Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 18:13 - પવિત્ર બાઇબલ C.L.

13 તેથી પ્રભુ આ પ્રમાણે કહે છે, “બીજી પ્રજાઓને પૂછી તો જુઓ, કે કોઈએ આવું કદી સાંભળ્યું છે! કન્યા સમાન મારી ઇઝરાયલની પ્રજાએ અતિશય આઘાતજનક કાર્ય કર્યું છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

13 તે માટે યહોવા કહે છે કે, વિદેશીઓમાં પૂછો કે, ઇઝરાયલની કુમારીએ અતિશય ભયંકર કૃત્ય કર્યું એવી વાતો કોણે સાંભળી છે?

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

13 તેથી યહોવાહ આ પ્રમાણે કહે છે કે; “બધી પ્રજાઓમાં પૂછો, કોઈએ કદી આવું સાંભળ્યું છે? કે, ઇઝરાયલની કુમારીએ અતિશય ભયંકર કૃત્ય કર્યું છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

13 તેથી યહોવા કહે છે, “બધી પ્રજાઓમાં જઇને પૂછો, ‘કોઇએ કદી આવું સાંભળ્યું છે?’ મારી પ્રજા ઇસ્રાએલે ભયંકર કૃત્ય કર્યું છે.

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 18:13
14 Iomraidhean Croise  

તે પછી એલ્યાકીમ, શેબ્ના અને યોઆએ શોકમાં પોતાનાં વસ્ત્ર ફાડયાં અને આશ્શૂરના મુખ્ય લશ્કરી અધિકારીએ કહેલી સર્વ વાતથી હિઝકિયા રાજાને વાકેફ કર્યો.


શું કોઈએ આવું કદી જોયું કે સાંભળ્યું છે? શું એક જ દિવસમાં દેશનો પ્રસવ થઈ જાય? શું એક ક્ષણમાં પ્રજાનો ઉદ્ભવ થઈ જાય? પણ સિયોનને તો પ્રસવવેદના થતાંની સાથે જ તે સંતાનોને જન્મ આપશે.


પછી પ્રભુએ મને મારા શોક વિષે લોકોને જણાવવાની આજ્ઞા આપી. મારા લોક સખત રીતે ઘવાયા છે અને તેમને કારી ઘા પડયા છે. તેથી મારી આંખોમાંથી ચોધાર આંસુ સતત વહે છે, અને રાતદિવસ મારું રુદન બંધ પડતું નથી


લબાનોન પર્વતનાં ખડકાળ શિખરો શું કદી બરફ વગરનાં રહે? તેમાંથી વહેતાં ઠંડાં જળનાં ઝરણાં શું કદી સૂકાઈ જાય?


પરંતુ યરુશાલેમના સંદેશવાહકોમાં તો મેં એથી વિશેષ આઘાતજનક બાબત જોઈ છે: તેઓ પોતે વ્યભિચાર કરે છે અને જૂઠ પ્રવર્તાવે છે. તેઓ દુષ્ટોને એવો સાથ આપે છે કે કોઈ પોતાની દુષ્ટતામાંથી પાછું વળતું નથી! મારી દષ્ટિમાં એ લોકો સદોમ અને ગમોરાના રહેવાસીઓ જેવા અધમ થઈ ગયા છે.


હું તમને ફરીથી પાછા ઉઠાવીશ અને તમે ઊભા થશો; તમે ફરીથી તમારી ખંજરીઓ ઉઠાવીને આનંદથી નાચગાન કરશો.


દેશમાં એક ઘૃણાસ્પદ અને ભયંકર બાબત બની છે:


“પ્રભુએ મારા સૌ શૂરવીરોને તુચ્છકાર્યા છે, મારા યુવાનોનો સંહાર કરવા તેમણે સૈન્ય મોકલ્યું. દ્રાક્ષાકુંડમાં દ્રાક્ષો ખૂંદાય તેમ તેમણે મારા લોકને કચડી નાખ્યા છે.


ઇઝરાયલમાં મેં કમકમાટી ઉપજાવે એવી બાબત જોઈ છે. મારા લોકોએ, એફ્રાઈમ તથા ઇઝરાયલે મૂર્તિપૂજા આચરીને પોતાને ભ્રષ્ટ કર્યા છે.


હે ઇઝરાયલના લોકો, તમારે માટે હું આ વિલાપગીત ગાઉં છું જે સાંભળો:


કુમારિકા જેવી ઇઝરાયલ પ્રજાનું પતન થયું છે. તે ફરી ઊભી થવાની નથી. તેને જમીન પર ફેંકી દેવામાં આવી છે અને તેને ઊભી કરનાર કોઈ નથી.


તમારામાં સાચે જ વ્યભિચાર છે એવું મને જાણવા મળ્યું છે, અને એવો વ્યભિચાર કે જે વિધર્મીઓમાં પણ નથી હોતો!


તેથી પલિસ્તીઓએ ગભરાઈને કહ્યું, “તેમની છાવણીમાં ઈશ્વર આવ્યા છે. હવે આપણું આવી બન્યું. પહેલાં આવું કદી બન્યું નથી.


Lean sinn:

Sanasan


Sanasan