Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 2:20 - પવિત્ર બાઇબલ C.L.

20 પ્રભુ કહે છે, “હે ઇઝરાયલ, પ્રાચીનકાળથી તેં તારા પરની મારા નિયમની ઝૂંસરી ભાંગી નાખી અને મારા કરારનાં બંધન તોડી નાખ્યા અને મારી સેવાભક્તિ કરવાનો નકાર કર્યો છે. દરેક ઊંચી ટેકરી અને લીલા વૃક્ષ નીચે તેં વેશ્યાની જેમ વ્યભિચાર કર્યો છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

20 “કેમ કે પ્રાચીન કાળમાં મેં તારી ઝૂંસરી ભાંગી તથા તારાં બંદનો તોડયાં; તે છતાં તેં કહ્યું, ‘હું સેવા કરીશ નહિ.’ કેમ કે દરેક ઊંચા પર્વત પર તથા દરેક લીલા ઝાડની નીચે નમીને તેં વ્યભિચાર કર્યો છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

20 પ્રાચીન કાળમાં મેં તારી ઝૂંસરી ભાંગી નાખી; અને મેં તારાં બંધનો તોડી નાખ્યાં. તે છતાં તેં કહ્યું કે, “હું તમારી સેવા કરીશ નહિ” કેમ કે દરેક ઊંચા પર્વત પર તથા દરેક લીલા વૃક્ષની નીચે તેં વ્યભિચાર કર્યો છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

20 “હા! ઘણા સમય પહેલા તેં તારી ઝૂંસરી ભાંગી નાખી. અને દોરડાં જેણે તને તેની સાથે બાંધ્યો હતો તે તોડી નાખ્યા અને મને કહ્યું કે, ‘હું તારો ગુલામ નહિ થાઉં.’ અને દરેક ઊંચા પર્વત પર તથા દરેક લીલા વૃક્ષની નીચે તે વારાંગનાની જેમ વર્તન કર્યું છે.

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 2:20
50 Iomraidhean Croise  

યરોબામે યહૂદિયાના પર્વોત્સવની જેમ આઠમા મહિનાની પંદરમી તારીખે ધાર્મિક પર્વોત્સવની સ્થાપના કરી. પોતે બનાવેલા સોનાના વાછરડા આગળ તેણે બેથેલમાં વેદી પર બલિદાનો ચઢાવ્યાં. વળી, તેણે બેથેલમાં બંધાવેલાં ભક્તિનાં ઉચ્ચસ્થાનો પર સેવા કરવા યજ્ઞકારો મૂક્યા.


તેમણે જુઠ્ઠા દેવોની ભક્તિ માટે ઉચ્ચસ્થાન બાંધ્યાં અને ડુંગરો પર તેમ જ હરિયાળાં વૃક્ષો નીચે પથ્થરના સ્તંભો ઊભા કર્યા અને અશેરા દેવીની પ્રતિમાઓ મૂકી


ઈશ્વર તેમને ખિન્‍નતા અને ઘોર અંધકારમાંથી બહાર લાવ્યા, અને તેમની બેડીઓ તોડી નાખી.


તેઓ કહે છે, “ચાલો, આપણે તેમની જંજીરોને તોડી નાખીએ, તેમની ધૂંસરીનાં બંધન ફગાવી દઈએ.”


વિધર્મી ઉચ્ચસ્થાનોમાં જઈને તેમણે ઈશ્વરને ઉશ્કેર્યા તથા કોરેલી મૂર્તિઓની પૂજાથી તેમનામાં રોષ ઉત્પન્‍ન કર્યો.


ત્યારે લોકોએ એકીસાથે કહ્યું, “પ્રભુએ આપેલી સર્વ આજ્ઞાઓ અમે પાળીશું આજ્ઞાઓ.” મોશેએ જઈને લોકોની એ વાત પ્રભુને જણાવી.


મોશેએ જઈને લોકોને પ્રભુની સર્વ આજ્ઞાઓ તથા વિધિઓ કહી સંભળાવ્યાં, અને સર્વ લોકોએ પ્રત્યુત્તર આપ્યો, “પ્રભુએ જે કહ્યું છે તે બધું અમે કરીશું.”


તેમનાં દુ:ખ હું જાણું છું. તેથી તેમને ઇજિપ્તના લોકોના હાથમાંથી છોડાવવા અને તે દેશમાંથી તેમને બહાર કાઢી લાવીને એક સારો તથા વિશાળ દેશ, જ્યાં દૂધમધની રેલમછેલ છે અને જ્યાં કનાની, હિત્તી, અમોરી, પરીઝી, હિવ્વી અને યબૂસી લોકો વસે છે ત્યાં તેમને લઈ જવા હું નીચે ઊતર્યો છું.


