Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 22:14 - પવિત્ર બાઇબલ C.L.

14 તે કહે છે, ‘હું મારે માટે ભવ્ય મહેલ બાંધીશ. તેમાં ઉપલે માળે ઉજાસવાળા મોટા મોટા ઓરડા હશે.’ તેથી તે મોટી મોટી બારીઓ મૂકાવે છે, અને તેની છત પર ગંધતરુના ક્ષ્ટનાં પાટિયાં જડે છે અને તેને સિંદુરના ચળક્તા લાલ રંગથી રંગાવે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

14 તે કહે છે, ‘હું મારે માટે વિશાળ મકાન તથા મોટી મેડીઓ બાંધીશ, ’ ને તે પોતાને માટે [તેમાં] બારીઓ મૂકે છે; અને તેની છત પર એરેજકાષ્ટનાં પાટિયાં જડે છે, ને તેના પર હિંગળોક ચોપડે છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

14 તે કહે છે, હું મારા માટે વિશાળ મકાન તથા મોટી મેડીઓ બાંધીશ, પછી તે તેમાં પોતાને સારુ બારીઓ મૂકે છે. અને તેની છત પર દેવદાર વૃક્ષનાં પાટિયાં જડે છે. અને તેને લાલ રંગ લગાડે છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

14 “તે કહે છે, ‘હું મારા માટે જેમાં વિશાળ ઉપરી ઓરડાઓ હોય તેવો એક ભવ્ય મહેલ બંધાવીશ,’ પછી તેમાં બારીઓ મૂકાવીશ, સુગંધીદાર એરેજકાષ્ટથી તેને મઢાવીશ તથા મનમોહક કિરમજી રંગથી તેને રંગાવીશ.”

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 22:14
13 Iomraidhean Croise  

પછી રાજાએ ઈશ્વરના સંદેશવાહક નાથાનને પૂછયું, “હું અહીં ગંધતરુના લાકડાંમાંથી બનાવેલા નિવાસસ્થાનમાં રહું છું. પણ ઈશ્વરની કરારપેટી તંબૂમાં રાખવામાં આવે છે.”


તેણે મુખ્યખંડની અંદરની દીવાલોને દેવદારનાં પાટિયાં લગાવી તેને ચોખ્ખા સોનાથી મઢી અને તે પર ખજૂરી તેમ જ સાંકળીની ભાત કોતરાવી.


અપરાધને ચાહનાર કજિયા નોતરે છે, અને પોતાના વૈભવનું પ્રદર્શન કરનાર વિનાશ વહોરે છે.


પ્રથમ તારાં ખેતર તૈયાર કર, અને તું આજીવિકા રળી શકીશ કે નહિ તેની ખાતરી કર; તે પછી જ તારું ઘર બાંધ.


ગંધતરુઓ આપણા ગૃહના ટેકણ-સ્થંભ થશે, અને દેવદારનાં વૃક્ષો તેની છત બનશે.


એફ્રાઈમના તેમ જ સમરૂનના સર્વ રહેવાસીઓને એની ખબર પડશે. એ લોકો તો પોતાના અભિમાન અને તુમાખીમાં કહે છે કે,


તેણે ભીંત પર સિંદૂરથી ચીતરેલાં ખાલદીઓનાં ચિત્રો જોયાં


તે વખતે તે બોલ્યો, “બેબિલોન કેવું મહાન છે! મારી સત્તા અને સામર્થ્ય તેમ જ મારું ગૌરવ તથા પ્રતાપ પ્રગટ કરવા મેં એને મારા પાટનગર તરીકે બાંધ્યું છે.”


સર્વસમર્થ ઈશ્વર પ્રભુએ આવી ગંભીર ચેતવણી આપી છે: હું ઇઝરાયલના લોકોના અહંકારને ધિક્કારું છું અને તેમના મહેલોનો તિરસ્કાર કરું છું. હું તેમની રાજધાની અને તેમાંનું સર્વસ્વ શત્રુના હાથમાં સોંપી દઈશ.


“તો પછી હે મારી પ્રજા, મારું મંદિર ખંડિયેર અવસ્થામાં પડયું છે ત્યારે તમારે તમારાં સુશોભિત મકાનોમાં રહેવાનો આ સમય છે?


જો એસાવના વંશજો એટલે કે અદોમીઓ આમ કહે કે, “અમારાં નગરોનો નાશ કરવામાં આવ્યો છે, પણ અમે તેમને ફરીથી બાંધીશું,” તો પ્રભુ તેમને જવાબ આપશે, “તેમને બાંધવા દો, હું તેમને ફરીથી તોડી પાડીશ. લોકો તેમને ‘દુષ્ટ દેશ’ ‘પ્રભુ જેના પર સદાય કોપાયમાન છે એવી પ્રજા’ કહીને સંબોધશે.”


Lean sinn:

Sanasan


Sanasan