Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 2:33 - પવિત્ર બાઇબલ C.L.

33 પ્રેમીઓની પાછળ કેવી રીતે પડવું તે તું બરાબર જાણે છે! તેં તો દુષ્ટ સ્ત્રીઓને પણ તારા પાપી માર્ગો શીખવ્યા છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

33 પ્રેમ શોધવા માટે તું તારો માર્ગ કેવો ઠીકટાક કરે છે! તે માટે દુષ્ટ સ્ત્રીઓને પણ તેં તારા [પાપી] માર્ગો શીખવ્યા છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

33 પ્રેમ શોધવા સારુ તું પોતાનો માર્ગ કેવો બરાબર રાખે છે. તે માટે દુષ્ટ સ્ત્રીઓને પણ તું તારા પાપી માર્ગો શીખવે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

33 “પ્રેમીઓની પાછળ અભિસારે શી રીતે જવું એ તને બરાબર આવડે છે. તે માટે દુષ્ટ સ્ત્રીઓને પણ તું શીખવી શકે તેમ છે!

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 2:33
12 Iomraidhean Croise  

પોતાના લોક દેશનો કબજો મેળવતા ગયા તેમ તેમ જે પ્રજાઓનો પ્રભુએ દેશમાંથી ઉચ્છેદ કર્યો હતો તેમના કરતાંય બદતર કૃત્યો મનાશ્શાએ યહૂદિયાના અને યરુશાલેમના લોકો પાસે કરાવ્યાં.


તું કેવી રીતે કહી શકે કે હું ભ્રષ્ટ થઈ નથી અથવા મેં બઆલદેવોની પૂજા કરી નથી? ખીણપ્રદેશમાં તારો વર્તાવ કેવો હતો અને ત્યાં તેં જે કામો કર્યાં તે સંભાર. તું તો ઋતુમાં આવેલી જંગલી ઊંટડીની જેમ આમતેમ દોડે છે.


શું કોઈ યુવતી પોતાનાં ઘરેણાં અથવા કન્યા પોતાના લગ્નનાં આભૂષણો વીસરી જાય ખરી? પરંતુ મારા લોકો અગણિત દિવસો સુધી મને વીસરી ગયા છે!


“તારાં વસ્ત્રો ગરીબ અને ભોળા લોકોના રક્તથી ખરડાયેલા છે; તારા ઘરમાં કંઈક ચોરી કરતા પકડાઈ ગયેલા એ લોકો નહોતા!


બીજા દેશોના દેવો પાછળ ભટકી જઈને તેં પોતાને લજ્જિત કરી છે. આશ્શૂર દેશની જેમ ઇજિપ્ત પણ તને લજ્જિત કરશે.


તેથી મેં તારા પર મારો હાથ ઉગામ્યો છે અને તારી ખોરાકીનો નિયત હિસ્સો ઘટાડી દીધો છે. મેં તને તારા શત્રુ એટલે પલિસ્તી કન્યાઓના હાથમાં સોંપી દીધી હતી. તેઓ પણ તારા લંપટ આચરણથી શરમાઇ ગઇ છે.


તેમને માર્ગે ચાલીને તેમનાં ધિક્કારપાત્ર કૃત્યોનું અનુસરણ કરવાનું તું ચૂકી નથી. બલ્કે, થોડા જ સમયમાં તું તારાં સર્વ આચરણમાં તેમના કરતાં પણ વધુ ભ્રષ્ટ બની.


મને ભૂલી જઈને તે બઆલની આગળ ધૂપ બાળતી હતી અને નાકની વાળી તથા આભૂષણો પહેરીને આશકોની પાછળ પાછળ ભટક્તી હતી તે દિવસોને માટે હું તેને સજા કરીશ.” પ્રભુ પોતે એમ કહે છે.


Lean sinn:

Sanasan


Sanasan