Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 15:4 - પવિત્ર બાઇબલ C.L.

4 હિઝકિયાના પુત્ર અને યહૂદિયાના રાજા મનાશ્શાએ યરુશાલેમમાં આચરેલાં અધમ કૃત્યોને લીધે હું તેમની એવી દુર્દશા કરીશ કે તેમને જોઈને દુનિયાની બધી પ્રજાઓ હાહાકાર કરશે. હું પ્રભુ એ બોલ્યો છું.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 વળી યહૂદિયાના રાજા હિઝકિયાના પુત્ર મનાશ્શાને લીધે, એટલે યરુશાલેમમાં તેણે જે જે કર્યું તેને લીધે, હું તેઓને પૃથ્વીનાં સર્વ રાજ્યોમાં આમતેમ રખડાવીશ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 વળી યહૂદિયાના રાજા હિઝકિયાના દીકરા, મનાશ્શાને લીધે એટલે યરુશાલેમમાં તેણે કરેલાં દુષ્ટ કાર્યોને લીધે, હું તેઓને પૃથ્વીના સર્વ રાજ્યોમાં આમતેમ રખડાવીશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

4 હિઝિક્યાના પુત્ર, યહૂદિયાના રાજા મનાશ્શાએ યરૂશાલેમમાં કરેલાં દુષ્ટ કાર્યોને લીધે, હું તમને આકરી શિક્ષા કરીશ. અને તમને કરવામાં આવેલી શિક્ષાને લીધે પૃથ્વીના સર્વ લોકો ભયભીત થશે.”

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 15:4
19 Iomraidhean Croise  

મનાશ્શા યહૂદિયાનો રાજા બન્યો ત્યારે તે બાર વર્ષનો હતો, અને તેણે યરુશાલેમમાં રહીને પંચાવન વર્ષ રાજ્ય કર્યું. તેની માતાનું નામ હેફસીબાહ હતું.


હું મારા લોકની એવી દશા કરીશ; કારણ, તેમના પૂર્વજો ઇજિપ્તમાંથી નીકળી આવ્યા ત્યારથી આજ દિન સુધી ભયંકર દુરાચારથી તેમણે મને કોપાયમાન કર્યો છે.”


ઇઝરાયલીઓ દેશનો કબજો મેળવતા ગયા તેમ તેમ પ્રભુએ દેશમાંથી હાંકી કાઢેલી પ્રજાઓના ઘૃણાસ્પદ રીતરિવાજો અનુસરીને મનાશ્શાએ પ્રભુની દૃષ્ટિએ ઘૃણાસ્પદ એવું આચરણ કર્યું.


મનાશ્શા યહૂદિયાનો રાજા બન્યો ત્યારે તે બાર વર્ષની વયનો હતો, અને તેણે યરુશાલેમમાં પંચાવન વર્ષ રાજ કર્યું.


પોતાના લોક દેશનો કબજો મેળવતા આગળ વયા તેમ તેમ દેશમાંથી પ્રભુએ જે પ્રજાઓને હાંકી કાઢી હતી તેમની ધિક્કારપાત્ર રીતરસમો અનુસરીને મનાશ્શાએ પ્રભુની દૃષ્ટિએ ઘૃણાસ્પદ એવું આચરણ કર્યું.


હું તેમના પર એવો ત્રાસ વર્તાવીશ કે તેમને જોઈને દુનિયાના બધા દેશોમાં હાહાકાર મચી જશે. હું જ્યાં જ્યાં તેમને હાંકી કાઢીશ ત્યાં ત્યાં લોકો તેમની નિંદા અને મશ્કરી કરશે; તેમને મહેણાં મારશે અને શાપ આપશે.


હું યુદ્ધ, દુકાળ અને રોગચાળાથી તેમનો પીછો કરીશ. તેમને જોઈને દુનિયાના બધા દેશોમાં હાહાકાર મચી જશે અને જે જે દેશોમાં હું તેમને હાંકી કાઢીશ ત્યાં તેઓ લોકો માટે શાપ, આઘાત, મશ્કરી અને નામોશીને પાત્ર થઈ પડશે.


તેથી પ્રભુ તમને આ પ્રમાણે કહે છે: “તમે મને આધીન થયા નથી અને તમારી જાતના ગુલામ ભાઈબહેનોને તથા અન્ય ગુલામોને ગુલામીમાંથી સ્વતંત્રતા આપી નથી તો હું પણ તમને યુદ્ધ, દુકાળ અને રોગચાળાથી મરવા માટે સ્વતંત્રતા આપું છું! હું તમારી એવી દશા કરીશ કે તમને જોઈને પૃથ્વીના બધા દેશોમાં હાહાકાર મચી જશે.


તેઓ કે તેમના પૂર્વજો જેમને ઓળખતા નથી એવી પ્રજાઓ મધ્યે હું તેમને વિખેરી નાખીશ અને તેમનો સંહાર થાય ત્યાં સુધી તેમની પાછળ તલવાર મોકલીશ.”


યરુશાલેમે અઘોર પાપ કર્યું. એનાથી એ નગરી મલિન બની છે. તેનું સન્માન કરનારા હવે તેને વખોડે છે, કારણ, તેમણે તેની નગ્નતા જોઈ છે. તે નિસાસા નાખે છે અને શરમથી પોતાનું મોં છુપાવે છે.


“તમે પૂછશો કે, ‘પોતાના પિતાનાં પાપને લીધે પુત્રને કેમ સજા થવી ન જોઈએ?’ તેનો ઉત્તર આ છે: પુત્ર ન્યાય, નીતિ અને સચ્ચાઇથી વર્ત્યો છે. તેણે મારા સર્વ નિયમો નિષ્ઠાથી પાળ્યા છે, તેથી તે નક્કી જીવશે.


પ્રભુ પરમેશ્વર કહે છે: “એમના પર આતંક ગુજારવા અને તેમને લૂંટી લેવા માટે ટોળાંને લઈ આવો.


હું તમારા પર યુલ મોકલીશ અને તમને પરદેશમાં વેરવિખેર કરી નાખીશ. તમારો દેશ વેરાન બની જશે અને તમારાં નગરો ખંડિયેર થઈ જશે.


“તમારા શત્રુઓ સામે પ્રભુ તમને પરાજય પમાડશે. તમે તેમના પર એક માર્ગે હુમલો કરશો, તો તેમની સામેથી સાત માર્ગે નાસી છૂટશો; અને તમારી દશા જોઈને પૃથ્વીની બધી પ્રજાઓ કાંપી ઊઠશે.


“પ્રભુ તમને પૃથ્વીના એક છેડાથી બીજા છેડા સુધી સર્વ દેશોમાં વિખેરી નાખશે, અને ત્યાં જેમને તમે અથવા તમારા પૂર્વજો જાણતા નથી એવા અન્ય દેવોની લાકડાની તથા પથ્થરની મૂર્તિઓની પૂજા કરશો.


Lean sinn:

Sanasan


Sanasan