Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 17:7 - પવિત્ર બાઇબલ C.L.

7 પરંતુ પ્રભુ પર ભરોસો રાખનાર, અને પ્રભુ પર આધાર રાખનાર આશીર્વાદિત છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 જે પુરુષ યહોવા પર ભરોસો રાખે છે, ને જેનો આધાર યહોવા છે તે આશીર્વાદિત છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 પરંતુ જે પુરુષ યહોવાહ પર વિશ્વાસ રાખે છે અને જેનો આધાર યહોવાહ છે તે આશીર્વાદિત છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

7 પરંતુ જે મારા પર વિશ્વાસ રાખે છે અને મને પોતાનો આધાર માને છે તેના પર મારા આશીર્વાદ વરસશે.

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 17:7
16 Iomraidhean Croise  

પ્રભુ પર ભરોસો રાખનારા સિયોન પર્વત સમાન છે; એ તો કદી ખસેડી શકાય નહિ એવો અચળ પર્વત છે.


જેના સહાયક યાકોબના આરાધ્ય ઈશ્વર છે, અને જે પોતાના ઈશ્વર પ્રભુ પર આશા રાખે છે તેને ધન્ય છે.


ધ્રૂજતાં ધ્રૂજતાં તેમનાં ચરણ ચૂમો; રખેને તે તમારા પર કોપાયમાન થાય અને તત્કાળ તમારો વિનાશ થાય; કેમ કે તેમનો કોપ જલદી સળગી ઊઠે છે. પ્રભુને શરણે જનારાઓને ધન્ય છે!


તેઓ તો ઠોકર ખાઈને પતન પામશે, પરંતુ આપણે તો ઊઠીને ઊભા થઈશું.


અનુભવ કરો અને જુઓ કે પ્રભુ કેવા મધુર છે! તેમનો આશરો લેનારને ધન્ય છે!


પ્રભુ પર ભરોસો રાખનારને ધન્ય છે; એવો માણસ મૂર્તિઓ તરફ વળી જતો નથી, અને જૂઠા દેવોના ઉપાસકો સાથે ભળી જતો નથી.


હે પ્રભુ, મારી આશા તમારા પર જ છે; હે પ્રભુ, નાનપણથી જ હું તમારા પર ભરોસો રાખું છું.


હે સેનાધિપતિ પ્રભુ, તમારા પર ભરોસો રાખનારને ધન્ય છે!


શિક્ષણ પ્રત્યે ધ્યાન આપનારનું હિત થશે, અને પ્રભુ પર ભરોસો રાખનાર સુખી થશે.


છતાં પ્રભુ તમારા પર દયા કરવાને આતુર છે અને તમારા પર કરુણા દાખવવા તત્પર છે. કારણ, તે ન્યાયી ઈશ્વર છે અને જેઓ તેમની અપેક્ષા સેવે છે તેવા સૌને ધન્ય છે.


અને સિયોનમાં શોક કરનારાઓને રાખને બદલે પુષ્પમુગટ, વિલાપને બદલે હર્ષનું તેલ, હતાશ આત્માને બદલે સ્તુતિરૂપી વસ્ત્રો આપવા માટે મોકલ્યો છે. તેઓ તો પ્રભુનો મહિમા પ્રગટ કરનારાં ધાર્મિક્તાનાં ઓકવૃક્ષો અને પ્રભુએ રોપેલા રોપ કહેવાશે.


હું તને ઉગારી લઈશ; તું યુદ્ધમાં મૃત્યુ પામીશ નહિ, પણ જાણે યુદ્ધમાં લૂંટ મળી હોય તેમ તારો જીવ બચી જશે. કારણ, તેં મારા પર ભરોસો રાખ્યો છે. હું પ્રભુ આ બોલું છું.”


રાજાએ કહ્યું, “શાદ્રાખ, મેશાખ અને અબેદ-નગોના ઈશ્વરની સ્તુતિ કરો. તેઓ તેમના પર ભરોસો રાખી તેમની સેવા કરે છે એટલે ઈશ્વરે દૂત મોકલીને તેમને બચાવ્યા છે. પોતાના ઈશ્વર સિવાય અન્ય દેવોની આગળ નમન કરીને આરાધના કરવા કરતાં તેમણે મારા આદેશનો અનાદર કરીને પોતાના જીવ જોખમમાં નાખ્યા.


ત્યાં હું નમ્ર અને દીનજનોને રહેવા દઈશ અને તેઓ મદદ માટે મારા પર આધાર રાખશે.


આમ, ખ્રિસ્ત પર આશા રાખવામાં આપણે જેઓ પ્રથમ છીએ તેઓ ઈશ્વરની સ્તુતિ કરીએ!


Lean sinn:

Sanasan


Sanasan