Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 22:18 - પવિત્ર બાઇબલ C.L.

18 તેથી યોશિયાના પુત્ર યહૂદિયાના રાજા યહોયાકીમ વિષે પ્રભુ કહે છે કે એ માણસની કેવી દુર્દશા થશે! કોઈ તેના મૃત્યુ માટે શોક કરશે નહિ. જેમ સ્નેહીજનો માટે ‘ઓ મારા ભાઈ’ ‘ઓ મારી બહેન’ એમ કહીને વિલાપ કરે છે તેમ તેને માટે કોઈ ‘ઓ મારા સ્વામી’, ‘ઓ મારા રાજા’ એવું કહી રડશે નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

18 તે માટે યહૂદિયાના રાજા યોશિયાના પુત્ર યહોયાકીમ વિષે યહોવા કહે છે, “તેને માટે, ‘ઓ મારા ભાઈ!’ અથવા ‘ઓ [મારી] બહેન!’ એવું બોલીને લોક રડાપીટ કરશે નહિ. અને ‘ઓ [મારા] સ્વામી!’ અથવા, ‘અરે તેની કેવી જાહોજલાલી!’ એવું બોલીને તેઓ તેને માટે રડાપીટ કરશે નહિ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

18 તે માટે યહૂદિયાના રાજા યોશિયાના દીકરા યહોયાકીમ વિષે યહોવાહ કહે છે કે; તેને સારુ “ઓ, મારા ભાઈ!” અથવા “ઓ, મારી બહેન!” એવું બોલીને વિલાપ કરશે નહિ. અથવા “ઓ, મારા માલિક!” અને “ઓ, મારા રાજા!” એમ કહીને કોઈ તેને માટે વિલાપ કરશે નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

18 તે માટે યહૂદિયાના રાજા યોશિયાના પુત્ર યહોયાકીમ વિષે યહોવા કહે છે કે, “તે મૃત્યુ પામશે ત્યારે તેનું કુટુંબ તેને માટે શોક કરશે નહિ, ઓ મારા ભાઇ! અથવા ઓ મારી બહેન! એવું બોલીને રડશે નહિ. તેની પ્રજા પણ તેના મૃત્યુની નોંધ લેશે નહિ. ‘મારા માલિક! મારા રાજા!’ એમ કહીને કોઇ રડશે નહિ.

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 22:18
17 Iomraidhean Croise  

ઓ યોનાથાન, મારા ભાઈ, તારે લીધે મને અત્યંત વેદના થાય છે. તું મને કેટલો પ્રિય હતો. મારા પ્રત્યેનો તારો પ્રેમ કેવો અદ્‍ભુત હતો; સ્ત્રીઓના પ્રેમ કરતાં પણ તે વિશેષ હતો.


તેણે તેને પોતાના કુટુંબની કબરમાં દફનાવ્યો અને તેણે તથા તેના પુત્રોેએ “મારા ભાઈ, ઓ મારા ભાઈ!” એમ કહેતાં તેનો શોક પાળ્યો.


યહોયાકીમ યહૂદિયાનો રાજા બન્યો ત્યારે તે પચ્ચીસ વર્ષનો હતો, તેણે યરુશાલેમમાં રહીને અગિયાર વર્ષ રાજ કર્યું. રૂમા નગરના પેદીદાની પુત્રી ઝબિદા તેની માતા હતી.


તેણે મંદિરમાંથી અશેરા દેવીની પ્રતિમા કઢાવી નાખી અને તેને યરુશાલેમ બહાર કિદ્રોન ખીણમાં બાળી નાખી. તેની રાખને ધૂળમાં મેળવી દઈને તેને જાહેર કબ્રસ્તાનમાં વેરી નાખી.


યહોયાકીમ મરણ પામ્યો અને તેની જગ્યાએ તેના પછી તેનો પુત્ર યહોયાખીન રાજા બન્યો.


યર્મિયા સંદેશવાહકે યોશિયા રાજા માટે વિલાપગીત રચ્યું. તેના શોકમાં સ્ત્રી કે પુરુષ ગાયકોમાં આ ગીત ગાવાનો ઇઝરાયલમાં રિવાજ બની ગયો છે. વિલાપના ગીતસંગ્રહમાં એ ગીત છે.


યહોયાકીમ યહૂદિયાનો રાજા બન્યો ત્યારે તે પચીસ વર્ષનો હતો અને તેણે યરુશાલેમમાં અગિયાર વર્ષ રાજ કર્યું. તેણે પોતાના ઈશ્વર પ્રભુની દૃષ્ટિએ ઘૃણાસ્પદ એવું આચરણ કર્યું.


“તેઓ જીવલેણ રોગથી મૃત્યુ પામશે. તેમને માટે કોઈ શોક કરશે નહિ કે તેમનું દફન થશે નહિ, પણ તેમનાં શબ જમીન પર ખાતરની જેમ પથરાયાં હશે. તેઓ યુદ્ધથી અને દુકાળથી મરશે અને તેમનાં શબ ગીધડાં અને જંગલી પશુઓનો ભક્ષ બનશે.”


આ દેશમાં ગરીબતવંગર બધાં મૃત્યુ પામશે. તેમનાં શબ દફનાવાશે નહિ; તેમને માટે કોઈ શોક કરશે નહિ અથવા શોકમાં કોઈ પોતાને ઘાયલ કરશે નહિ કે માથું મુંડાવશે નહિ.


પ્રભુએ મને દાવિદના રાજવંશ એટલે યહૂદિયાના રાજ્યર્ક્તાઓ માટે આ સંદેશ પ્રગટ કરવાનું કહ્યું:


હે યહૂદિયાના લોકો, યોશિયાના મૃત્યુ માટે વિલાપ કરશો નહિ, અને તેને માટે શોક કરશો નહિ; પણ બંદી તરીકે જનાર રાજા માટે હૈયાફાટ રુદન કરશે, કારણ, તે કદી પાછો આવવાનો નથી અને ફરી વતન જોવા પામશે નહિ.


તેને જે દેશમાં દેશનિકાલ કરવામાં આવ્યો છે ત્યાં જ તે મૃત્યુ પામશે અને તે ફરી આ દેશ જોવા પામશે નહિ.”


પણ તું શાંતિમાં મૃત્યુ પામશે. તારી પહેલાં થઈ ગયેલા રાજાઓ એટલે તારા પૂર્વજોની અંતિમવિધિ સમયે લોકોએ ધૂપ બાળ્યો હતો તે જ પ્રમાણે તેઓ તારા મૃત્યુ પ્રસંગે પણ ધૂપ બાળશે અને શોકગીત ગાશે, ‘હાય રે હાય, અમારા રાજા’. સાચે જ એ તને મારું વચન છે. હું પ્રભુ પોતે કહું છું.”


તેથી તેને વિષે હું પ્રભુ પોતે કહું છું કે, દાવિદની રાજગાદી પર તેનો કોઈ વંશજ રાજ કરશે નહિ. તેનું શબ દિવસે ગરમીમાં અને રાત્રે ઠંડીમાં બહાર ફેંક્યેલું પડી રહેશે.


Lean sinn:

Sanasan


Sanasan