યર્મિયા 21:2 - પવિત્ર બાઇબલ C.L.2 “તમે અમારે માટે પ્રભુને પૂછી જુઓ; કારણ, બેબિલોન દેશના રાજા નબૂખાદનેસ્સારે અમારા પર આક્રમણ કર્યું છે. કદાચ પ્રભુ અમારે માટે કોઈ અજાયબ કાર્ય કરે કે જેથી નબૂખાદનેસ્સારને પાછા જવું પડે” એ પ્રસંગે પ્રભુ તરફથી યર્મિયાને સંદેશો મળ્યો. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)2 “કૃપા કરીને તું અમારી તરફથી યહોવાને પૂછ; કેમ કે બાબિલનો રાજા નબૂખાદનેસ્સાર અમારી સાથે યુદ્ધ કરે છે. કદાચ યહોવા પોતાનાં સર્વ અદભુત કૃત્યો પ્રમાણે અમારી સાથે એવી રીતે વર્તશે કે તે રાજા પાછો જાય.” તે પ્રસંગે યહોવા તરફથી જે વચન યર્મિયા પાસે આવ્યું તે આ. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20192 “કૃપા કરીને તું યહોવાહને અમારી તરફથી પૂછ, કેમ કે બાબિલનો રાજા નબૂખાદનેસ્સાર અમારી સામે યુદ્ધ કરે છે કદાચ યહોવાહ પોતાનાં સર્વ અદ્દ્ભુત કૃત્યો પ્રમાણે અમારી સાથે એવી રીતે વર્તશે કે જેથી તે રાજાને પાછા જવું પડે.” Faic an caibideilપવિત્ર બાઈબલ2 “બાબિલનો રાજા નબૂખાદનેસ્સાર અમારી સામે યુદ્ધે ચઢયો છે માટે તમે અમારા તરફથી યહોવાને અરજ કરો, કદાચ તે અમારે ખાતર કોઇ ચમત્કાર કરે, જેથી નબૂખાદનેસ્સારને પાછા જવું પડે.” Faic an caibideil |
શમુએલે શાઉલને કહ્યું, “તેં શા માટે મને અહીં બોલાવીને પરેશાન કર્યો છે? તેં શા માટે મને પાછો બોલાવ્યો છે?” શાઉલે જવાબ આપ્યો, “હું મોટી મુશ્કેલીમાં આવી પડયો છું. પલિસ્તીઓ મારી સામે લડવાને તૈયાર થયા છે અને ઈશ્વરે મને તજી દીધો છે. સ્વપ્નો કે સંદેશવાહકો મારફતે હવે તે મને જવાબ આપતા નથી. તેથી મારે શું કરવું તે પૂછવા મેં તમને બોલાવ્યા છે.”