Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 2:35 - પવિત્ર બાઇબલ C.L.

35 આ બધું હોવા છતાં તું કહે છે ‘હું નિર્દોષ છું; એટલે તો મારા પર પ્રભુનો કોપ ઊતર્યો નથી.’ પણ તેં પાપ કર્યું છે એવું તું સ્વીકારતી નથી માટે હું પ્રભુ તને સજા કરીશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

35 તોપણ તેં કહ્યું, ‘હું નિર્દોષ છું; તેનો કોપ મારા પરથી ખચીત ઊતર્યો છે!’ તું કહે છે, ‘મેં પાપ કર્યું નથી, ’ તે માટે, જો, હું તારો ન્યાય કરીશ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

35 તેમ છતાં તું કહે છે, “હું નિર્દોષ છું, તેમનો કોપ મારા પરથી નિશ્ચે ઊતર્યો છે.” “તું કહે છે કે મેં પાપ નથી કર્યું” પણ જો હું તારો ન્યાય કરીશ.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

35 ને છતાં તું કહે છે, ‘દેવ રોષે ભરાય તેવું કોઇ કૃત્ય મેં કર્યું નથી. મને ખાતરી છે તે ગુસ્સે થયા નથી.’ તું કહે છે, ‘મેં પાપ નથી કર્યું’, માટે હું તને આકરી શિક્ષા કરીશ.

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 2:35
11 Iomraidhean Croise  

તું કહે છે, ‘હું વિશુદ્ધ અને પાપરહિત છું; હું નિર્દોષ છું અને મારામાં કોઈ અપરાધ નથી.


પોતાના અપરાધોને છુપાવનાર આબાદ થશે નહિ, પરંતુ અપરાધોની કબૂલાત કરી તેમનો ત્યાગ કરનાર દયા પ્રાપ્ત કરશે.


તેઓ પૂછે છે, “પ્રભુ, અમે ઉપવાસ કર્યો છતાં તમે તે લક્ષમાં કેમ લીધો નથી? અમે આત્મકષ્ટ કર્યું છતાં તમે તે પ્રત્યે ધ્યાન કેમ આપ્યું નથી?” પ્રભુ તેમને કહે છે, “હકીક્ત એમ છે કે તમે તમારા ઉપવાસને દિવસે તમારાં તમામ કામક્જ કરો છો અને તમારા સર્વ મજૂરો પર જુલમ ગુજારો છો.


આ બધું તું લોકોને કહેશે ત્યારે લોકો તને પૂછશે કે, ‘શા માટે પ્રભુએ આવી ભયંકર આફતો અમારા પર લાવવાનું નક્કી કર્યું છે? અમારો શો ગુનો છે? અમે અમારા ઈશ્વર પ્રભુ વિરુદ્ધ એવું તે શું પાપ કર્યું છે?’


તું કેવી રીતે કહી શકે કે હું ભ્રષ્ટ થઈ નથી અથવા મેં બઆલદેવોની પૂજા કરી નથી? ખીણપ્રદેશમાં તારો વર્તાવ કેવો હતો અને ત્યાં તેં જે કામો કર્યાં તે સંભાર. તું તો ઋતુમાં આવેલી જંગલી ઊંટડીની જેમ આમતેમ દોડે છે.


હું પ્રભુ પૂછું છું: “તું મારી વિરુદ્ધ કેમ ફરિયાદ કરે છે? કારણ, તમે બધાએ તો મારી વિરુદ્ધ બળવો પોકાર્યો છે.


તેથી હું પ્રભુ જાતે મારા લોકની વિરુદ્ધ આક્ષેપ મૂકું છું; હું તેમનાં સંતાનોને અને વંશજોને પણ તે જણાવીશ.


અને પૃથ્વીના છેડા સુધી તેનો પડઘો પડશે. કારણ, પ્રભુને સર્વ દેશોના લોકોની વિરુદ્ધ ફરિયાદ છે અને તે સર્વ માનવજાતનો ન્યાય કરશે. સર્વ દુષ્ટોનો તે સંહાર કરશે.’ હું પ્રભુ આ બોલું છું.”


હું તેના પર મારી જાળ બિછાવીશ અને તેને મારા ફાંદામાં ફસાવી દઇશ. હું તેને બેબિલોનમાં લઇ જઇને સજા કરીશ. કારણ, તેણે મારી સાથે વિશ્વાસભંગ કર્યો છે.


એક વખત હું નિયમ વિના જીવતો હતો. પણ આજ્ઞા આવી કે તરત જ પાપ મારામાં જીવંત બન્યું,


Lean sinn:

Sanasan


Sanasan