Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 20:11 - પવિત્ર બાઇબલ C.L.

11 પરંતુ હે પ્રભુ, એક શૂરવીર સૈનિકની જેમ તમે મારી સાથે છો; તેથી જેઓ મારો પીછો કરે છે તેઓ ઠોકર ખાઈને પટકાશે, તેઓ નિષ્ફળ જશે અને લજ્જિત થશે. તેમની નામોશી કાયમ રહેશે અને કદી ભૂલાશે નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 પણ યહોવા પરાક્રમી તથા ભયાનક વીર તરીકે મારી સાથે છે. તેથી જેઓ મારી પાછળ પડે છે તેઓ ઠોકરલ ખાઈને પડશે, તેઓ ફતેહ પામશે નહિ. તેઓ અતિશય લજ્જિત થશે, કેમ કે તેઓ ડહાપણથી ચાલ્યા નથી. તેઓનું અપમાન કાયમ રહેશે, તે કદી ભુલાશે નહિ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 પરંતુ મહાન યોદ્ધાની જેમ યહોવાહ મારી સાથે છે. જેઓ મારી પાછળ પડ્યા છે તેઓ ઠોકર ખાઈને પડી જશે. તેઓ મને હરાવશે નહિ. તેઓ અતિશય લજ્જિત થશે. તેઓ ફતેહ પામશે નહિ. તેઓનું અપમાન કાયમ રહેશે અને ભૂલાશે નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

11 પરંતુ મહાન યોદ્ધાની જેમ યહોવા મારી પડખે ઊભા છે. તે પરાક્રમી તથા ભયાવહ છે. મારા જુલમગારો ઠોકર ખાશે, તેઓ નહિ ફાવે, તેઓ નિષ્ફળ જતાં ભારે ફજેત થશે; તેઓ બધી રીતે અપમાનિત થશે અને સદાને માટે તેઓ પર કલંક લાગશે.

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 20:11
25 Iomraidhean Croise  

‘શત્રુઓએ બાળપણથી મારા પર અત્યંત જુલમ કર્યો છે, છતાં તેઓ મને નષ્ટ કરી શક્યા નથી.


મારા સંકટમાં આનંદ કરનારાઓને તમે લજ્જિત કરો અને મૂંઝવી દો, મારા પર રૂઆબ કરનારાઓને તમે શરમિંદા અને અપમાનિત કરો.


જેઓ મારી હત્યા કરવા યત્નો કરે છે, તેમને તમે લજ્જિત કરો અને ગૂંચવી નાખો. જેઓ મને હાનિ પહોંચાડવાની યોજના કરે છે, તેમને તમે નસાડો અને અપમાનિત કરો.


સર્વોચ્ચ ઈશ્વર પ્રભુ તો આરાધ્ય છે. તે સમસ્ત પૃથ્વીના રાજાધિરાજ છે.


મારા શત્રુઓ પરાજયથી લજ્જિત અને વ્યથિત થશે; તેઓ ભોંઠા પડીને એકાએક નાસી છૂટશે.


હે અમારા ઉદ્ધારક ઈશ્વર, અમારા ઉદ્ધારને માટે ભયાનક કામો કરીને તમે અમને ઉત્તર આપો છો. પૃથ્વીની સીમાઓએ વસેલા લોકો અને દરિયાપારના નિવાસીઓ તમારો જ આશરો લે છે.


આવો, અને ઈશ્વરનાં મહાન કાર્યોનું અવલોકન કરો; મનુષ્યો પ્રત્યેનાં તેમનાં કાર્ય અદ્‍ભુત છે.


તેથી બીશ નહિ, હું તારી સાથે છું. હું તારો ઈશ્વર છું; તું કશાથી ગભરાઈશ નહિ. હું તને બળવાન કરીશ અને તારી મદદ કરીશ. હું તને મારા વિજયવંત જમણા હાથના બાહુબળથી ધરી રાખીશ.


પ્રભુ કહે છે, “હે ઇઝરાયલ, તું તો કીડા સમાન નાજુક અને નિર્બળ છે. હે યાકોબ, તું નાનો છે, પણ બીશ નહિ; હું પવિત્ર ઈશ્વર તારો છોડાવનાર છું; હું તને મદદ કરીશ.


મૂર્તિઓના ઘડનારા લજ્જિત તથા ફજેત થશે. તેઓ સૌ શરમાઈ જશે.


તું તેમની સામે કિલ્લેબંધ નગર, લોખંડી સ્તંભ અને તાંબાના કોટ જેવો થઈ પડીશ.


તેઓ તારી સાથે લડાઈ કરશે પણ તને હરાવી શકશે નહીં, કારણ, તારું રક્ષણ કરવા હું તારી સાથે હોઈશ” હું પ્રભુ એ પોતે બોલ્યો છું.


તેમનાથી બીશ નહીં; કારણ, તારું રક્ષણ કરવા હું તારી સાથે છું. હું પ્રભુ પોતે એ બોલ્યો છું.”


પછી મેં કહ્યું, “હે પ્રભુ, તમે બધું જ જાણો છો; મને સંભારો અને મારી મદદે આવો, મારા પર જુલમ કરનારાઓ પર બદલો લો. તેઓ મને ખતમ કરી નાખે ત્યાં સુધી તેમના પ્રત્યે ધીરજ ન દાખવો. યાદ રાખો કે, તમારે લીધે હું આ અપમાન સહું છું.


તો આ લોકો માટે હું તને તાંબાની અભેદ્ય દીવાલ જેવો બનાવીશ. તેઓ ભલે તારા પર આક્રમણ કરે પણ તેઓ તને હરાવી શકશે નહિ, કારણ, તને મદદ કરવાને તથા ઉગારી લેવાને, હું તારી સાથે છું. હું પ્રભુ આ બોલું છું.


મારો પીછો કરનારા ભલે શરમાય, પણ હું લજ્જિત ન થાઉ; તેઓ ભલે ભયભીત થાય, પણ હું ભયભીત ન થાઉ. તેમના પર આફત મોકલી આપો, અને તેમનો સદંતર નાશ કરો.


અને તમારાં દુષ્ટ કાર્યોને લીધે પવન તમારા આગેવાનોનો આગેવાન બની તમને દૂર ઘસડી જશે અને તમારા મિત્રદેશોના લોકો પણ દેશનિકાલ થશે; તમારું નગર લજ્જિત અને અપમાનિત થશે.


અને તમારા પર કાયમી કલંક અને નિરંતર અપમાન લાવીશ અને તે કદી ભૂલાશે નહિ.”


તમે હજારો પેઢીઓ સુધી તમારો અવિચળ પ્રેમ દર્શાવો છો; પણ પૂર્વજોના દોષ માટે તેમનાં સંતાનોને ભરીપૂરીને શિક્ષા કરો છો. તમે મહાન અને સામર્થ્યવાન ઈશ્વર છો તમારું નામ સેનાધિપતિ યાહવે છે.


મરી ગયેલાઓમાંના ઘણા સજીવન થશે. કેટલાક સાર્વકાલિક જીવનનો અનુભવ માણશે, તો બીજા કેટલાક સાર્વકાલિક લજ્જા ભોગવશે.


આ બધું જાણ્યા પછી આપણે શું કહીશું? જો ઈશ્વર આપણા પક્ષના છે, તો આપણી વિરુદ્ધ કોણ?


પણ પ્રભુ મારી સાથે રહ્યા અને મને બળ આપ્યું; જેથી સંદેશો સાંભળનાર બિનયહૂદીઓને મેં સંદેશાની સંપૂર્ણ વાતો જણાવી.


Lean sinn:

Sanasan


Sanasan