Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 18:23 - પવિત્ર બાઇબલ C.L.

23 પણ હે પ્રભુ, મને મારી નાખવાનું તેમનું કાવતરું તમે બરાબર જાણો છો; માટે તેમના અપરાધોની ક્ષમા કરશો નહિ, અથવા તમારી નજર આગળથી તેમનાં પાપ ભૂંસી નાખશો નહિ. તમારી સમક્ષ તેમને ઊંધા પછાડો, અને તમે ક્રોધમાં હો ત્યારે જ તેમને સજા કરો!”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

23 પણ હે યહોવા, મને મારવા માટે મારી વિરુદ્ધ તેઓની બધી મસલત તમે જાણો છો. તેઓના અન્યાયની ક્ષમા ન કરો, ને તમારી દષ્ટિ આગળથી તેઓનું પાપ ભૂંસી ન નાખો; પણ તેઓને તમારી નજર આગળ પટકાવી પાડો. તમે તમારા કોપને સમયે તેઓને જોઈ લો.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

23 પણ હે યહોવાહ, મારો જીવ લેવા માટે તેઓનાં તમામ કાવતરાંઓ તમે જાણો છો. તમે તેઓના અન્યાય માફ કરશો નહિ, તમારી દ્રષ્ટિથી તેઓનું પાપ ભૂંસી ન નાખો. પણ તેઓને તમારી નજર સમક્ષ ઠોકર ખાઈને પાડી નાખો. તમે તમારા રોષમાં એમને સજા કરો.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

23 પણ, હે યહોવા, મારો જીવ લેવા માટેનાં એમના તમામ ખૂની કાવત્રાઓ તમે જાણો છો. તમે તેઓને માફ કરશો નહિ, એમનાં પાપકર્મો ભૂલશો નહિ, તેઓ તમારી સમક્ષ ઠોકર ખાઇને પછડાઇ પડો. તમારો રોષ ભભૂકી ઊઠયો હોય ત્યારે જ એમને સજા કરજો.”

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 18:23
28 Iomraidhean Croise  

હે પ્રભુ, તમારે કાર્યશીલ થવાનો આ સમય છે; કારણ, લોકો તમારો નિયમ પાળતા નથી.


જેઓ મારો જીવ લેવા યત્ન કરે છે તેમને તમે લજ્જિત અને અપમાનિત કરો. જેઓ મારું ભૂડું કરવાની પેરવી કરે છે, તેમને તમે ગૂંચમાં નાખીને નસાડી મૂકો.


તમે મારી રખડામણો ગણો છો, મારાં આંસુને તમારી મશકમાં સંઘરો છો. શું તેઓ તમારા પુસ્તકમાં નોંધેલાં નથી?


હે સેનાધિપતિ પ્રભુ, તમે તો ઇઝરાયલના ઈશ્વર છો. જાગો અને સર્વ વિધર્મી રાષ્ટ્રોને સજા કરો; ભૂંડાઈ આચરનાર કોઈ પણ દેશદ્રોહી પ્રત્યે દયા દર્શાવશો નહિ.(સેલાહ)


ઈશ્વર તમને સજા ફરમાવશે ત્યારે તમે શું કરશો? તે તમારા પર દૂર દેશથી આફત લાવશે ત્યારે તમે શું કરશો? તમે મદદ માટે કોની પાસે દોડી જશો? તમારી ધનદોલત ક્યાં મૂકી જશો?


સૌને નમાવવામાં આવશે અને સૌની નામોશી થશે. હે પ્રભુ, તમે તેમને માફ કરશો નહિ.


અલબત્ત, કોઈ જીવતું રહેવા પામશે નહિ; કારણ, અનાથોથના લોકો પર હું નક્કી કરેલા સમયે આપત્તિ લાવીશ.”


પછી મેં કહ્યું, “હે પ્રભુ, તમે બધું જ જાણો છો; મને સંભારો અને મારી મદદે આવો, મારા પર જુલમ કરનારાઓ પર બદલો લો. તેઓ મને ખતમ કરી નાખે ત્યાં સુધી તેમના પ્રત્યે ધીરજ ન દાખવો. યાદ રાખો કે, તમારે લીધે હું આ અપમાન સહું છું.


મારો પીછો કરનારા ભલે શરમાય, પણ હું લજ્જિત ન થાઉ; તેઓ ભલે ભયભીત થાય, પણ હું ભયભીત ન થાઉ. તેમના પર આફત મોકલી આપો, અને તેમનો સદંતર નાશ કરો.


