Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 17:23 - પવિત્ર બાઇબલ C.L.

23 પરંતુ તેમણે મારું માન્યું નહિ અને તે પ્રત્યે ધ્યાન આપ્યું નહિ; તેને બદલે, પોતાના જક્કીપણામાં તેમણે મારી વાણી સાંભળી નહિ કે મારી શિખામણ માની નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

23 પણ તેઓએ સાંભળ્યું નહિ, ને કાન ધર્યો નહિ, પણ પોતાની ગરદન અક્કડ કરીને તેઓએ સાંભળ્યું નહિ ને શિખામલણ માની નહિ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

23 પણ તેઓએ સાંભળ્યું નહિ કે ઘ્યાન આપ્યું નહિ, પણ પોતાની ગરદન અક્કડ કરીને તેઓએ સાભળ્યું નહિ કે શિખામણ માની નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

23 તમારા પૂર્વજોએ મારા હુકમોં માન્યાં નહિ, તેઓએ તે ધ્યાન પર પણ લીધાં નહિ, અને હઠે ચડીને ન તો સાંભળ્યું કે ન તો શિખામણ લીધી.’”

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 17:23
24 Iomraidhean Croise  

કારણ, તમે તો શિસ્તને ધિક્કારો છો, અને મારી આજ્ઞાઓનો અનાદર કરો છો.


તે શિસ્તપૂર્વક અને ડહાપણપૂર્વક આચરણ કરતાં તથા નેકી, ઇન્સાફ અને શુદ્ધતામય જીવન જીવતાં શીખવે છે,


તે રૂપકકથાઓ અને ઉદાહરણોનો ગૂઢાર્થ સમજવા અને જ્ઞાનીઓનાં કથનો તથા માર્મિક વાતોનો તાગ કાઢવા માટે છે. જ્ઞાનીઓ પણ તેમનું શ્રવણ કરે અને તેમના જ્ઞાનમાં વૃદ્ધિ કરે, અને પારખશક્તિવાળા જનો માર્ગદર્શન પ્રાપ્ત કરે.


વારંવાર ઠપકો પામ્યા છતાં પોતાની જિદને વળગી રહેનાર એકાએક નાશ પામશે અને બચવાનો ઉપાય રહેશે નહિ.


અને કહેશે, “શા માટે મેં ઈશ્વરે ઠરાવેલી, શિસ્તનો તિરસ્કાર કર્યો? શા માટે મેં મારા મનમાં શિખામણની અવગણના કરી?


ચાંદી નહિ, પણ મારું શિક્ષણ અપનાવો, અને ચોખ્ખું સોનું નહિ, પણ વિદ્યા પસંદ કરો.


હું જાણું છું કે તું તો તદ્દન હઠીલો છે. તારી ગરદન લોખંડ જેવી કઠણ અને તારું કપાળ તાંબા જેવું સખત છે.


તેઓ તેમના પૂર્વજો જેમણે મારો સંદેશ સાંભળવાની ના પાડી તેમનાં પાપો તરફ વળ્યા છે, અને તેમણે અન્ય દેવોને અનુસરીને તેમની પૂજા કરી છે. ઇઝરાયલ અને યહૂદિયા એ બન્‍ને રાજ્યના લોકોએ તેમના પૂર્વજોની સાથે કરેલો મારો કરાર તોડયો છે.


ઇઝરાયલના ઈશ્વર સેનાધિપતિ પ્રભુ આ પ્રમાણે કહે છે: “આ નગર અને તેની આસપાસનાં સર્વ નગરો પર હું મારા કહ્યા પ્રમાણે નાશ લાવીશ. કારણ, તેમણે જક્કી બનીને મારો સંદેશ સાંભળ્યો નથી.”


તેમણે મારી તરફ મુખ ફેરવવાને બદલે તેમની પીઠ ફેરવી છે; હું તેમને વારંવાર આગ્રહથી બોધ કરતો આવ્યો છું, પણ તેમણે મારી વાણી સાંભળી નહિ, અને મારું શિક્ષણ સ્વીકાર્યું નહિ.


