Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 15:3 - પવિત્ર બાઇબલ C.L.

3 મેં તેમને માટે ચાર બાબતો નક્કી કરી છે: સંહારને માટે તલવાર, શબ તાણી જવા કૂતરાં, અને તેમનો ભક્ષ કરવા અને નાશ કરવા ગીધડાં અને જંગલી પશુઓ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 યહોવા કહે છે, “હું તેમના પર ચાર પ્રકારની [વિપત્તિ] ઠરાવીશ: એટલે મારી નાખવા માટે તરવાર, ઘસડી લઈ જવા માટે કૂતરાઓ, ખાઈ જવા તથા નાશ કરવા માટે આકાશનાં પક્ષીઓ તથા પૃથ્વી પરનાં શ્વાપદો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 યહોવાહ કહે છે, હું આ લોકોને માટે ચાર પ્રકારની વિપત્તિ લાવીશ. એટલે મારી નાખવા માટે તલવાર, ઘસડી લઈ જવા સારુ કૂતરાઓ, ખાઈ જવા અને નાશ કરવા સારુ આકાશના પક્ષીઓ તથા પૃથ્વી પરનાં જંગલી પશુઓ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

3 મેં એ લોકોને માટે ચાર પ્રકારના અંત નિર્માણ કર્યા છે. તરવાર તેમનો સંહાર કરશે, કૂતરાં તેમને ફાડી ખાશે, આકાશના પંખીઓ એમને ખાઇ જશે, અને બાકી રહ્યા તેમને જંગલી જાનવરો ખાઇ જશે.

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 15:3
21 Iomraidhean Croise  

જેથી તમે તેમના રક્તમાં પગ ખૂંદીને ચાલી શકો, અને તમારા કૂતરાઓની જીભોને વૈરીઓનું રક્ત ચાટી ખાવા મળે.”


તે જ પ્રમાણે તેમના સૈનિકોનાં શબ શિકારી પક્ષીઓ અને હિંસક પ્રાણીઓને ખાવાને પર્વતો પર પડયાં હશે. તેઓ ઉનાળામાં પક્ષીઓનો અને શિયાળામાં પ્રાણીઓનો ખોરાક થઈ પડશે.


શું મારી પસંદ કરેલી પ્રજા રંગબેરંગી પક્ષી જેવી છે કે શિકારી પક્ષીઓ તેની આસપાસ ઊડયા કરે છે? જાઓ, સર્વ માંસાહારી પશુઓને એકઠાં કરો, કે તેઓ તેની મિજબાની ઉડાવે!


તેઓ ઉપવાસ કરે તો પણ હું તેમની વિનંતીઓ સાંભળીશ નહિ, તેઓ દહનબલિ અને ધાન્ય અર્પણ ચડાવે તો હું તે સ્વીકારીશ નહિ. એથી ઊલટું, હું યુદ્ધ, દુકાળ અને રોગચાળાથી તેમનો અંત આણીશ.”


વળી, જે લોકોને તેમણે સંદેશ આપ્યો હતો તેઓ પણ યુદ્ધ અને દુકાળનો ભોગ બનીને યરુશાલેમની શેરીઓમાં ફેંકાશે; તેમને, તેમની પત્નીઓને તેમના પુત્રોને અને પુત્રીઓને કોઈ દફનાવશે પણ નહિ. હું તેમના પર તેમની દુષ્ટતાની સજા ઉતારીશ.”


“તેઓ જીવલેણ રોગથી મૃત્યુ પામશે. તેમને માટે કોઈ શોક કરશે નહિ કે તેમનું દફન થશે નહિ, પણ તેમનાં શબ જમીન પર ખાતરની જેમ પથરાયાં હશે. તેઓ યુદ્ધથી અને દુકાળથી મરશે અને તેમનાં શબ ગીધડાં અને જંગલી પશુઓનો ભક્ષ બનશે.”


આ મૃતદેહો ગીધડાં અને જંગલી પશુઓનો ભક્ષ થઈ પડશે; અને તેમને હાંકી કાઢનાર કોઈ હશે નહિ!


તેમણે મને રસ્તામાં ઝડપી લીધો અને મને ફાડીચીરીને છોડી દીધો.


વળી, પ્રભુ પરમેશ્વર આમ કહે છે: “યરુશાલેમમાંથી જનજનાવરોનો નાશ કરવા માટે હું મારી ચારેય ભયંકર સજા એટલે યુદ્ધ, દુકાળ, હિંસક પશુઓ અને રોગચાળો યરુશાલેમ પર મોકલીશ.


“તેમને કહે કે પ્રભુ પરમેશ્વર પોતાના સમ ખાઇને કહે છે કે જેઓ ઇઝરાયલનાં ઉજ્જડ નગરોમાં વસે છે તેઓ તલવારથી મરશે, અને જેઓ ગ્રામ્ય વિસ્તારમાં રહે છે, તેઓ જંગલી પ્રાણીઓનો ભક્ષ થઇ પડશે, જેઓ પર્વતો અને ગુફાઓમાં છુપાયા હશે તેઓ રોગચાળાથી માર્યા જશે.


તો હું તમને આવી સજા કરીશ: હું તમારા પર ઓચિંતી આફત લાવીશ. તમે આંધળા બની જાઓ અને તમારી જીવનશક્તિ હણાઈ જાય તેવા અસાય રોગો અને તાવ હું તમારા પર મોકલીશ. તમે વાવશો પણ ખાવા નહિ પામો; તમારા દુશ્મનો તે ખાઈ જશે.


હું તમારી મધ્યે જંગલી પ્રાણીઓ મોકલીશ. તેઓ તમારાં બાળકોને મારી નાખશે, તમારાં ઢોરનો નાશ કરશે અને બહુ થોડા જ લોકો બચી જશે. એથી તમારા રાજમાર્ગો વેરાન બની જશે.


તમે મારી સાથેનો કરાર તોડયો હોવાથી હું તમારા પર યુદ્ધ મોકલીશ. જો તમે નગરોમાં સલામતીને માટે ભરાઈ જશો તો હું તમારા પર રોગચાળો મોકલીશ અને તમારે દુશ્મનને શરણે જવું પડશે.


કોઈ માણસ સિંહથી નાસી છૂટે પણ તેને રીંછનો ભેટો થઈ જાય, અથવા ઘરમાં નાસી આવે અને દીવાલે હાથ ટેકવે તો સાપ કરડે એવો દિવસ એ હશે.


તમારા લોકોની લાશો ગીધો તથા જંગલી પ્રાણીઓનો ભક્ષ બનશે અને તેમને ત્યાંથી નસાડનાર કોઈ નહિ હોય!


તેઓ ભૂખમરાથી અને કારમા દુકાળથી વિનાશ પામશે; તેઓ ભયાનક રોગોથી મૃત્યુ પામશે. તેમને ફાડી ખાવાને હું જંગલી પશુઓ મોકલીશ, અને કરડવાને ઝેરી સાપો મોકલીશ.


મેં જોયું તો ફિક્કા રંગનો એક ઘોડો હતો. તેના સવારનું નામ “મૃત્યુ” હતું અને હાડેસ તેની પાછળ પાછળ ચાલ્યું જતું હતું. પૃથ્વી પરના લોકોના ચોથા ભાગને લડાઈ, દુકાળ, રોગચાળો અને જંગલી પ્રાણીઓ દ્વારા મારી નાખવાનો અધિકાર તેમને આપવામાં આવ્યો હતો.


Lean sinn:

Sanasan


Sanasan