Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 20:5 - પવિત્ર બાઇબલ C.L.

5 આ નગરની બધી સંપત્તિ, તેનો બધો માલસામાન, કીમતી વસ્તુઓ, યહૂદિયાના રાજાઓના ખજાના સહિત હું તેમના શત્રુઓને સોંપી દઈશ. તેઓ એ બધું લૂંટીને બેબિલોન લઈ જશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 વળી હું આ નગરનું સર્વ દ્રવ્ય, તેની સર્વ પેદાશ, ને તેના સર્વ મૂલ્યવાન પદાર્થ, અને યહૂદિયાના રાજાઓનો સર્વ ધનસંગ્રહ તેઓના શત્રુઓના હાથમાં સોંપીશ; ને તેઓ તેને લૂંટશે, ને તેઓને પકડીને બાબિલમાં લઈ જશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 હું આ નગરની સર્વ સંપત્તિ, તેની સર્વ પેદાશ અને તેની સર્વ કિંમતી વસ્તુઓ અને યહૂદિયાના રાજાઓનો બધો ખજાનો તેઓના શત્રુઓને સોંપી દઈશ, તેઓ તેને લૂંટશે. અને તેઓને પકડીને બાબિલ લઈ જશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

5 આ શહેરની સર્વ સંપત્તિ, એના બધા ભંડારો અને કિમતી વસ્તુઓ, યહૂદિયાના રાજાનો બધો ખજાનો હું તેમના શત્રુઓને સોંપી દઇશ, શત્રુઓ લૂંટમાર કરીને એનો કબજો લેશે અને બાબિલ લઇ જવામાં આવશે.

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 20:5
24 Iomraidhean Croise  

વસંતસંપાતને સમયે નબૂખાદનેસ્સાર રાજા યહોયાખીનને કેદ કરી બેબિલોન લઈ ગયો અને પ્રભુના મંદિરનો કીમતી ખજાનો પણ ઉપાડી ગયો. પછી નબૂખાદનેસ્સારે યહોયાખીનના ક્ક્ સિદકિયાને યહૂદિયા અને યરુશાલેમનો રાજા બનાવ્યો.


‘એવા દિવસો આવશે જ્યારે તારા મહેલમાંનું સર્વસ્વ અને આજપર્યંત તારા પૂર્વજોએ સંગ્રહ કરેલું બધું લૂંટીને બેબિલોન લઈ જવાશે; કશું જ રહેવા દેવાશે નહિ.


વેરાનપ્રદેશના ઉચ્ચપ્રદેશમાં થઈને વિનાશકો ચઢી આવ્યા છે. સમગ્ર દેશનો નાશ કરવા મેં યુદ્ધ લાદયું છે અને કોઈ કહેતાં કોઈને શાંતિ નથી.


પ્રભુએ મને કહ્યું, “સમગ્ર દેશમાં કરાતાં પાપોને કારણે મારા લોકની સંપત્તિ અને ધન લૂંટવા હું શત્રુઓને મોકલીશ.


તોે અમારા પૂર્વજોએ જેમને માટે પરિશ્રમ કર્યો હતો એટલે તેમનાં ઘેટાંબકરાં અને તેમનાં ઢોરઢાંક અરે, તેમના પુત્રો અને પુત્રીઓ એ સૌ આ લજ્જાસ્પદ બઆલની પૂજામાં ગુમાવી દીધાં છે એ અમારા યૌવનકાળથી જોતા આવ્યા છીએ.


પ્રભુએ કહ્યું, “જો બેબિલોનના લશ્કરે યરુશાલેમ નગરને જીતી લેવા માટે મોરચા ઊભા કર્યા છે; ખાલદીઓએ તે પર રહીને હલ્લો ચલાવ્યો છે અને યુદ્ધ, દુકાળ અને રોગચાળાને લીધે નગર તેમના હાથમાં પડયું છે. તારો સંદેશ સાચો પડયો છે અને તે તું તારી નજરે જુએ છે.”


સિદકિયા રાજાના અગિયારમા વર્ષના ચોથા મહિનાના નવમા દિવસે નગરના કોટમાં ગાબડું પાડવામાં આવ્યું.


તે દરમ્યાન બેબિલોનના લશ્કરે રાજમહેલ અને લોકોનાં ઘર બાળી નાખીને ભસ્મીભૂત કર્યાં અને યરુશાલેમનો કોટ તોડી પાડયો.


આપત્તિ પર આપત્તિ આવી પડે છે. આખો દેશ તારાજ થઈ ગયો છે. મારા લોકના તંબુઓ એકાએક પાડી નંખાયા છે; તેમના પડદા એકપળમાં ફાડી નંખાયા છે.


તેના દુશ્મનોએ તેના બધા ખજાના લૂંટી લીધા છે. મંદિરમાં જ્યાં પ્રભુએ બિનયહૂદીઓને પ્રવેશની મના ફરમાવી હતી, ત્યાં તે તેમને જતા જુએ છે.


નિર્જન ખંડિયેર બની ગયેલું યરુશાલેમ પોતાના પ્રાચીન વૈભવને સંભારે છે. શત્રુઓએ સિયોનનો વિનાશ કર્યો ત્યારે તેની મદદ કરનાર કોઈ નહોતું. તેના પતનને લીધે તેના વિજેતાઓ તેની હાંસી ઉડાવે છે.


દુશ્મનો ચઢાઈ કરીને યરુશાલેમના દરવાજાઓમાં પ્રવેશ કરશે એવું પરદેશી પ્રજાઓના રાજાઓ કે બીજા કોઈએ પણ માન્યું નહોતું.


તમારા રાજપુરુષો કાવતરાંખોર છે. તેઓ તો શિકારને ફાડી ખાતી વખતે ગર્જના કરતા સિંહો જેવા છે. તેઓ માણસોને ફાડી ખાય છે. તેમની સંપત્તિ અને મૂલ્યવાન જરઝવેરાત લૂંટી લે છે અને ખૂનરેજી ચલાવી નગરમાં અનેક સ્ત્રીઓને વિધવા બનાવે છે.


પ્રભુએ યહોયાકીમને અને મંદિરનાં કેટલાંક પાત્રોને તેના હાથમાં સોંપી દીધાં. તે પોતાની સાથે કેટલાક કેદીઓને બેબિલોનમાંના પોતાના દેવોના મંદિરમાં લઈ ગયો અને લૂંટેલાં પાત્રો એ મંદિરના ભંડારમાં મૂક્યાં.


પોતાના ભાઈઓમાં એફ્રાઈમ ફળદ્રુપ થાય તો પણ હું રણપ્રદેશમાંથી પૂર્વનો ગરમ પવન મોકલીશ અને તે તેનાં સઘળાં ઝરણાં અને જળાશય સૂકવી નાખશે. તે સર્વ મૂલ્યવાન બાબતો ઘસડી જશે.


Lean sinn:

Sanasan


Sanasan