Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 2:13 - પવિત્ર બાઇબલ C.L.

13 કારણ, મારા લોકે બે મહાપાપ કર્યાં છે: તેમણે મને, જીવનદાયક ઝરાને તજી દીધો છે અને પોતાને માટે જેમાં પાણી ટકે નહિ એવા કાણાં ટાંકાં ખોદ્યા છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

13 “કેમ કે મારા લોકોએ બે ભૂંડાં કામ કર્યાં છે; તેઓએ મને એટલે જીવતા પાણીના ઝરાને તજી દીધો છે, અને ટાંકાં કે જેમાં પાણી રહે નહિ, એવાં ભાંગેલા ટાંકાં તેઓએ પોતાના માટે ખોદ્યાં છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

13 કેમ કે મારા લોકોએ મારી વિરુદ્ધ બે દુષ્ટ પાપ કર્યાં છે; તેઓએ મને એટલે જે જીવનજળનું ઝરણું છે તેનો ત્યાગ કર્યો છે, અને જેમાં જળ રહી શકતું નથી એવા ટાંકાં તેઓએ પોતાને માટે ખોદ્યા છે!

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

13 મારા લોકોએ બે પાપ કર્યા છે; તેમણે મારો ત્યાગ કર્યો છે, જે જીવનજળનું ઝરણું છે તેના જળનો ત્યાગ કર્યો છે, અને જેમાં જળ રહી શકતું નથી એવા ભાંગેલા ટાંકા તેઓએ પોતાને માટે બાંધ્યા છે.

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 2:13
49 Iomraidhean Croise  

કારણ, તેમણે મારો ત્યાગ કર્યો છે અને બીજા દેવોની આગળ બલિનું દહન કર્યું છે અને મૂર્તિઓ ઘડીને મને કોપાયમાન કર્યો છે. તેથી આ સ્થાન પર મારો રોષ ભભૂકી ઊઠયો છે અને તે શમી જશે નહિ.


કારણ, તમારી પાસે જીવનનો ઝરો છે અને તમારા પ્રકાશને લીધે અમે પ્રકાશ જોઈશું.


પૃથ્વી પર થતાં સર્વ કાર્યો મેં જોયાં છે. તે સર્વ મિથ્યા અને હવામાં બાચકા ભરવા જેવાં છે.


તત્ત્વચિંતક કહે છે: મિથ્યા જ મિથ્યા. મિથ્યા, અતિ મિથ્યા. બધું જ મિથ્યા છે.


સભાશિક્ષક કહે છે, મિથ્યા જ મિથ્યા, સઘળું મિથ્યા છે.


તે પછી મેં જે કાર્યો કર્યાં હતાં અને તે કરવામાં જે પરિશ્રમ ઉઠાવ્યો હતો તે અંગે વિચાર કર્યો અને મને સમજાયું કે તે મિથ્યા અને હવામાં બાચકા ભરવા સમાન હતું. પૃથ્વી ઉપર કશામાં મને લાભ જણાયો નહિ.


એક માણસ બુદ્ધિ, જ્ઞાન અને કૌશલ્ય વડે પરિશ્રમ કરે છે, પણ તેના ફળ માટે કશો જ પરિશ્રમ ન કરનાર બીજાને માટે તે વારસામાં છોડીને જાય છે. આ પણ મિથ્યા અને વ્યર્થ છે.


જે માણસ પર ઈશ્વર પ્રસન્‍ન થાય છે તેને તે જ્ઞાન, વિદ્યા અને આનંદ આપે છે, પણ પાપીને તો તે એકઠું કરીને સંગ્રહ કરવાના કામે લગાડે છે; જેથી જેના પર ઈશ્વર પ્રસન્‍ન છે તેને તે આપે. આ પણ મિથ્યા ને હવામાં બાચકા ભરવા સમાન છે.


મેં જોયું કે સફળ થવા માટેના માણસના કઠોર પરિશ્રમના મૂળમાં તેમના પડોશીઓ પાસેની વસ્તુઓ અંગેની ઈર્ષ્યા છે. આ પણ મિથ્યા અને હવામાં બાચકા ભરવા સમાન છે.


બળદ પોતાના માલિકને ઓળખે છે અને ગધેડો પોતાના માલિકનો વાડો જાણે છે, પણ મારા ઇઝરાયલી લોકને એટલુંય ભાન નથી. તેઓ કંઈ જ સમજતા નથી.


“હે પાપ કરનારી પ્રજા, અન્યાયથી લદાયેલા લોક, દુરાચારીઓની ઓલાદ, વંઠી ગયેલાં છોકરાં! તમે પ્રભુનો ત્યાગ કર્યો છે; ઇઝરાયલના પરમપવિત્ર ઈશ્વરનો તિરસ્કાર કર્યો છે, અને તમે તેમનાથી વિમુખ થઈ ગયા છો.


તમે આનંદપૂર્વક ઉદ્ધારના ઝરણામાંથી પાણી ભરશો.


