Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 16:7 - પવિત્ર બાઇબલ C.L.

7 સ્નેહીજનના મૃત્યુ પ્રસંગે શોક્તિોને દિલાસો આપવા માટે કોઈ તેમને જમાડશે નહિ, અરે, કોઈનાં માતપિતા મરી ગયાં હોય તોપણ દિલાસાનો પ્યાલો પીવડાવશે નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 વળી લોકો મૂએલાં સંબંધી દિલાસો આપવા માટે તેઓને માટે શોક કરીને રોટલી ભાંગશે નહિ, અને લોકો પિતા કે, મા [ના મરન] ને માટે દિલાસાનો વાટકો તેઓને પીવાને આપશે નહિ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 વળી લોકો મૂએલા સંબંધી સાંત્વના આપવા સારુ તેઓને માટે શોક કરી રોટલી ભાગશે નહિ. અને લોકો માતાપિતાના મરણને માટે દિલાસાનો પ્યાલો તેઓને પીવાને આપશે નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

7 કોઇ તેને સાંત્વન આપવા શોક કરનારની સાથે ખાશે નહિ કે પીશે નહિ, પછી ભલે ને તેનાં માબાપ મૃત્યુ પામ્યા હોય.

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 16:7
8 Iomraidhean Croise  

યોબના બધા ભાઈઓ, તેની બધી બહેનો અને સઘળા પરિચિતો તેની મુલાકાતે આવ્યા અને તેના ઘરમાં તેની સાથે મિજબાની માણી. તેમણે યોબ પ્રત્યે તેમની સહાનુભૂતિ દર્શાવી અને પ્રભુએ જે વિપત્તિ તેના પર ઊતારી હતી તે અંગે તેને સાંત્વન આપ્યું. દરેક જણે તેને એક ક્સીતા સિક્કો અને સોનાની વીંટી આપ્યાં.


પછી મેં પૃથ્વી પર થતા જુલમો જોયા. મેં જુલમ વેઠનારાઓનાં આંસુ નિહાળ્યાં, પરંતુ તેમને દિલાસો દેનાર કોઈ નહોતું. તેમના પર અત્યાચાર ગુજારનારાઓના પક્ષમાં બળ હતું, પરંતુ પીડિતોને સહાય કરનાર કોઈ નહોતું.


હે યહૂદિયાના લોકો, યોશિયાના મૃત્યુ માટે વિલાપ કરશો નહિ, અને તેને માટે શોક કરશો નહિ; પણ બંદી તરીકે જનાર રાજા માટે હૈયાફાટ રુદન કરશે, કારણ, તે કદી પાછો આવવાનો નથી અને ફરી વતન જોવા પામશે નહિ.


તેની મલિનતા તેનાં વસ્ત્ર પર ચોંટેલી છે. છતાં તેણે પોતાની આખરી અવસ્થાનો વિચાર કર્યો નહિ. તેનું પતન ભયાનક હતું, તેને દિલાસો દેનાર કોઈ નહોતું. તેના દુશ્મનોનો વિજય થયો છે અને તે દયા માટે પ્રભુને પોકારે છે.


ખુંબ ધીમેથી ડુસકાં ભર; શોક નહિ કરતાં તું તારે માથે પાઘડી પહેર અને પગમાં જોડા પહેર; તારે તારું મુખ ઢાંકવાનું નથી અથવા શોક-ભોજનમાંથી ખાવાનું નથી.”


પરદેશમાં તેઓ ઈશ્વરને દ્રાક્ષાસવનાં પેયાર્પણો ચડાવી શકશે નહિ અથવા બલિદાનો અર્પી શકશે નહિ. મૃત્યુ પ્રસંગે ખવાતા ખોરાકની જેમ તેમનો ખોરાક અપવિત્ર થશે અને ખાનારા બધા અશુદ્ધ થશે. તેમનો ખોરાક માત્ર ભૂખ ભાગવા માટે જ વપરાશે અને તેમનું કંઈપણ પ્રભુના મંદિરમાં અર્પણ તરીકે લવાશે નહિ.


મારા શોકમાં પણ મેં એ દશાંશોમાંથી કંઈ ખાધું નથી; હું વિધિપૂર્વક અશુધ હતો ત્યારે મેં તે ઘર બહાર કાઢયું નથી; કે તેમાંથી મેં મૃતકો માટે પણ કંઈ હિસ્સો આપ્યો નથી. હે મારા ઈશ્વર પ્રભુ, તમારી વાણીને આધીન થઈને મેં તમારા ફરમાવ્યા મુજબની બધી આજ્ઞાઓ પાળી છે.


Lean sinn:

Sanasan


Sanasan