Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 2:26 - પવિત્ર બાઇબલ C.L.

26 પ્રભુ કહે છે, “જેમ ચોર પકડાઈ જાય ત્યારે તે ભોંઠો પડે છે, તેમ ઇઝરાયલના બધા લોકો, તેમના રાજવીઓ, અધિકારીઓ, તેમના યજ્ઞકારો અને તેમના સંદેશવાહકો શરમિંદા થશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

26 ચોર પકડાય છે ત્યારે તે લજવાય છે, તેમ ઇઝરાયલના વંશને, એટલે તેઓના રાજાઓ, તેઓના સરદારો, તેઓના યાજકો, તથા તેઓના પ્રબોધકોને શરમ લાગે છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

26 ચોર પકડાય અને તે લજવાય છે, તેમ ઇઝરાયલના લોકોને, એટલે તેઓ, તેઓના રાજાઓ, તેઓના રાજકુમારો, તેઓના યાજકો અને તેઓના પ્રબોધકોને શરમ લાગે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

26 “જેમ ચોર પકડાય ને ફજેત થાય, તેમ તમે ઇસ્રાએલના લોકો ફજેત થશો, તમે બધા જ તમારા રાજાઓ, આગેવાનો, યાજકો અને પ્રબોધકો,

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 2:26
18 Iomraidhean Croise  

અમારા પૂર્વજોના સમયથી આજ સુધી અમે ભયંકર પાપ કર્યાં છે. અમારાં પાપને લીધે અમારા રાજાઓ અને યજ્ઞકારો પરદેશી રાજાઓની સત્તાને તાબે થઈ ગયા છે. અમારી ક્તલ કરવામાં આવી છે, અમને લૂંટી લેવામાં આવ્યા છે. અમને કેદી તરીકે લઈ જવામાં આવ્યા છે અને અમારી આબરૂ લૂંટાઈ છે. આજે પણ અમારી એ જ દશા છે.


પ્રતિમાઓની પૂજા કરનારા સર્વ લોકો અને વ્યર્થ મૂર્તિઓમાં ગૌરવ લેનારા લોકો લજ્જિત થાઓ. હે સર્વ દેવો, તમે પ્રભુને પ્રણામ કરો.


તમે જેમાં આનંદ માણતા હતા તે પવિત્ર ઓકવૃક્ષને લીધે તમે લજ્જિત થશો. તમારા પસંદ કરેલા ઉપાસનાનાં ઉપવનોને લીધે તમે અપમાનિત થશો.


સર્વ મૂર્તિપૂજકો લજ્જિત થશે. મૂર્તિના કારીગરો માણસમાત્ર છે. તેઓ સૌ આવીને રજૂ થાય. તેઓ સૌ થથરી જશે અને લજ્જિત થશે.


મૂર્તિઓ ઘડનારા નહિવત્ છે. તેમના કિંમતી દેવો કશા કામના નથી. તેમના એ સાક્ષીઓ જોતા નથી કે જાણતા નથી, તેથી તેમણે લજવાવું પડશે.


બીજા દેશોના દેવો પાછળ ભટકી જઈને તેં પોતાને લજ્જિત કરી છે. આશ્શૂર દેશની જેમ ઇજિપ્ત પણ તને લજ્જિત કરશે.


અને તમારાં દુષ્ટ કાર્યોને લીધે પવન તમારા આગેવાનોનો આગેવાન બની તમને દૂર ઘસડી જશે અને તમારા મિત્રદેશોના લોકો પણ દેશનિકાલ થશે; તમારું નગર લજ્જિત અને અપમાનિત થશે.


કારણ, ઇઝરાયલ તેમ જ યહૂદિયાના લોકો, તેમના રાજાઓ, અધિકારીઓ, યજ્ઞકારો, સંદેશવાહકો તથા યહૂદિયાના માણસો અને યરુશાલેમના રહેવાસીઓએ તેમનાં દુષ્ટ આચરણથી મને ક્રોધિત કર્યો છે.


પ્રભુએ કહ્યું, “તે દિવસે રાજાઓ અને અધિકારીઓ હિંમત હારી જશે, યજ્ઞકારો આઘાત પામશે અને સંદેશવાહકો અવાકા બની જશે.”


હે મોઆબ, તેં ઇઝરાયલના લોકોની કેવી મશ્કરી ઉડાવી હતી! તેઓ જાણે લૂંટારું ટોળકીના સાગરીતો તરીકે પકડાયા હોય એમ જ્યારે જ્યારે તું એમના વિષે બોલે છે ત્યારે ત્યારે ધૃણાથી ડોકું ધૂણાવે છે!


તારે તારી જાતથી શરમાવું પડશે. તેં જે કંઈ કર્યું છે તેથી તારે ફજેત થવું પડશે, અને તે જોઈને તારી બહેનોને દિલાસો મળશે.


તમારા યજ્ઞકારો મારા નિયમોનો ભંગ કરે છે અને મને સમર્પિત થયેલી વસ્તુઓની પવિત્રતા જાળવતા નથી. તેમણે સમર્પિત અને સાધારણ વચ્ચે ભેદ રાખ્યો નથી અને લોકોને શુદ્ધ અને અશુધ વચ્ચેનો ભેદ શીખવતા નથી. તેઓ સાબ્બાથના દિવસોની ઉપેક્ષા કરે છે. પરિણામે, હું ઇઝરાયલી લોકોમાં સન્માન પામતો નથી.


સર્વસમર્થ પ્રભુ કહે છે કે તે શાપ મોકલી દેશે અને પ્રત્યેક ચોર અને પ્રત્યેક સોગંદ ખાઈને જૂઠું બોલનાર વ્યક્તિના ઘરમાં તે પ્રવેશશે. તે તેમનાં ઘરોમાં જ રહેશે અને તેમને ખેદાનમેદાન કરી નાખશે.”


જે બાબતો કરવાની અત્યારે તમને શરમ આવે છે તે કરવાથી, તમને તે વખતે શો લાભ મળ્યો હતો? તે બાબતોનું પરિણામ તો મરણ છે.


Lean sinn:

Sanasan


Sanasan