તેથી સમજણને અભાવે તમને બંદિવાનો તરીકે લઈ જવામાં આવશે. તમારા આગેવાનો ભૂખે મરશે અને આમજનતા તરસે મરશે.


જે ખોરાક ખાવાલાયક નથી તેને માટે તમે નાણાં કેમ ખર્ચો છો? જેથી તૃપ્તિ મળતી નથી તેને માટે તમારી કમાણી કેમ વાપરી નાખો છો? મારું સાંભળો અને મારું માનો તો તમે ઉત્તમ ખોરાક ખાશો અને પૌષ્ટિક ખોરાકથી તમારો જીવ સંતોષ પામશે.


પ્રભુએ કહ્યું, “સાચે જ તેઓ મારા લોક છે; મને છેતરે એવા પુત્રો નથી.” આમ, તે તેમના ઉદ્ધારક બન્યા.


મારા લોકના પાપને લીધે હું તેમને સજા કરીશ. કારણ, તેમણે મારો ત્યાગ કરીને અન્ય દેવો સમક્ષ ધૂપ ચડાવ્યો છે અને પોતાના હાથે બનાવેલી મૂર્તિઓની પૂજા કરી છે.


તેમના અમીરઉમરાવો નોકરોને પાણી લેવા મોકલે છે, તેઓ પાણીના ટાંકા પાસે જાય છે, પણ પાણી મળતું નથી; તેથી તેઓ ખાલી વાસણો સાથે પાછા ફરે છે. હતાશા અને મૂંઝવણમાં તેઓ શરમથી પોતાનાં મુખ ઢાંકે છે.


તમે મને તજી દીધો છે, અને મારાથી વિમુખ થઈ ઉત્તરોત્તર વિશેષ દૂર થતા રહ્યા છો. તેથી તમારા પ્રત્યે દયા દર્શાવતાં હું કંટાળી ગયો, અને મેં મારા હાથના પ્રહારથી તમારો નાશ કર્યો છે.


હે પ્રભુ, તમે ઇઝરાયલની આશા છો. તમારો ત્યાગ કરનારા સર્વ લજ્જિત થશે. તમારાથી દૂર જનારા અધોલોકમાં નોંધાઈ જશે; કારણ, એ લોકોએ જીવનઝરણા સમાન પ્રભુનો ત્યાગ કર્યો છે.


લબાનોન પર્વતનાં ખડકાળ શિખરો શું કદી બરફ વગરનાં રહે? તેમાંથી વહેતાં ઠંડાં જળનાં ઝરણાં શું કદી સૂકાઈ જાય?


કારણ, એ લોકોએ મારો ત્યાગ કર્યો છે અને તેઓ તથા તેમના પૂર્વજો તથા યહૂદિયાના રાજાઓ જાણતા નહોતા એવા અન્ય દેવોને ધૂપ ચડાવીને આ સ્થાનને ભ્રષ્ટ કર્યું છે. તેમણે આ સ્થળને નિર્દોષ લોકોના રક્તથી ભરી દીધું છે.


એટલે, કોઈ પ્રજાએ તેમના દેવો, પછી ભલેને તે સાચા દેવ ન હોય, પણ બદલ્યા નથી. પરંતુ મારા લોકે મારે બદલે, એટલે ઇઝરાયલના ગૌરવી ઈશ્વરને બદલે નકામા દેવો સ્વીકાર્યા છે.


હે ઇઝરાયલ, મેં જાતે જ તારી આ દશા કરી છે. હું તને માર્ગમાં દોરતો હતો ત્યારે તેં મને, તારા ઈશ્વર પ્રભુને તજી દીધો.


પ્રભુ કહે છે, “જેમ ચોર પકડાઈ જાય ત્યારે તે ભોંઠો પડે છે, તેમ ઇઝરાયલના બધા લોકો, તેમના રાજવીઓ, અધિકારીઓ, તેમના યજ્ઞકારો અને તેમના સંદેશવાહકો શરમિંદા થશે.


પ્રભુ કહે છે, “મારા લોકો બેવકૂફ છે. તેઓ મને ય ઓળખતા નથી. તેઓ નાદાન અને અક્કલહીન સંતાનો છે. તેમને ભૂંડું કરતાં આવડે છે, પણ ભલું કરી જાણતા નથી.


મારા લોકો મધ્યે દુષ્ટો વસે છે. પક્ષીઓ પકડનાર શિકારીની માફક તેઓ જાળ ફેલાવે છે પણ આ લોકો તો માણસોને પકડવા ટાંપી રહે છે.


“સંદેશવાહકો જૂઠો સંદેશ પ્રગટ કરે છે, યજ્ઞકારો પણ સંદેશવાહકોના કહ્યા પ્રમાણે લોકો પર જોહુકમી ચલાવે છે, અને મારા લોકોને એ બધું ગમે છે! પણ આખરે તેઓ શું કરશે?”


