Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 20:3 - પવિત્ર બાઇબલ C.L.

3 પણ બીજે દિવસે સવારે પાશહૂરે યર્મિયાને હેડમાંથી છૂટો કર્યો ત્યારે યર્મિયાએ તેને કહ્યું, “પ્રભુએ તારું નામ પાશહૂર નહિ, પણ ‘માગોર-મિસ્સાબીબ’ (ચોમેર આતંક) પાડયું છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 બીજે દીવસે પાશહૂરે યર્મિયાને હેડમાંથી કાઢયો, ત્યારે યર્મિયાએ તેને કહ્યું, “યહોવાએ તારું નામ પાશહૂર નહિ, પણ માગોર-મિસ્સાબીબ (દરેક બાજુએ-ભય) એવું પાડયું છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 બીજા દિવસે પાશહૂરે યર્મિયાને હેડમાંથી છૂટો કર્યો ત્યારે યર્મિયાએ તેને કહ્યું, “યહોવાહે તારું નામ પાશહૂર નહિ, પણ માગોર-મિસ્સાબીબ એટલે સર્વત્ર ભય એવું પાડ્યું છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

3 બીજા દિવસે સવારે પાશહૂરે યર્મિયાને હેડમાંથી છૂટો કર્યો ત્યારે યર્મિયાએ તેને કહ્યું, “યહોવા તને પાશહૂર નહિ કહે, ‘પણ માગોર-મિસ્સાબીબ (સર્વત્ર ત્રાસ) કહેશે.

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 20:3
18 Iomraidhean Croise  

વળી, ઈશ્વરે અબ્રાહામને કહ્યું, “તું હવે તારી પત્નીને ‘સારાય’ નામથી સંબોધીશ નહિ, પણ તેનું નામ ‘સારા’ રાખ.


ત્યારે તેણે કહ્યું, “હવે તારું નામ યાકોબ નહિ, પણ ઇઝરાયલ (ઈશ્વર સાથે જંગ ખેલનાર) કહેવાશે. કારણ, ઈશ્વરની તથા માણસોની સાથે યુદ્ધ કરીને તું જીત્યો છે.”


મને મારા ઘણા શત્રુની ગુસપુસ સંભળાય છે. મારી ચારે બાજુએ આંતક છે. તેઓ સાથે મળીને મારી વિરુદ્ધ કાવતરું ઘડે છે, અને મારો જીવ લેવા પ્રપંચ કરે છે.


પછી મેં સંદેશવાહિકા સાથે સમાગમ કર્યો, એટલે તે ગર્ભવતી થઈ અને તેને પુત્ર જન્મ્યો. ત્યારે પ્રભુએ મને કહ્યું. “તેનું નામ ‘માહેર-શાલાલ-હાશ-બાઝ’ પાડ.


ઠીકરાંના દરવાજે થઈને હિન્‍નોમની ખીણે જા, અને હું તને જે સંદેશ આપું તે ત્યાં પ્રગટ કરજે.


તેથી હું પ્રભુ કહું છું કે એવો સમય આવશે. જ્યારે આ સ્થળ ‘તોફેથ’ કે ‘હિન્‍નોમની ખીણ’ નહિ, પણ ‘ક્તલની ખીણ’ કહેવાશે.


હું મારા વિષે ટોળામાં થતી આવી ગુસપુસ સાંભળું છું: ‘પેલો માગોર-મિસ્સાબીબ (ચોમેર આતંક)! ચાલો, તેના પર આરોપો મૂકી, તેને વિષે ફરિયાદ કરીએ.’ અરે, મારા નિકટના મિત્રો પણ મારું પતન ઇચ્છે છે, અને કહે છે, ‘કદાચ તે ફસાઈ જશે; પછી આપણે તેને પકડી લઈને તેના પર વેર વાળીશું!’


પણ સફાન્યા યજ્ઞકારે આ પત્ર યર્મિયાને વાંચી સંભળાવ્યો!


પ્રભુ કહે છે, “પણ હું આ શું જોઉં છું? તેઓ તો ભયભીત થઈને ભાગે છે! તેમના યોદ્ધાઓને મારીને પાછા હઠાવવામાં આવ્યા છે. તેઓ બીકના માર્યા નાસે છે અને પાછું વળીને જોતા નથી! ચોમેર આતંક છવાયો છે. હું પ્રભુ આ બોલું છું.”


અમે બહાર નીકળવાની કે રસ્તા પર ચાલવાની હિંમત કરી શક્તા નથી; કારણ, અમારા દુશ્મનો શસ્ત્રસજ્જ છે, અને ચોમેર આંતક છવાયો છે.”


તેથી હું પ્રભુ કહું છું કે એવો સમય આવશે જ્યારે એ સ્થાનને તોફેથ કે હિન્‍નોમની ખીણ કહેવામાં આવશે નહિ, પણ ‘સંહારની ખીણ’ કહેવામાં આવશે. કારણ, જરાપણ જગા ખાલી ન રહે ત્યાં સુધી તેઓ તોફેથમાં મૃતદેહો દફનાવશે.


મારી સામે ઉગ્ર જંગ ખેલવાને તમે મારા શત્રુઓને મારી આસપાસ પર્વની ભીડની જેમ એકઠા કર્યા છે અને તમારા કોપને દિવસે કોઈ છટકી શક્તો નથી. જેમને મેં ઉછેર્યાં એવાં મારાં પ્રિય બાળકોનો તેમણે સંહાર કર્યો છે.


હું જૂઠાં દર્શનો જોનાર અને જૂઠી આગાહીઓ કરનાર સંદેશવાહકોની વિરુદ્ધમાં પડયો છું. તેમને મારા લોકની સભામાં સ્થાન નહિ હોય, ઇઝરાયલનાં કુળોની નામાવલિમાં તેમનાં નામ નહિ નોંધાય. તેઓ ઇઝરાયલ દેશમાં ફરી પાછા પ્રવેશ કરી શકશે નહિ અને ત્યારે તમે જાણશો કે હું પ્રભુ પરમેશ્વર છું.


પછી તેણે તેમને બહાર લાવીને પૂછયું, “સાહેબો, મારો ઉદ્ધાર થાય તે માટે હું શું કરું?”


Lean sinn:

Sanasan


Sanasan