Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 15:6 - પવિત્ર બાઇબલ C.L.

6 તમે મને તજી દીધો છે, અને મારાથી વિમુખ થઈ ઉત્તરોત્તર વિશેષ દૂર થતા રહ્યા છો. તેથી તમારા પ્રત્યે દયા દર્શાવતાં હું કંટાળી ગયો, અને મેં મારા હાથના પ્રહારથી તમારો નાશ કર્યો છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 [યહોવા કહે છે,] તેં મારો ત્યાગ કર્યો છે, તું પાછળ હઠી ગયો છે; તેથી મેં મારો હાથ તારા પર ઉગામ્યો છે, ને તારો નાશ કર્યો છે. હું પશ્ચાતાપ કરતાં થાકી ગયો છું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 યહોવાહ કહે છે, તમે મારો ત્યાગ કર્યો છે અને મારા તરફથી પાછા હઠી ગયા છો. તેથી તમારી વિરુદ્ધ મારો હાથ ઉઠાવીને હું તમારો વિનાશ કરીશ. હું પશ્ચાતાપ કરતાં થાકી ગયો છું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

6 તમે મારો ત્યાગ કર્યો છે અને મારા તરફ પીઠ કરી છે; તેથી તમારી વિરુદ્ધ મારો હાથ ઉઠાવીને હું તમારો વિનાશ કરીશ. દર વખતે પશ્ચાત્તાપ કરતાં હું થાકી ગયો છું.” આ યહોવાના વચન છે.

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 15:6
28 Iomraidhean Croise  

“હે પાપ કરનારી પ્રજા, અન્યાયથી લદાયેલા લોક, દુરાચારીઓની ઓલાદ, વંઠી ગયેલાં છોકરાં! તમે પ્રભુનો ત્યાગ કર્યો છે; ઇઝરાયલના પરમપવિત્ર ઈશ્વરનો તિરસ્કાર કર્યો છે, અને તમે તેમનાથી વિમુખ થઈ ગયા છો.


એટલા જ માટે ઈશ્વર તમને અક્ષરે અક્ષર, લીટીએ લીટી અને પાઠ પર પાઠ શીખવશે. તે વખતે તમે ડગલે ને પગલે ઠોકર ખાશો, ઘાયલ થશો, ફસાઈ જશો અને પકડાઈ જશો.


ઇજિપ્તીઓ પણ માણસો જ છે, દેવો નહિ. તેમના ઘોડા ય પાર્થિવ દેહના છે; તે કંઈ અલૌકિક નથી. પ્રભુ પોતાનો હાથ ઉગામશે ત્યારે સહાય કરનારાઓ ઠોકર ખાશે અને મદદ મેળવનારાઓનું પતન થશે. બલ્કે, તેઓ સૌ એક સાથે નષ્ટ થઈ જશે.


મારા લોકના પાપને લીધે હું તેમને સજા કરીશ. કારણ, તેમણે મારો ત્યાગ કરીને અન્ય દેવો સમક્ષ ધૂપ ચડાવ્યો છે અને પોતાના હાથે બનાવેલી મૂર્તિઓની પૂજા કરી છે.


પછી તે સૌને, પિતાઓ અને પુત્રોને પણ એકબીજા સાથે અથડાવીશ. કોઈપણ જાતની દયા, મમતા કે કરૂણા દાખવ્યા વગર હું તેમનો નાશ કરીશ. હું પ્રભુ પોતે એ કહું છું.”


કારણ, મારા લોકે બે મહાપાપ કર્યાં છે: તેમણે મને, જીવનદાયક ઝરાને તજી દીધો છે અને પોતાને માટે જેમાં પાણી ટકે નહિ એવા કાણાં ટાંકાં ખોદ્યા છે.


હે ઇઝરાયલ, મેં જાતે જ તારી આ દશા કરી છે. હું તને માર્ગમાં દોરતો હતો ત્યારે તેં મને, તારા ઈશ્વર પ્રભુને તજી દીધો.


તારી પોતાની દુષ્ટતા તને સજા કરશે અને તારી બેવફાઈનાં કામો જ તારો હિસાબ લેશે; મારો, એટલે તારા ઈશ્વર પ્રભુનો ત્યાગ કરવો અને મારા પ્રત્યેની નિષ્ઠા તોડવી એ કેવું દુષ્કર અને ભૂંડું છે એની તને ખબર પડશે. હું સેનાધિપતિ પ્રભુ એ બોલું છું.”


પણ જો હું એમ વિચારું કે હું પ્રભુનો ઉલ્લેખ કરીશ નહિ અને તેમને નામે હવે સંદેશ પ્રગટ કરીશ નહિ, તો મારા હાડકામાં જાણે ભારેલો અગ્નિ હોય તેમ મારા હૃદયમાં એ સંદેશ ભભૂકીને મને વ્યગ્ર કરે છે. હું તેને કાબૂમાં રાખવા મથું છું, પણ મારાથી બોલ્યા વિના રહેવાતું નથી.


તમારાં દુષ્ટ આચરણ અને ભ્રષ્ટ કાર્યો પ્રભુ સહી શક્યા નહિ, તેથી તો તમારો દેશ ખંડેર, શાપિત અને નિર્જન બન્યો છે અને આજ સુધી તેમ જ છે.