એક સમયની પતિવ્રતા નારી જેવી નગરી આજે વેશ્યા જેવી બની ગઈ છે! એક વખતે તેમાં સદાચારીઓ રહેતા હતા, પણ હવે ખૂનીઓ જ બાકી રહ્યા છે.


એ સમયે હું તમારા ખભા પરથી આશ્શૂરના જુલમનો બોજો ઉતારી મૂકીશ અને તમે પુષ્ટ થયા હોવાથી તમારી ગરદન પરથી તેમની ઝૂંસરી ભાંગી નાખીશ.”


હું મારા ઇઝરાયલ દેશમાં આશ્શૂરીઓને કચડી નાખીશ અને મારા પર્વતો પર તેમને ખૂંદી નાખીશ. હું મારા લોકને આશ્શૂરની ઝૂંસરીમાંથી અને તેમના ખભા પરના તેમના બોજથી મુક્ત કરીશ.


કારણ, વર્ષો પૂર્વે તમે મિદ્યાનીઓના સૈન્યને હરાવ્યું હતું તે પ્રમાણે તમે તમારા લોક પરની ઝૂંસરીનાં, તેમના ખભા પરના ત્રાસદાયક દાંડાના એટલે તેમના પર જુલમ કરનારાઓના દંડના ભાંગીને ચૂરેચૂરા કરી નાખ્યા છે.


કારણ, મેં તારા લોકોનાં શરમજનક કાર્યો જોયાં છે; એટલે કે, તેમનાં વ્યભિચારી કામો, વાસનાભર્યા ખોંખારા તથા ટેકરીઓ પર અને ખેતરોમાં તેમનાં દુષ્કૃત્યો મેં જોયાં છે. તારા લોકોની કેવી દુર્દશા! તેઓ શુદ્ધ થવા ચાહતા નથી. ક્યાં સુધી તારી આવી દશા રહેશે?”


અશેરા દેવીને માટે દરેક લીલા વૃક્ષ નીચે, ટેકરાઓની ટોચે અને પર્વતોનાં શિખરો પર સ્થાપેલ તમારી વેદીઓ અને પ્રતીકોની તમે પૂજા કરો છો.** સમગ્ર દેશમાં તમે આચરેલા પાપને લીધે તમારી બધી ધનસંપત્તિ અને તમારો ખજાનો હું શત્રુઓને લૂંટી લેવા દઈશ.


“અરે, ઇઝરાયલના લોકો, મારો સંદેશો ધ્યનથી સાંભળો. શું હું તમારે માટે ઉજ્જડ રણપ્રદેશ કે ઘોર અંધકારના પ્રદેશ સમાન છું? તો પછી તમે મારા લોક શા માટે એમ કહો છો કે ‘અમે તો મુક્ત છીએ; અને અમે કદી તમારી પાસે પાછા ફરીશું નહિ?’


માત્ર કબુલ કર કે તું દોષિત છે અને તારા ઈશ્વર પ્રભુ વિરુદ્ધ તેં પાપ કર્યું છે તથા દરેક લીલા વૃક્ષ નીચે પારકા દેવો સાથે તેં વ્યભિચાર કર્યો છે અને મારી વાણી સાંભળી નથી.”


“હું સેનાધિપતિ પ્રભુ પોતે કહું છું કે તે દિવસે હું તેમની ગરદન પરથી તેની ઝૂંસરી તોડી નાખીશ અને તેમનાં બંધનો છોડી નાખીશ.


તેથી હું અમીરવર્ગના લોકો પાસે જઈને વાત કરીશ. તેમને તો પ્રભુના માર્ગની જાણ હશે અને ઈશ્વરની અપેક્ષા વિષે ખબર હશે. પણ જોયું તો, તેઓ સૌએ ઈશ્વરના નિયમની ઝુંસરી ભાંગી નાખી છે અને તેમની સાથેના કરારનાં બંધનો તોડી નાખ્યાં છે.


તેં આશ્શૂરીઓ સાથે પણ વ્યભિચાર કર્યો છે, કારણ, તું તૃપ્ત થાય તેવી નહોતી. તેમની સાથે વ્યભિચાર કર્યા છતાં તને સંતોષ થયો નથી.


