Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 19:5 - પવિત્ર બાઇબલ C.L.

5 કારણ, તેમણે ત્યાં બઆલદેવની પૂજાને માટે ઉચ્ચસ્થાન બાંધ્યું છે અને તેમના પર પોતાના પુત્રોનું બઆલદેવને અગ્નિમાં બલિદાન ચઢાવ્યું છે. જો કે આ પ્રમાણે કરવાની મેં તેમને આજ્ઞા આપી નથી કે કદી એવો વિચાર સરખો મારા મનમાં આવ્યો નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 પોતાના પુત્રોને અગ્નિમાં બાળીને તેઓ બાલની આગળ દહનીયાર્પણો ચઢાવે તે માટે તેઓએ બાલનાં ઉચ્ચસ્થાનો બાંધ્યા છે; એવું કરવાનું મેં ફરમાવ્યું નહોતું, ને કહ્યું નહોતું, ને એવું મારા હ્રદયમાં આવ્યું પણ નહોતું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 પોતાના દીકરાઓને અગ્નિમાં બાળીને તેઓ બઆલની આગળ દહનીયાર્પણ ચઢાવે તે માટે તેઓએ બઆલનાં ઉચ્ચસ્થાનો બાંધ્યાં છે. એવું કરવાનું મેં ફરમાવ્યું નહોતું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

5 તેમણે બઆલ દેવને માટે યજ્ઞવેદીઓ ઊભી કરી છે. જ્યાં તેઓ પોતાનાં બાળકોની આહુતિ આપે છે. મેં કદી એવી આજ્ઞા કરી જ નથી. એવો કોઇ વિચાર પણ મારા મનમાં કદી આવ્યો જ નથી!’”

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 19:5
14 Iomraidhean Croise  

તેમણે વિધર્મી દેવોને પોતાના પુત્રો અને પુત્રીઓનાં દહનબલિ ચઢાવ્યાં; તેમણે પ્રેતાત્માના માયમનો અને ભવિષ્યવેત્તાઓનો પરામર્શ કર્યો, અને પ્રભુની દૃષ્ટિએ ઘૃણાસ્પદ એવાં આચરણના ગુલામ બની ગયા અને એમ તેમનો કોપ વહોરી લીધો.


તેણે ઘંતરમંતર અને જાદુક્રિયા આચરી અને જોશ જોનારા તથા પ્રેતાત્માઓનો સંપર્ક સાયો. તેણે પ્રભુની વિરુદ્ધ ભયંકર પાપકર્મો કરીને તેમનો રોષ વહોરી લીધો.


અને ઇઝરાયલી લોકો દેશનો કબજો મેળવતા ગયા તેમ તેમ તેમની આગળથી પ્રભુએ જે પ્રજાઓને દેશમાંથી હાંકી કાઢી હતી તેમના ધૃણાસ્પદ રીતરિવાજોનું અનુકરણ કરીને તેણે પોતાના પુત્રોને મૂર્તિઓની આગળ દહનબલિ તરીકે ચઢાવ્યા.


તેમણે હિન્‍નોમની ખીણમાં બઆલ દેવની પૂજા માટે ઉચ્ચસ્થાન બાંધ્યું છે; જેથી તેઓ મોલેખ દેવને પોતાનાં પુત્રપુત્રીઓને અગ્નિમાં હોમીને બલિ ચડાવે. મેં તેમને એવું કરવાની ક્યારેય આજ્ઞા આપી નથી, અરે, મારા મનમાં એનો વિચાર સરખોય આવ્યો નથી કે તેઓ એવાં ધૃણાસ્પદ કાર્યો કરીને યહૂદિયાના લોકોને પાપમાં પાડે.”


પ્રભુ પરમેશ્વર આમ કહે છે: “તેં તારા આશકો સાથેની તારી વેશ્યાગીરીમાં તારી આબરૂ લૂંટાવી છે અને તારી લાજ ઉઘાડી પાડી છે તેને લીધે અને તારાં ઘૃણાસ્પદ કૃત્યોની સર્વ મૂર્તિઓને લીધે અને એ મૂર્તિઓને અર્પણ કરેલાં તારા સંતાનોના લોહીને લીધે હું આમ કરીશ.


મેં તેમને તેમનાં જ અર્પણોથી તેમને ભ્રષ્ટ થવા દીધા અને તેમના પ્રથમ જન્મેલા પુત્રોના બલિ ચડાવવા દીધા; જેથી તેઓ ત્રાસ પામે અને જાણે કે હું પ્રભુ છું.


પ્રભુ પરમેશ્વર ગોગને આ પ્રમાણે કહે છે: “તે સમયે તું તારા મનમાં વિચારીને એક દુષ્ટ યોજના ઘડી કાઢશે.


“હે રાજા, આપ નિદ્રામાં હતા ત્યારે તમને ભવિષ્યનું સ્વપ્ન આવ્યું; અને રહસ્ય પ્રગટ કરનાર ઈશ્વરે તમને હવે પછી શું બનવાનું છે તે જણાવ્યું છે.


“તમારે તમારા કોઈ બાળકને માનવબલિ તરીકે મોલેખને ચડાવવું નહિ. આ રીતની પૂજા પ્રભુ તમારા ઈશ્વરના નામને કલંક લગાડશે; હું પ્રભુ છું.


બીજે દિવસે સવારે બાલાક બલામને બઆલનાં ઉચ્ચ ભક્તિસ્થાનો પર લઈ ગયો, જ્યાંથી ઇઝરાયલી લોકોનો સૌથી છેવાડાનો ભાગ પણ દેખાતો હતો.


તેઓ તેમનાં દેવદેવીઓની પૂજા કરે છે તે પ્રમાણે તમે તમારા ઈશ્વર પ્રભુની ભક્તિ કરશો નહિ; કારણ, તેઓ તો તેમના દેવો માટે જે કાર્યો કરે છે તે પ્રભુની દૃષ્ટિમાં ઘૃણાસ્પદ અને તિરસ્કારપાત્ર છે. અરે, તેઓ તો તેમના દેવોની વેદીઓ પર પોતાનાં બાળકોનું અગ્નિમાં અર્પણ કરે છે!


Lean sinn:

Sanasan


Sanasan