Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 22:13 - પવિત્ર બાઇબલ C.L.

13 અન્યાયથી પોતાનું ઘર બાંધનાર, અને અપ્રામાણિક્તાથી મેળવેલા નાણાં વડે તેના પર માળ પર માળ લેનાર, તથા પોતાના જાતભાઈ પાસે મજૂરી કરાવી, તેને વેતન ન આપનારની કેવી દુર્દશા થશે!

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

13 “જે માણસ પોતાનું ઘર અન્યાયથી તથા પોતાની મેડીઓ અનીતિથી બાંધે છે, જે પોતાના પડોશીની પાસે વેઠ કરાવે છે, ને તેની મજૂરી તેને આપતો નતી, તે માણસને હાય હાય!

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

13 જે માણસ પોતાનું ઘર અન્યાયથી તથા પોતાની મેડીઓ અનીતિથી બાંધે છે; જે પોતાના પડોશી પાસે કામ કરાવે છે. અને તેની મજૂરી તેને આપતો નથી. તે માણસને અફસોસ!

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

13 “યહોયાકીમ રાજા તારી પર શરમ છે, કારણ કે તેં પ્રામાણિકતાથી અને અન્યાયથી લોકો પર દબાણ મુક્યું છે, કે તારી માટે તેઓ સખત કામ કરે અને જેની ઉપરની તરફ ઓરડા હોય તેવો મહેલ બનાવે. તેં જ તારા સાથી માણસોને તેમને તેમનો પગાર આપ્યા વગર કામ કરવા માટે દબાણ કર્યુ હતું.

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 22:13
16 Iomraidhean Croise  

નખોએ યહોઆહાઝના ભાઈ એલિયાકીમને યહૂદિયાનો રાજા બનાવ્યો અને તેનું નામ બદલીને યહોયાકીમ રાખ્યું. નખો યહોઆહાઝને ઇજિપ્ત લઈ ગયો.


યહોયાકીમ યહૂદિયાનો રાજા બન્યો ત્યારે તે પચીસ વર્ષનો હતો અને તેણે યરુશાલેમમાં અગિયાર વર્ષ રાજ કર્યું. તેણે પોતાના ઈશ્વર પ્રભુની દૃષ્ટિએ ઘૃણાસ્પદ એવું આચરણ કર્યું.


જો તેની ઊપજ વળતર આપ્યા વગર ખાધી હોય, અને ભાગે ખેતી કરનારાઓને ભૂખે મરવા દીધા હોય;


તમારી કેવી દુર્દશા થશે! તમે ઘર પર ઘર વધાર્યા કરો છે અને ખેતર પર ખેતર વિસ્તારો છો, એટલે સુધી કે દેશમાં માત્ર તમે એકલા જ રહો છો અને બીજા કોઈ માટે જગ્યા મળતી નથી.


અન્યાયથી ધન પ્રાપ્ત કરનાર પોતે નહિ મૂકેલ ઈંડાં સેવનાર કોયલ સમાન છે. બચ્ચાં મોટા થઈને ખોટી માને તજી દે તેમ જીવનની અધવચમાં જ તેનું ધન ચાલ્યું જશે, અને લોકોની દષ્ટિમાં તે આખરે મૂર્ખ ગણાશે!


તેથી યોશિયાના પુત્ર યહૂદિયાના રાજા યહોયાકીમ વિષે પ્રભુ કહે છે કે એ માણસની કેવી દુર્દશા થશે! કોઈ તેના મૃત્યુ માટે શોક કરશે નહિ. જેમ સ્નેહીજનો માટે ‘ઓ મારા ભાઈ’ ‘ઓ મારી બહેન’ એમ કહીને વિલાપ કરે છે તેમ તેને માટે કોઈ ‘ઓ મારા સ્વામી’, ‘ઓ મારા રાજા’ એવું કહી રડશે નહિ.


“કોઈનું શોષણ કરવું નહિ કે તેને લૂંટી લેવો નહિ. મજૂરની મજૂરી એક રાત સુધી પણ બાકી રાખવી નહિ.


ઈશ્વરના શહેર યરુશાલેમને તમે રક્તપાત અને અન્યાયના પાયા પર બાંધો છો.


તમારું આવી બન્યું છે! તમે રક્તપાતથી નગરનો પાયો નાખ્યો છે અને અન્યાયથી તેને બાંધ્યું છે.


સર્વસમર્થ પ્રભુ કહે છે, “હું તમારી મધ્યે ન્યાયાધીશ તરીકે પ્રગટ થઈશ. તે વખતે જાદુક્રિયા કરનારા, વ્યભિચારીઓ, જુઠ્ઠી સાક્ષી પૂરનારા, પોતાના નોકરિયાતોને તેમના વેતનમાં છેતરનારા, વિધવાઓ, અનાથો અને પરદેશીઓનો ગેરલાભ ઉઠાવનારા, હા, જેઓ મારું સન્માન રાખતા નથી તેઓ સર્વ વિરુદ્ધ હું તરત જ સાક્ષી પૂરીશ.


જ્યારે તમે એવાંને તમારી પાસેથી છૂટા કરો ત્યારે તમારે તેમને ખાલી હાથે મોકલવાં નહિ.


તમારા ખેતરોમાંના મજૂરોને હજી સુધી તમે વેતન આપ્યું નથી. તેમની ફરિયાદો સાંભળો! તમારા ખેતમજૂરોની બૂમ સર્વસમર્થ ઈશ્વર પ્રભુને કાને પહોંચી છે.


Lean sinn:

Sanasan


Sanasan