તેં પ્રત્યેક જાહેર ચોકમાં મૂર્તિપૂજાનાં સ્થાનકો ઊભાં કર્યાં છે અને દરેક શેરીને નાકે ઊંચા ઓટલા બંધાવ્યા છે. છતાં તું બીજી વેશ્યાઓ જેવી તો નહોતી, કારણ, તને વેતન લેવા પ્રત્યે નફરત હતી.


તેઓ તારાં મકાનો સળગાવી મૂકશે અને સ્ત્રીઓનાં ટોળાનાં દેખતાં તને શિક્ષા કરશે. હું તારી વેશ્યાવૃત્તિ બંધ કરાવીશ અને તારા આશકોને બક્ષિસો અપાવવાનું પણ અટકાવી દઇશ.


જે દેશ તેમને આપવાના મેં શપથ લીધા હતા તેમાં હું તેમને લઇ આવ્યો ત્યારે દરેક ઊંચા પહાડી શિખરને કે લીલા વૃક્ષને જોઈને ત્યાં તેમણે પોતાના બલિ ચડાવ્યા. તેમણે પોતાના સુવાસિત અગ્નિબલિથી અને પેયાર્પણથી મને રોષ ચડાવ્યો.


મેં તે બન્‍ને સાથે લગ્ન કર્યાં અને મારાથી તેમને સંતાનો થયાં. ઓહોલા મારી હતી છતાં તેણે વેશ્યાવૃત્તિ ચાલુ રાખી અને તે આશ્શૂરમાંના પોતાના પ્રેમીઓ પર મોહિત થઇ ગઇ હતી.


પ્રભુ ઇઝરાયલ સાથે હોશિયા દ્વારા સૌ પ્રથમ બોલ્યા ત્યારે તેમણે તેને કહ્યું, “જા, એક સ્ત્રી સાથે લગ્ન કર; તે સ્ત્રી તને બેવફા નીવડશે અને તેને વ્યભિચારનાં સંતાન થશે. કારણ, એક વ્યભિચારિણીની જેમ મારા લોકોએ બેવફાઈથી મારો ત્યાગ કર્યો છે.”


તેમની જનેતા નિર્લજજ વેશ્યા છે. તેણે પોતે જ કહ્યું, ‘હું તો મને ખોરાક, પાણી, ઊન અને અળસીરેસાનાં વસ્ત્રો, ઓલિવ તેલ અને દ્રાક્ષાસવ પૂરાં પાડનાર મારા આશકોની પાછળ જઈશ.’


મેં તેને કહ્યું કે, ‘તારે ઘણા દિવસ સુધી મારી સાથે રહેવાનું છે, પણ તારે વેશ્યાગીરી કરવાની નથી અને કોઈ પુરુષ સાથે દેહસંબંધમાં આવવાનું નથી, અને હું પણ તારી સાથે દેહસંબંધથી જોડાઈશ નહિ.’


પર્વતોની ટોચ પરનાં પૂજાસ્થાનોમાં તેઓ યજ્ઞો કરે છે અને ટેકરીઓ પર ઊંચાં અને ઘટાદાર ઓક વૃક્ષો નીચે સારો છાંયો હોવાથી તેઓ ત્યાં ધૂપ બાળે છે. “પરિણામે, તમારી પુત્રીઓ વેશ્યાગીરી કરે છે અને તમારી પુત્રવધૂઓ વ્યભિચાર કરે છે.


હે ઇઝરાયલના લોકો, વિધર્મીઓની જેમ ઉત્સવ ઉજવવાનું બંધ કરો. તમે તમારા ઈશ્વર પાસેથી ભટકી જઈને તેમને બેવફા નીવડયા છો. તમે સમગ્ર દેશમાં દેવદાસીઓની જેમ બઆલને વેચાયા છો, અને એના તરફથી જ અનાજ મળે છે એમ ધારીને તમે તે ઇચ્છયું છે.


મેં પ્રભુ, તમારા ઈશ્વરે તમને ઇજિપ્તમાંથી મુક્ત કર્યા છે. તેથી હવે ફરીથી તમે ગુલામ બનશો નહિ. મેં તમારી ગુલામીની ઝૂંસરી તોડી નાખી છે અને તમને ગૌરવથી ઉન્‍નત મસ્તકે ચાલતા કર્યા છે.


હવે હું તારા પરથી આશ્શૂરની સત્તાનો અંત લાવીશ અને તારાં બંધનો તોડી નાખીશ.”


