Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 21:9 - પવિત્ર બાઇબલ C.L.

9 આ નગરમાં રહેનારા યુદ્ધ, દુકાળ કે રોગચાળાથી માર્યા જશે; પરંતુ આ નગરને ઘેરો ઘાલી રહેલા બેબિલોનના લશ્કરને શરણે જનાર જાણે લૂંટ મળી હોય તેમ પોતાનો જીવ બચાવશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 જે આ નગરમાં રહે છે, તે તરવારથી, દુકાળથી તથા મરકીથી મરશે; પણ જે તમને ઘેરો નાખનારા ખાલદીઓને શરણે જશે, તે જીવતો રહેશે, ને તેનો જીવ તે લૂંટ તરીકે ગણશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 જે કોઈ આ શહેરમાં રહેશે તે તલવારથી, દુકાળથી તથા મરકીથી મૃત્યુ પામશે, પણ જે કોઈ તેમને ઘેરો ઘાલનાર ખાલદીઓને શરણે જશે તે જીવતો રહેશે. અને તેનો જીવ તે લૂંટ તરીકે ગણશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

9 જે કોઇ આ શહેરમાં રહેશે તે યુદ્ધથી, દુકાળથી કે રોગથી મૃત્યુ પામશે, પણ જે કોઇ તમને ઘેરો ઘાલીને પડેલી બાબિલની સૈનાને શરણે જશે તે બચવા પામશે, કઇં નહિ તો યે તે જીવતો તો રહેશે જ.

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 21:9
12 Iomraidhean Croise  

તેઓ ઉપવાસ કરે તો પણ હું તેમની વિનંતીઓ સાંભળીશ નહિ, તેઓ દહનબલિ અને ધાન્ય અર્પણ ચડાવે તો હું તે સ્વીકારીશ નહિ. એથી ઊલટું, હું યુદ્ધ, દુકાળ અને રોગચાળાથી તેમનો અંત આણીશ.”


વળી, હું પ્રભુ જ આ કહું છું કે તે પછી હું તને સિદકિયાને, અધિકારીઓને તથા રોગ, યુદ્ધ કે દુકાળમાંથી બચી ગયેલા બાકીના લોકોને નબૂખાદનેસ્સાર રાજાના હવાલામાં સોંપી દઈશ અને તમને મારી નાખવાનો લાગ શોધનારા તમારા શત્રુઓના હાથમાં સોંપી દઈશ. તે કોઈપણ જાતની દયા, દરગુજર કે કરુણા રાખ્યા વગર બધાનો સંહાર કરશે.”


હું તેમના પર યુદ્ધ, દુકાળ, અને રોગચાળો મોકલીશ. જેથી મેં તેમને તથા તેમના પૂર્વજોને જે દેશ આપ્યો છે તેમાંથી તેઓ નાબૂદ થઈ જશે.”


પણ જે દેશ બેબિલોનના રાજાની ઝૂંસરી પોતાની ગરદન પર મૂકવા દેશે અને તેને આધીન થશે તેને હું તેના વતનમાં રહેવા દઈશ. દેશના એવા લોકો ખેતી કરશે અને ત્યાં વસવાટ કરશે. હું પ્રભુ આ બોલું છું.


યહૂદિયાના રાજા સિદકિયાને પણ આ જ વાત મેં કહી; ‘બેબિલોનના રાજાની ઝૂંસરી નીચે તારી ગરદન ધર અને તેની તથા તેની પ્રજાની સેવા કર, તો તમે જીવતા રહેશો.


બેબિલોનના રાજાની સેવા કરવાનું ના પાડનાર પ્રજા વિષે પ્રભુએ આપેલી ચેતવણી પ્રમાણે તારે અને તારી પ્રજાએ યુદ્ધ, દુકાળ અને રોગચાળાથી શા માટે મરવું જોઈએ?


હું તને ઉગારી લઈશ; તું યુદ્ધમાં મૃત્યુ પામીશ નહિ, પણ જાણે યુદ્ધમાં લૂંટ મળી હોય તેમ તારો જીવ બચી જશે. કારણ, તેં મારા પર ભરોસો રાખ્યો છે. હું પ્રભુ આ બોલું છું.”


અને તું? આવા સમયે શું તું તારે પોતાને માટે કોઈ ખાસ આકાંક્ષા રાખે છે? કોઈ અભિલાષા રાખીશ નહિ! કારણ, હું સમગ્ર માનવજાત પર આફત લાવીશ. પણ તું જ્યાં કંઈ જઈશ ત્યાં હું તારો જીવ બચાવીશ; તારે માટે એ જ મોટી વાત છે, અને એને તું યુદ્ધમાં મળેલી લૂંટ તૂલ્ય ગણજે.”


તારી ત્રીજા ભાગની વસતી તારામાં જ મહામારી અને ભૂખમરાથી મરી જશે. તારા ત્રીજા ભાગના લોકોનો શત્રુની તલવારથી સંહાર થશે અને ત્રીજા ભાગના લોકોને હું ચારે દિશામાં વિખેરી નાખીશ અને તેમની પાછળ ઉઘાડી તલવારે તેમનો પીછો કરીશ.


Lean sinn:

Sanasan


Sanasan