24 હું પ્રભુ કહું છું કે જો તમે મારી વાત ખરેખર સાંભળો અને સાબ્બાથદિને આ નગરના દરવાજાઓમાંથી કોઈ માલસામાનની હેરફેર કરો નહિ, પણ સાબ્બાથદિનને પવિત્ર દિવસ તરીકે પાળો અને તેમાં કોઈ રોજિંદું કામ ન કરો,
24 યહોવા કહે છે, “સાબ્બાથને દિવસે આ નગરના દરવાજાઓમાં થઈને પણ કંઈ બોજો અંદર ન લાવતાં પણ સાબ્બાથને પવિત્ર દિવસ માનીને તેમાં કંઈ પણ કામ ન કરતાં જો તમે મારું સાંભળશો જ સાંભળશો,
24 યહોવાહ કહે છે, વિશ્રામવારને દિવસે આ નગરના દરવાજામાં થઈને પણ કોઈ બોજો અંદર ન લાવતાં પણ વિશ્રામવારને પવિત્ર માની તેમાં કોઈ કામ નહિ કરતાં જો તમે મારું સાંભળશો જ સાંભળશો,
તેમણે કહ્યું, “જો તમે તમારા ઈશ્વર પ્રભુની, એટલે મારી વાણી સાંભળશો, મારી દૃષ્ટિમાં જે યથાર્થ છે તે કરશો અને મારી આજ્ઞાઓ પાળશો અને એ રીતે સંપૂર્ણ રીતે મને આધીન રહેશો તો જે રોગ હું ઇજિપ્તીઓ પર લાવ્યો તેમાંનો એક પણ રોગ હું તમારા પર મોકલીશ નહિ; કારણ, હું ‘યાહવે - રોફેકા’ એટલે તમને સાજા કરનાર તમારો પ્રભુ છું.”
જે ખોરાક ખાવાલાયક નથી તેને માટે તમે નાણાં કેમ ખર્ચો છો? જેથી તૃપ્તિ મળતી નથી તેને માટે તમારી કમાણી કેમ વાપરી નાખો છો? મારું સાંભળો અને મારું માનો તો તમે ઉત્તમ ખોરાક ખાશો અને પૌષ્ટિક ખોરાકથી તમારો જીવ સંતોષ પામશે.
દૂરદૂર વસતા લોકો આવીને પ્રભુનું મંદિર બાંધશે. જ્યારે તે બંધાઈ જાય ત્યારે તમે જાણશો કે પ્રભુએ મને મોકલ્યો છે. તમે તમારા ઈશ્વર પ્રભુની આજ્ઞાઓ સંપૂર્ણપણે પાળશો તો એ બધું પરિપૂર્ણ થશે.
“જુઓ, આજે હું તમને મારી જે આજ્ઞાઓ ફરમાવું છું તે ધ્યનથી સાંભળીને તમે તમારા ઈશ્વર પ્રભુ પર પ્રેમ રાખશો, અને તમારા સાચા દયથી અને પૂરા મનથી તેમની ભક્તિ કરશો તો,
“આ જે સર્વ આજ્ઞાઓ હું તમને ફરમાવું છું તેમનું તમે ખંતથી પાલન કરશો અને ઈશ્વર પ્રભુ પર પ્રેમ રાખશો, તેમના સર્વ માર્ગમાં ચાલશો અને તેમને દૃઢતાથી વળગી રહેશો;