતાં કેવળ મને જ તારા હૃદય પર મુદ્રા તરીકે અને તારા હાથ પર વીંટી તરીકે બેસાડ. કારણ, પ્રીતિ મૃત્યુના જેટલી જ શક્તિશાળી છે અને તાલાવેલી મોત જેવી દઢ છે. તે જ્યોતરૂપે પ્રગટે છે અને ભડકે બળ્યા કરે છે.


જો, મેં તો તને મારી હથેલીમાં કોતરેલી છે! તારા કોટ પર મારી સતત ચાંપતી નજર છે.


પ્રભુએ મને કહ્યું “રાજા તથા રાજમાતાને કહે કે, તમારા રાજ્યાસન પરથી ઊતરીને નીચે બેસો, કારણ, તમારા મસ્તક પરથી તમારા સુંદર રાજમુગટ પડી ગયા છે.


મેં કહ્યું, “આ માણસ કોન્યા, માટીનું નકામું અને ભાંગેલું પાત્ર છે! તે અણગમતા પાત્ર જેવો છે! તો પછી તેને ફંગોળીને અજાણ્યા દેશમાં કેમ ફેંકી દેવામાં આવે છે?


યહૂદિયાના રાજાના મહેલ વિષે પ્રભુ આ પ્રમાણે કહે છે: “આ મહેલ મારે માટે ગિલ્યાદના વનપ્રદેશ જેવો અને લબાનોન પર્વતના શિખર જેવો ચડિયાતો છે. પણ હું શપથપૂર્વક કહું છું કે હું તેને વેરાન કરી દઈશ અને કોઈ તેમાં વસશે નહિ.


પ્રભુએ મને મંદિરની સામે મુક્યેલી અંજીરની બે ટોપલીઓ બતાવી. બેબિલોનનો રાજા નબૂખાદનેસ્સાર, યહોયાકીમના પુત્ર અને યહૂદિયાના રાજા યહોયાખીનને, તેના અધિકારીઓ, કારીગરો તથા લુહારો સહિત યરુશાલેમમાંથી કેદ કરીને બેબિલોન લઈ ગયો ત્યાર પછીની એ વાત છે.


એ ઉપરાંત યહૂદિયાના રાજા, યહોયાકીમના પુત્ર યહોયાખીનને તથા બેબિલોન દેશમાં દેશનિકાલ કરાયેલા યહૂદિયાના લોકોને પણ હું આ સ્થળે પાછા લાવીશ. કારણ, બેબિલોનના રાજાની સત્તારૂપી ઝૂંસરી હું ભાંગી નાખીશ. હું પ્રભુ એ કહું છું.”


બેબિલોનના રાજા નબૂખાદનેસ્સારે યહોયાકીમના પુત્ર કોન્યાને બદલે યોશિયાના પુત્ર સિદકિયાને રાજા બનાવ્યો અને તેણે યહૂદિયા પર રાજ કર્યું.


હે મારા સેવક ઝરુબ્બાબેલ, તે દિવસે હું તને મારે નામે રાજ્ય કરવા નીમીશ. મેં તને પસંદ કર્યો છે.” સર્વસમર્થ પ્રભુ એ બોલ્યા છે.


Lean sinn:

Sanasan


Sanasan