જે દેશ તમે કબજે કરવાના છો ત્યાં ઊંચા પર્વતો પર, ટેકરાઓ પર અને લીલાંછમ વૃક્ષો તળે જ્યાં જ્યાં ત્યાંની પ્રજાઓ તેમના દેવોની પૂજા કરે છે તે બધાં સ્થાનકોનો તમારે અચૂક નાશ કરવો.


યાદ રાખો કે તમે પણ એક વેળાએ ઇજિપ્ત દેશમાં ગુલામ હતા અને તમારા ઈશ્વર પ્રભુએ તમને મુક્ત કર્યા હતા; અને એટલે જ હું તમને આજે આ આજ્ઞા આપું છું.


આજે તમે એકરાર કર્યો છે કે, એકમાત્ર યાહવે તમારા ઈશ્વર છે અને તમે વચન આપ્યું છે કે તમે તેમના માર્ગોમાં ચાલશો અને તેમની વાણીને આધીન રહીને તેમની સર્વ આજ્ઞાઓ, ફરમાનો અને નિયમોનું પાલન કરશો.


પરંતુ પ્રભુએ તો તમને લોખંડ ગાળવાની ભઠ્ઠી સમાન ઇજિપ્ત દેશમાંથી મુક્ત કર્યા છે; જેથી તમે આજે છો તેમ તેમના પોતાના લોક તરીકે તેમનો વારસો બનો.


અથવા તમારા ઈશ્વર પ્રભુએ તમને ઇજિપ્તમાંથી મુક્ત કર્યા, તેમ કોઈ બીજા દેવે અન્ય દેશમાં જઈને તેની મધ્યેથી પોતાને માટે કોઈ પ્રજા પ્રાપ્ત કરવાનો પ્રયાસ કર્યો છે?


તેથી મોશે, તમે આપણા ઈશ્વર પ્રભુ પાસે જાઓ અને તે જે કહે તે બધું સાંભળો, અને પછી આપણા ઈશ્વર પ્રભુ તમને જે કહે તે બધું અમને કહેજો અને અમે તે સાંભળીશું અને પાળીશું.’


તેમણે યહોશુઆને કહ્યું, “તેં અમને કહ્યું તે પ્રમાણે અમે બધું કરીશું અને તું જ્યાં કહીં અમને મોકલે ત્યાં અમે જઈશું.


ત્યારે લોકોએ યહોશુઆને કહ્યું, “અમે આપણા ઈશ્વર પ્રભુની સેવા કરીશું અને તેમની આજ્ઞાઓ પાળીશું.”


યહોશુઆએ એ બધું ઈશ્વરના નિયમના પુસ્તકમાં લખી લીધું. પછી તેણે એક મોટો પથ્થર લઈને તેને પ્રભુના પવિત્રસ્થાનમાં આવેલા મસ્તગી વૃક્ષ પાસે મૂક્યો.


પછી સાત પ્યાલાવાળા સાત દૂતોમાંનો એક મારી પાસે આવ્યો અને તેણે કહ્યું, “ચાલ, ઘણાં પાણી પર બેઠેલી નામચીન વેશ્યાને કેવી સજા થશે તે બતાવું.


ઇઝરાયલીઓએ ફરીથી પ્રભુની દૃષ્ટિમાં દુષ્ટ ગણાય એવું આચરણ કર્યું. તેમણે બઆલ, આશ્તારોથ, તેમજ અરામ, સિદોન, મોઆબ, આમ્મોન અને પલિસ્તીઓના દેવોની ઉપાસના કરી. તેમણે પ્રભુનો ત્યાગ કર્યો અને તેમની ઉપાસના કરવાનું છોડી દીધું.


હવે ઇઝરાયલી લોકોએ પ્રભુની દૃષ્ટિમાં દુષ્ટ ગણાય એવું આચરણ કર્યું અને તેમણે બઆલ દેવોની સેવા કરી.


તેમણે પ્રભુની ભક્તિ કરવાનું છોડી દઈને બઆલ દેવો તેમજ આશ્તારોથની પૂજા કરી.


પછી તેમણે પ્રભુને મદદ માટે પોકાર કરીને કહ્યું, ‘તમારા તરફથી ફરી જઈને અને બઆલ દેવ તથા આશ્તારોથ દેવીની ભક્તિ કરીને અમે પાપ કર્યું છે. અમારા શત્રુથી અમને બચાવો અને અમે તમારી સેવાભક્તિ કરીશું.’


Lean sinn:

Sanasan


Sanasan