જે ઇઝરાયલીઓ પોતાની મૂર્તિઓને લીધે મારાથી વિમુખ થયા છે તેમનાં હૃદયોને પુન: જીતી લેવા હું ઉત્તર આપીશ.


પછી તે મને મંદિરના પ્રવેશદ્વાર પર પાછો લાવ્યો. મંદિરના ઉંબરા નીચેથી પાણી પૂર્વ તરફ વહેતાં હતા; કારણ, મંદિરનું મુખ પૂર્વદિશામાં હતું. એ પાણી યજ્ઞવેદીની અને મંદિરની દક્ષિણ દિશાએ થઈને વહેતાં હતાં.


પ્રભુ જવાબ આપે છે: “તમે મારા લોક પર દુશ્મનની જેમ હુમલો કરો છો. ઘેર સલામતી છે એમ માની પુરુષો યુદ્ધમાંથી પાછા આવે છે, પણ ત્યાં તો તમે તેમની પીઠ પરથી ઝભ્ભો ઉતારી લેવા હાજર હો છો.


પ્રભુ કહે છે, “હે મારા લોક, મેં તમને શું કર્યું છે? શું હું તમારે માટે ભારરૂપ બન્યો છું? મને જવાબ આપો. હું તમને ઇજિપ્તમાંથી કાઢી લાવ્યો.


સર્વસમર્થ પ્રભુ કહે છે, “એ દિવસે દાવિદના વંશજો અને યરુશાલેમના લોકોને તેમનાં પાપ અને મૂર્તિપૂજામાંથી શુદ્ધ કરવા એક ઝરો ફૂટી નીકળશે.


ઈસુએ જવાબ આપ્યો, “ઈશ્વર કેવું દાન આપી શકે છે અને તારી પાસે પાણી માગનાર વ્યક્તિ કોણ છે તેની તને ખબર હોત તો તેં તેની પાસે માગણી કરી હોત અને તેણે તને જીવનનું પાણી આપ્યું હોત.”


તે સ્ત્રીએ કહ્યું, “સાહેબ, તમારી પાસે પાણી કાઢવા માટે તો કશું નથી અને કૂવો તો ઊંડો છે. તમે જીવનનું પાણી કેવી રીતે કાઢી શકો?


જે પાણી હું આપીશ તે તેના અંતરમાં ફૂટી નીકળતું ઝરણું બની રહેશે અને તેને સાર્વકાલિક જીવન આપશે.”


પર્વનો છેલ્લો દિવસ ખૂબ મહત્ત્વનો ગણાતો. તે દિવસે ઈસુએ ઊભા થઈને મોટો ઘાંટો પાડીને કહ્યું, “જો કોઈ તરસ્યો હોય, તો તે મારી પાસે આવે અને પીએ.


પ્રભુએ મોશેને કહ્યું, “હવે તું થોડા સમયમાં તારા પૂર્વજો સાથે પોઢી જશે. પછી આ લોકો મારી વિરુધ થઈ જશે, તેઓ મારો ત્યાગ કરશે અને મને બેવફા નીવડીને જે દેશમાં તેઓ વસવા જાય છે ત્યાંનાં અન્ય દેવદેવીઓને અનુસરશે, અને એમ તેમની સાથેનો મારો કરાર ઉથાપશે.”


આ માણસો સુકાઈ ગયેલા ઝરા જેવા, અને પવનથી ઘસડાતાં વાદળ જેવા છે. ઈશ્વરે તેમને માટે ઊંડા પાતાળમાં ઘોર અંધકાર તૈયાર કરેલો છે.


અને તેણે કહ્યું, “સઘળું પૂરું થયું. હું આલ્ફા અને ઓમેગા, આરંભ અને અંત છું. જેમને આત્મિક તરસ છે તેમને હું જીવનજળના ઝરણામાંથી વિનામૂલ્યે પીવડાવીશ.


પછી દૂતે મને ઈશ્વરના અને હલવાનના રાજ્યાસનમાંથી નીકળીને પવિત્ર નગરની મધ્યમાં વહેતી સ્ફટિક જેવી ચળક્તી જીવનજળની નદી બતાવી.


પવિત્ર આત્મા અને કન્યા બન્‍ને કહે છે, “આવો!” આ જે સાંભળે તે દરેક પોકારે, “આવો!” જે તરસ્યો હોય તે આવે અને જે ચાહે તે જીવનજળ વિનામૂલ્યે મેળવે.


પણ તમે તો મારો ત્યાગ કર્યો છે અને અન્ય દેવોની ઉપાસના કરી છે, તેથી હવે હું તમને છોડાવવાનો નથી.


પછી તેમણે પ્રભુને મદદ માટે પોકાર કરીને કહ્યું, ‘તમારા તરફથી ફરી જઈને અને બઆલ દેવ તથા આશ્તારોથ દેવીની ભક્તિ કરીને અમે પાપ કર્યું છે. અમારા શત્રુથી અમને બચાવો અને અમે તમારી સેવાભક્તિ કરીશું.’


Lean sinn:

Sanasan


Sanasan