Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 17:25 - પવિત્ર બાઇબલ C.L.

25 તો આ નગરના દરવાજાઓમાં થઈને દાવિદના રાજ્યાસન પર બિરાજનાર રાજાઓ રથ અને ઘોડાઓ પર સવાર થઈને પસાર થશે. તેઓ તથા તેમના અધિકારીઓ યહૂદિયાના લોકો અને યરુશાલેમના નિવાસીઓ સહિત આ દરવાજાઓમાં થઈને આવજા કરશે અને યરુશાલેમ સદા વસેલું રહેશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

25 તો આ નગરના દરવાજાઓમાં થઈને દાઉદના રાજ્યાસન પર બિરાજનારા રાજાઓ તથા સરદારો રથોમાં તથા ઘોડાઓ પર બેસીને, તેઓ તથા તેઓના સરદારો, યહૂદિયાના પુરુષો તથા યરુશાલેમના રહેવાસીઓ અંદર પેસશે; અને આ નગર સર્વકાળ ટકી રહેશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

25 તો આ નગરના દરવાજામાં થઈને દાઉદના સિંહાસન પર બિરાજનારા રાજાઓ રાજકુમારિકાઓ, રથોમાં અને ઘોડાઓ પર બેસીને તેઓ તથા તેઓના સરદારો અને યહૂદિયાના પુરુષો તથા યરુશાલેમના વતનીઓ અંદર આવશે અને આ નગર સદાકાળ ટકી રહેશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

25 “‘તો રાજાઓ જે દાઉદના સિંહાસન પર બેઠા છે તેઓ આ શહેરના દરવાજામાંથી, રથો અને ઘોડાઓ પર સવાર લશ્કરના સરદારો સાથે, અને યહૂદિયાના લોકો અને યરૂશાલેમના વતનીઓ સાથે આવજા કરશે અને આ નગર યરૂશાલેમ સદાકાળ હર્યુભર્યુ વસેલું રહેશે.

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 17:25
21 Iomraidhean Croise  

તારા વારસદારોને અને તારા રાજ્યને તારી સમક્ષ હું સંસ્થાપિત કરીશ અને તારું રાજ્યાસન સદાકાળને માટે સ્થિર રાખીશ.”


દાવિદે તેના 1700 ઘોડેસ્વારો અને 20,000 સૈનિકોને પકડી લીધા. તેણે એક સો રથો પૂરતા ઘોડા રાખી લીધા અને બાકીના ઘોડાના પગની નસો કાપી નાખીને તેમને અપંગ કરી નાખ્યા.


મેં પ્રભુએ તમારે માટે કરેલાં કાર્યની યાદગીરીમાં તમારે મારા માનાર્થે આ દિવસ ઊજવવો. તમારે એને કાયમી વિધિ તરીકે પેઢી દરપેઢી ઊજવવો.”


તેના રાજ્યની સતત વૃદ્ધિ થયા કરશે અને તેમાં અપરંપાર શાંતિ રહેશે. તે દાવિદ રાજાના અનુગામી તરીકે રાજ કરશે. હમણાંથી અનંતાનંત તેમનું રાજ્ય સચ્ચાઈ અને ન્યાયને આધારે સ્થપાશે અને ટકી રહેશે. સર્વસમર્થ પ્રભુના ઉમળકા પ્રમાણે એ સઘળું સિદ્ધ થશે.


ત્યારે તું તેમને આ પ્રમાણે કહેજે કે, પ્રભુ આ પ્રમાણે કહે છે: ‘આ દેશના સર્વ રહેવાસીઓને એટલે દાવિદના રાજ્યાસન પર બિરાજનાર રાજાઓથી માંડીને યજ્ઞકારો, સંદેશવાહકો અને યરુશાલેમના સર્વ નાગરિકોને હું જલદ દ્રાક્ષાસવથી ચકચૂર કરી દઈશ.


“આ માણસ જાણે કે વાંઝિયો હોય તેમ નોંધી લો. તે તેના આખા જીવનમાં ક્યારેય સુખી થશે નહિ. દાવિદના વંશમાં યહૂદિયાના રાજ્યાસન પર રાજા તરીકે બિરાજવા કે રાજ કરવા તેનો કોઈ વંશજ સફળ થશે નહિ.” પ્રભુ આ પ્રમાણે કહે છે.


જો તમે સાચે જ એ પ્રમાણે વર્તશો તો દાવિદના વંશના રાજાઓની રાજસત્તા જારી રહેશે. તેઓ રથો અને ઘોડાઓ પર સવાર થઈને તેમના અધિકારીઓ અને લોકો સહિત આ દરવાજાઓથી આવજા કરશે.


તેમણે તો કહ્યું, “દરેક જણ પોતાનાં દુષ્ટ આચરણથી ફરો અને અધમ કાર્યો તજી દો અને મેં પ્રભુએ તમને તથા તમારા પૂર્વજોને પ્રાચીન સમયથી જે ભૂમિ વારસા તરીકે આપી છે તેમાં સર્વદા વાસ કરો.


તે દિવસોમાં હું દાવિદવંશના નેક અંકુરને ઉગાડીશ; તે રાજા સમગ્ર દેશમાં નેકી અને ન્યાયથી રાજ કરશે.”


કારણ, પ્રભુ આ પ્રમાણે કહે છે, “દાવિદના વંશમાં ઇઝરાયલના રાજ્યાસન પર બિરાજનાર ઉત્તરાધિકારીની ખોટ પડશે નહિ.


તો જ દાવિદના રાજ્યાસન પર રાજ કરનાર કોઈ વંશજ ન હોવાથી દાવિદની સાથેનો મારો કરાર તૂટે અને લેવીવંશ મારી સર્વદા સેવા કરશે તે અંગેનો મારો કરાર તૂટે.


સેનાધિપતિ પ્રભુ, ઇઝરાયલના ઈશ્વર આ પ્રમાણે કહે છે: તમારાં સમગ્ર અનુસરણ અને આચરણમાં સુધારો કરો તો હું આ સ્થળે તમને વસવા દઈશ.


તો જ હું આ સ્થળે એટલે, જે દેશ મેં તમારા પૂર્વજોને કાયમી વારસા તરીકે આપ્યો હતો તેમાં તમને વસવા દઈશ.


પણ રાજા પોતાના લશ્કર માટે મોટી સંખ્યામાં ઘોડા એકઠા ન કરે અને ઘોડાઓની સંખ્યા વધારવા માટે લોકોને ઇજિપ્ત દેશમાં પાછા ન મોકલે; કારણ કે, પ્રભુએ તમને કહ્યું છે કે, ‘તમારે કદીયે એ માર્ગે પાછા જવું નહિ.’


એને બદલે, તમે સિયોન પર્વત પાસે અને જીવંત ઈશ્વરના નગરમાં, એટલે કે સ્વર્ગીય યરુશાલેમ જ્યાં લાખો દૂતો છે ત્યાં તમે આવ્યા છો.


શમુએલે કહ્યું, “તમારો રાજા તમારા પ્રત્યે આવો વર્તાવ કરશે; તમારા પુત્રોને તે સૈનિકો બનાવશે. કેટલાકને તે રથના સારથિઓ બનાવશે, તો બીજા કેટલાકને તેના ઘોડેસ્વાર બનાવશે અને તેઓ તેના અંગરક્ષકો તરીકે તેના રથ આગળ દોડશે.


Lean sinn:

Sanasan


Sanasan