Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 18:10 - પવિત્ર બાઇબલ C.L.

10 પણ તે પ્રજા મને આધીન ન થતાં મને નારાજ કરે તો તેમનું ભલું કરવાનો તે વિચાર હું માંડી વાળીશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 ત્યારે જો તે મારું કહ્યું ન માનીને મારી દષ્ટિમાં જે ભૂંડું છે તે કરે, તો જે પ્રકારના કલ્યાણથી મેં તેનું હિત કરવાનું કહ્યું હતું તે વિષે હું પસ્તાઈશ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 પણ પછી તે પ્રજા મારું કહ્યું ન માનીને દુષ્ટતા કરે, તો મેં કહ્યું હતું તે પ્રમાણે તેઓનું હિત કરીશ નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

10 પણ પછી તે પ્રજા પોતાના વિચારો બદલી નાખે અને દુષ્ટતા તરફ ફરે તથા મને આધીન થવાની ના કહે તો હું પણ મારા વિચારો ફેરવીશ અને મેં કહ્યું હતું તે પ્રમાણે હું તેઓને આશીર્વાદ આપીશ નહિ.

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 18:10
14 Iomraidhean Croise  

જ્યારે તમે દુષ્ટોને શિક્ષા કરો, ત્યારે તમારા માર્ગનો ત્યાગ કરનાર સૌને પણ શિક્ષા કરજો. ઇઝરાયલના લોકનું કલ્યાણ થાઓ!


પણ જો સદાચારી સદાચરણ છોડી દઇ દુષ્ટ માણસોનાં જેવાં અધમ ને ધિક્કારપાત્ર કૃત્યો કરવાનું શરૂ કરે તો શું તે જીવતો રહેશે? ના, કદી નહિ. તેણે કરેલાં સર્ત્ક્યોમાંનું એકેય યાદ કરવામાં આવશે નહિ, તે તો તેના નિષ્ઠાત્યાગને લીધે તથા તેનાં પાપને લીધે માર્યો જશે.


“હે મનુષ્યપુત્ર, ઇઝરાયલીઓને કહે કે, કોઈ નેક માણસ પાપ કરે ત્યારે તેની નેકી તેનો જાન બચાવી શકશે નહિ. જો કોઇ દુષ્ટ પોતાની દુષ્ટતા છોડી દે તો તેની દુષ્ટતાને લીધે તે માર્યો જશે નહિ. જો કોઈ નેક માણસ પાપ કરે તો તેનો જાન બચવા પામશે નહિ.


જ્યારે કોઈ નેક માણસ નેકી છોડી દઈને દુરાચાર આચરે તો એને લીધે તે નક્કી માર્યો જશે.


મહિનાના સાતમે દિવસે પણ એ જ પ્રમાણે કરવું. જેણે ભૂલથી કે અજ્ઞાનતાથી પાપ કર્યું હોય તેને માટે પ્રાયશ્ર્વિતબલિ ચડાવવો. આ રીતે તમારે મંદિરને પવિત્ર રાખવું.


જેઓ મારાથી વિમુખ થઈ જઈ હવે મને અનુસરતા નથી, અને મારી પાસે આવતા નથી કે મારું માર્ગદર્શન મેળવવા માગતા નથી એવા લોકોને પણ હું નષ્ટ કરીશ.”


ચાળીસ દિવસ સુધી ફરીને તમે દેશની જાસૂસી કરી હતી; તેથી એક દિવસને માટે એક વર્ષ તે પ્રમાણે ગણીને ચાળીસ વર્ષ સુધી તમે તમારાં પાપની સજા ભોગવશો; ત્યારે તમને સમજાશે કે મારો ત્યાગ કરવાનું શું પરિણામ આવે છે!


શમુએલે જવાબ આપ્યો, “એમાં તેં મૂર્ખાઈ કરી છે. તેં તને તારા ઈશ્વર પ્રભુએ આપેલી આજ્ઞા પાળી હોત, તો તે તને અને તારા વંશજોને હંમેશને માટે ઇઝરાયલ પર રાજ કરવા દેત.


શમુએલ જીવ્યો ત્યાં લગી તે શાઉલ રાજાને ફરી કદી મળ્યો નહિ, પણ તે તેને માટે દુ:ખી થતો હતો. શાઉલને ઇઝરાયલનો રાજા બનાવવા બદલ પ્રભુને દુ:ખ થયું.


મેં ઇઝરાયલના ઈશ્વર પ્રભુએ, ભૂતકાળમાં વચન આપ્યું હતું કે તમારું કુટુંબ અને કુળ મારા યજ્ઞકારો તરીકે હંમેશા મારી સેવા કરશે. પણ હવે હું પ્રભુ કહું છું કે હવેથી એમ થશે નહિ. એને બદલે, જેઓ મને માન આપે છે તેમને હું માન આપીશ. પણ જેઓ મને તુચ્છ ગણે છે તેમને હું પણ તુચ્છ ગણીશ.


Lean sinn:

Sanasan


Sanasan