મેં મારા સંદેશવાહક સેવકોને તમારી પાસે મોકલીને વારંવાર આગ્રહથી કહેવડાવ્યું છે કે, તમારાં દુષ્ટ આચરણ તજો અને તમારાં કાર્યો સુધારો. અન્ય દેવોને અનુસરી તેમની પૂજા ન કરો; જેથી મેં તમને તથા તમારા પૂર્વજોને આપેલ દેશમાં તમે વસી શકશો, પણ તમે ધ્યાન આપ્યું નહિ, અને મારી વાણી સાંભળી નહિ.


પછી મેં કહ્યું, “પણ પ્રભુ તમારી આંખો સત્યતા પર મંડાયેલી છે. તમે તેમને માર્યા, પણ તેઓ દુ:ખી થયા નથી. તમે તેમને કચડયા પણ શિક્ષા થયા છતાં તેઓ સુધર્યા નથી. તેઓ પથ્થરદિલ થઈને તમારી તરફ પાછા ફરવાની ના પાડે છે.”


હે યરુશાલેમના લોકો, ચેતી જાઓ. નહિ તો હું તમારો ત્યાગ કરીશ અને તમારા નગરને ઉજ્જડ અને નિર્જન કરી દઈશ, અને ત્યાં કોઈ વસશે નહિ.”


તેથી તું તેમને કહેજે, ‘આ એ જ પ્રજા છે કે જે ઈશ્વરની વાણીને આધીન થતી નથી કે તેમની શિખામણ સ્વીકારતી નથી.’ સત્યનિષ્ઠા મરી પરવારી છે, કોઈના મુખમાં સત્ય રહ્યું નથી.”


પણ રણપ્રદેશમાંયે તેમણે મારી સામે બંડ કર્યું અને જેમનું પાલન કરવાથી મનુષ્યને જીવન પ્રાપ્ત થાય છે એવા મારા નિયમો પ્રમાણે તેઓ વર્ત્યા નહિ અને મારા આદેશોનો અમલ કર્યો નહિ. તેમણે સાબ્બાથોને પણ સંપૂર્ણ રીતે ભ્રષ્ટ કર્યા. આથી તેમના ઉપર મારો રોષ ઠાલવીને રણમાં જ તેમનો સંહાર કરવાનો મેં વિચાર કર્યો.


કારણ, તેમણે મારા આદેશોનો અનાદર કર્યો છે, મારા નિયમો પ્રમાણે તેઓ વર્ત્યા નથી અને સાબ્બાથદિન અપવિત્ર કર્યા છે. તેમનું મન તો મૂર્તિઓમાં જ લાગેલું હતું.


પણ તે પેઢીએ પણ મારી સામે બંડ કર્યું. તેઓ મારા નિયમો પ્રમાણે વર્ત્યા નહિ અને મારા આદેશોનો અનાદર કર્યો, કે જેમનું પાલન કરવાથી તો મનુષ્ય જીવન પ્રાપ્ત કરે છે. તેમણે સાબ્બાથદિનને અપવિત્ર કર્યા. ત્યારે મેં ફરી તેમના ઉપર રણપ્રદેશમાં મારો કોપ ઠાલવીને મારો રોષ શમાવવા વિચાર કર્યો.


તે પરથી મને લાગ્યું કે હવે મારા લોકો મારો આદર રાખશે, અને મારી શિખામણ ગ્રહણ કરશે અને મેં તેમને શિખવેલો પાઠ ભૂલી જશે નહિ. પણ તેઓ બહુ વહેલા ભૂંડાં કામો કરવા તરફ વળી ગયા.”


“ઓ હઠીલાઓ, ઓ નાસ્તિકો, ઈશ્વરનો સંદેશો સાંભળવામાં તમે કેવા બહેરા છો? તમે તમારા પૂર્વજોના જેવા છો; તમે પણ હંમેશાં પવિત્ર આત્માનો વિરોધ કરતા રહ્યા છો.


મેં તમને જણાવ્યું હતું કે હું તમારો ઈશ્વર પ્રભુ છું અને જેમના દેશમાં તમે વસો છો એ અમોરીના દેવોની તમે ઉપાસના કરશો નહિ. પણ તમે મારું સાંભળ્યું નહિ.”


Lean sinn:

Sanasan


Sanasan