મેં તમને વારસા તરીકે આપેલ દેશ તમારે તજી દેવો પડશે અને અજાણ્યા દેશમાં હું તમારી પાસે તમારા શત્રુઓની સેવા કરાવીશ. કારણ, તમે મારો કોપાગ્નિ સળગાવ્યો છે અને તે સતત સળગતો રહેશે.”


પછી લોકોએ કહ્યું, “ચાલો, યર્મિયા વિરુદ્ધ ઘાટ ઘડીએ કેમ કે યજ્ઞકાર પાસેથી શિક્ષણ, જ્ઞાનીઓ પાસેથી સલાહ અને સંદેશવાહકો પાસેથી પ્રભુનો સંદેશ ખૂટવાંનાં નથી. ચાલો, તેના પર આરોપ મૂકીએ, અને તેના બોલવા પ્રત્યે કંઈ ધ્યાન ન આપીએ.”


પ્રભુએ લોકોને સંબોધીને જે જે કહેવાની આજ્ઞા કરી હતી તે બધું યર્મિયાએ કહેવાનું જેવું પૂરું કર્યું કે તરત જ યજ્ઞકારો, સંદેશવાહકો અને લોકો તેને પકડી લઈને બોલી ઊઠયા,


તેઓ યર્મિયા પર ક્રોધે ભરાયા અને તેને ફટકા મરાવ્યા. પછી તેમણે તેને રાજ્યમંત્રી યોનાથાનના ઘરમાં કેદી તરીકે પૂરી દીધો; કારણ, તે ઘરને કેદખાનામાં ફેરવી નાખ્યું હતું.


પછી એ અધિકારીઓએ રાજા પાસે જઈને કહ્યું, “આ માણસને ખતમ કરો. આવા સંદેશા આપીને તે આપણા સૈનિકોને અને નગરમાં બાકી રહેલા લોકોને નાહિંમત કરી દે છે. કારણ, આ માણસ લોકોનું કલ્યાણ નહિ, પણ તેમનું નુક્સાન ઇચ્છે છે.”


શું તેમને તેમના આ ઘૃણાજનક કૃત્યની શરમ આવી? ના, તેમને જરાય શરમ આવી નહિ; અને તેઓ ભોંઠા પડયા નહિ. તેથી બીજાઓની જેમ તેમનું પણ પતન થશે અને હું તેમને સજા કરીશ ત્યારે તેઓ ઉથલી પડશે. હું પ્રભુ આ બોલું છું.”


તેથી પ્રભુ આ પ્રમાણે કહે છે, “જુઓ, આ લોકના માર્ગમાં હું અવરોધ મૂકીશ, જેથી તેઓ ઠોકર ખાઈને ગબડી પડશે. પિતા અને પુત્રો તથા પડોશીઓ તથા મિત્રો એક સાથે નાશ પામશે.”


તેથી પ્રભુ પરમેશ્વર આ પ્રમાણે કહે છે, “હું આ સ્થાન પર મારો કોપ રેડી દઈશ અને લોકો, પ્રાણીઓ, વૃક્ષો અને ખેતરો તેનો ભોગ બનશે. એ કોપ સતત સળગતો રહેશે અને હોલવી શકાશે નહિ.”


શું તેમને તેમના આ ઘૃણાજનક કૃત્યની શરમ આવી? ના, તેમને જરાય શરમ આવી નહિ અને તેઓ ભોંઠા પડયા નહિ. તેથી બીજાઓની જેમ તેમનું પણ પતન થશે અને હું તેમને સજા કરીશ ત્યારે તેઓ ઉથલી પડશે. હું પ્રભુ આ બોલું છું.”


મારા શત્રુઓની વેરભાવના અને મારી વિરુદ્ધનાં તેમનાં કાવતરાં તમે જાણો છો.


હે પ્રભુ, તમે તેમને મારી નિંદા કરતા સાંભળ્યા છે. તમે તેમનાં બધાં કાવતરાં જાણો છો.


કારણ, શાસ્ત્રમાં જે કંઈ લખેલું છે તે સાચું ઠરે તે માટે એ શિક્ષાના દિવસો છે.


તારું હૃદય તો હઠીલું અને રીઢું થઈ ગયું છે. ન્યાયને દિવસે તને થનાર સજામાં તું વધારો કર્યા કરે છે.


Lean sinn:

Sanasan


Sanasan