તેથી પ્રભુ, હું તમારા કોપથી ભરપૂર છું અને એને શમાવી રાખીને હું ત્રાસી ગયો છું.” પછી પ્રભુએ મને કહ્યું, “તો પછી મારો કોપ શેરીમાં રમતાં બાળકો પર અને યુવાનોનાં ટોળાંઓ પર ઉતાર. પતિપત્ની, અબાલવૃદ્ધ સૌ તેનો ભોગ બનશે.


તેમનાં ઘરો અરે, તેમનાં ખેતરો અને પત્નીઓ પણ બીજાને સોંપી દેવાશે; કારણ, આ દેશના રહેવાસીઓ પર હું મારો હાથ ઉગામવાનો છું. હું પ્રભુ એ કહું છું.


હે પૃથ્વીના લોકો સાંભળો: આ લોકોની કુયુક્તિઓના ફળસ્વરૂપે હું તેમના પર આફત લાવવાનો છું. કારણ, તેમણે મારા સંદેશ તરફ લક્ષ આપ્યું નથી, અને મારા નિયમશાસ્ત્રની અવજ્ઞા કરી છે.


પ્રભુએ મને કહ્યું, “યર્મિયા, આ લોકો માટે પ્રાર્થના કરીશ નહિ. તેમની તરફેણમાં આજીજી કે વિનંતી કરીશ નહિ અથવા મારી પાસે તેમના હક્કમાં મયસ્થી કરીશ નહિ. કારણ, હું તારી અરજ સાંભળવાનો નથી.


પણ તેમણે ન તો આજ્ઞાઓ પાળી કે ન તો કંઈ લક્ષ આપ્યું; પણ તેઓ પોતાને ફાવે તેમ તેમના જક્કી અને કુટિલ દયના દુરાગ્રહ પ્રમાણે વર્ત્યા; તેઓ પાછા હઠયા, પણ આગળ વયા નહિ.


તો પછી તમે મારાથી વિમુખ થઈને સતત પીછેહઠ કેમ કરી રહ્યા છો? તમે ભરમાવી દેનાર મૂર્તિઓને વળગી રહો છો અને મારી તરફ પાછા ફરવાની ના પાડો છો.


જ્ઞાનીજનો શરમાઈ ગયા છે. મૂંઝવણમાં પડી ગયા અને ફસાઈ ગયા છે. તેમણે તો મારા સંદેશની અવગણના કરી છે; પછી તેમની પાસે જ્ઞાન ક્યાંથી હોય?


જો કોઈ સંદેશવાહક ભોળવાઇને ખોટો ઉત્તર આપે તો માનવું કે મેં પ્રભુએ જ એ સંદેશવાહકને ભ્રમમાં પડવા દીધો છે અને હું મારા ઇઝરાયલી લોકોમાંથી તેનો નાશ કરીશ.


એને લીધે હું તમારી વિરુદ્ધ મારો હાથ ઉગામીશ અને તમને અન્ય પ્રજાઓના હાથમાં સોંપી દઈશ. તેઓ તમને લૂંટી લેશે. હું તમારો એવો ભારે વિનાશ કરીશ કે તમારું પ્રજા તરીકેનું અસ્તિત્વ નાબૂદ થઈ જશે અને તમારો દેશ નષ્ટ થઈ જશે; ત્યારે તમે જાણશો કે હું પ્રભુ છું.”


પ્રભુ પરમેશ્વર કહે છે કે, ઓ સેઇરના પર્વતીય પ્રદેશ, હું તારી વિરુદ્ધ છું. હું તારી વિરુદ્ધ મારો હાથ ઉગામીશ અને તને ઉજ્જડ ને વેરાન બનાવી દઇશ.


મારા લોકનું વલણ મારાથી વિમુખ થવાનું છે. તેમના પર લાદવામાં આવેલી ધૂંસરીને લીધે તેઓ પોક મૂકશે પણ કોઈ તે ઉઠાવી લેશે નહિ.


શું હું એ લોકોને મૃત્યુલોક શેઓલથી બચાવું? હું એમને મૃત્યુમાંથી છોડાવું? અરે મૃત્યુ, તારી પીડા ક્યાં છે? ઓ મૃત્યુલોક શેઓલ, તારો વિનાશ ક્યાં છે? હું આ લોકો પર હવે દયા દર્શાવીશ નહિ.


ઇઝરાયલના લોકો તો અડિયલ વાછરડી જેવા છે. મારે પ્રભુએ તેમને ઘાસનાં મેદાનમાં ઘેટાંની જેમ કેવી રીતે ચારવા?


“હું યરુશાલેમ તથા આખા યહૂદિયાને શિક્ષા કરીશ. હું ત્યાંની બઆલની પૂજાનું નામનિશાન ભૂંસી નાખીશ અને તેની સેવા કરનારા વિધર્મી યજ્ઞકારોનું કોઈ સ્મરણ પણ નહિ કરે.


“પણ મારા લોકોએ અકડાઈ કરી સાંભળ્યું નહિ. તેમણે તેમનાં મન બંધ કરી દીધાં.


Lean sinn:

Sanasan


Sanasan