યર્મિયા 2:24 - પવિત્ર બાઇબલ C.L.24 અને તું વેરાનપ્રદેશમાં ઊછરેલી જંગલી ગધેડી જેવી છે; તે કામાતુર થઈને વાયુ ચૂસીને છીંકારા મારે છે; તે વિમળ હોય ત્યારે તેને કોણ રોકી શકે? અલબત્ત, ગધેડાઓએ તેને શોધવાની તસ્દી લેવી પડતી નથી; તેની સંવનન ઋતુમાં તે તેમને સહેલાઈથી મળી આવે છે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)24 તું રાજમાં ઊછરેલી જંગલી ગધેડી છે, જે કામાતુર થઈને વાયુ ચૂસ્યા કરે છે; જ્યારે તે મસ્ત હોય છે ત્યારે તેને કોણ ફેરવી શકે? જે કોઈ તેને શોધે છે તે થાકી જશે નહિ; પોતાની ઋતુમાં તે તેઓને મળશે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201924 તું જંગલી ગધેડી છે, જે કામાતુર થઈને વાયુ સૂંઘ્યા કરે છે. જ્યારે તે મસ્ત હોય છે ત્યારે તેને કોણ રોકી શકે? જે કોઈ તેને શોધે છે તે થાકી જશે નહિ. પોતાની ઋતુમાં તે તેઓને મળશે. અને ઊભી રહેશે. Faic an caibideilપવિત્ર બાઈબલ24 તું રાનમાં ઊછરેલી જંગલી ગધેડી છે, જે કામાવેશમાં છીંકારા કરતી રણમાં દોડી જાય છે, વેતરે આવી હોય ત્યારે કોણ એને રોકી શકે? કોઇ નરે તેની પાછળ કાલાવાલા કરવાની જરૂર નથી. વેતરે આવતાં એ જાતે આવીને ઊભી રહેશે. Faic an caibideil |