Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 15:19 - પવિત્ર બાઇબલ C.L.

19 એ વિષે પ્રભુએ આ પ્રમાણે ઉત્તર આપ્યો, “જો તું પાછો ફરીશ તો હું તને મારી સેવામાં પુન: સ્થાપીશ અને તું મારી સમક્ષ સેવા કરીશ. જો તું માત્ર મારો મૂલ્યવાન સંદેશ પ્રગટ કરીશ, અને તેમાં નિરર્થક બાબતોની ભેળસેળ કરીશ નહિ, તો તું મારો પ્રવક્તા બનીશ. લોકોને તારી પાસે આવવા દે, પણ તું જાતે તેમની પાસે જઈશ નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

19 તે માટે યહોવા કહે છે, “જો તું ફરીશ તો હું તને પાછો લાવીશ, અને મારી આગળ તું ઊભો રહીશ; અને જો તું હલકામાંથી મૂલ્યવાન જુદા પાડીશ, તો તું મારા મુખ જેવો થઈશ. તેઓ તારા તરફ ફરશે, પણ તું તેઓની તરફ ફરીશ નહિ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

19 તેથી યહોવાહે આ પ્રમાણે કહ્યું કે, યર્મિયા, જો તું પસ્તાવો કરીશ તો હું તને પાછો લાવીશ. અને મારી આગળ તું ઊભો રહીશ. અને જો તું હલકામાંથી મૂલ્યવાન અલગ કરીશ તો તું મારા મુખ જેવો થઈશ. તેઓ તારા તરફ ફરશે. પણ તું તેઓની તરફ ફરીશ નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

19 યહોવાએ પ્રત્યુત્તર આપ્યો, “જો તું મારી પાસે પાછો આવીશ તો હું તને મારી સેવામાં પાછો રાખીશ. તું જે કહે તે નિરર્થક નહોતાં, યથાયોગ્ય હોય તો હું તને મારાવતી બોલનારો બનાવીશ. લોકો વળીને તારી પાસે આવવા જોઇએ, પણ તારે તેમની પાસે જવાનું નથી.

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 15:19
34 Iomraidhean Croise  

ગિલ્યાદમાં આવેલા તિશ્બેના સંદેશવાહક એલિયાએ આહાબ રાજાને કહ્યું, “ઇઝરાયલના જીવંત ઈશ્વર પ્રભુ જેમની સેવા હું કરું છું તેમને નામે હું તમને કહું છું કે આવતાં બે કે ત્રણ વર્ષ દરમ્યાન મારા કહ્યા સિવાય ઝાકળ કે વરસાદ પડશે નહિ.”


તો જા, હું તને બોલવામાં મદદ કરીશ અને તારે શું કહેવું તે તને શીખવીશ.”


પોતાના કાર્યમાં ખંતથી કૌશલ્ય પ્રાપ્ત કરનાર માણસ તું જુએ છે? તે સામાન્ય કોટિના માણસો આગળ નહિ, પણ રાજામહારાજાઓની હજૂરમાં સેવા કરશે.


પછી પ્રભુએ પોતાનો હાથ લંબાવીને મારા મુખને સ્પર્શ કરતા મને કહ્યું, “જો મારો સંદેશ મેં તારા મુખમાં મૂક્યો છે.


પછી પ્રભુએ મને કહ્યું, “જો મોશે અને શમુએલ જાતે જ મારી સમક્ષ તેમને માટે મયસ્થી કરે, તો પણ આ લોકો પર હું દયા દર્શાવીશ નહિ. હું તેમને હાંકી કાઢીશ અને મારી સમક્ષથી દૂર મોકલી દઈશ.


પણ જો હું એમ વિચારું કે હું પ્રભુનો ઉલ્લેખ કરીશ નહિ અને તેમને નામે હવે સંદેશ પ્રગટ કરીશ નહિ, તો મારા હાડકામાં જાણે ભારેલો અગ્નિ હોય તેમ મારા હૃદયમાં એ સંદેશ ભભૂકીને મને વ્યગ્ર કરે છે. હું તેને કાબૂમાં રાખવા મથું છું, પણ મારાથી બોલ્યા વિના રહેવાતું નથી.


તેથી હું ઇઝરાયલનો ઈશ્વર સેનાધિપતિ પ્રભુ વચન આપું છું કે રેખાબના પુત્ર યોનાદાબના વંશમાં મારી સેવા કરનાર વંશજની કદી ખોટ પડશે નહિ.”


પ્રભુ કહે છે,


ધમણ જોરથી ફૂંક્યા કરે છે, અને સીસુ અગ્નિમાં બળી જાય છે પણ કચરો છૂટો પડતો નથી અને રૂપું શુદ્ધ થતું નથી; દુષ્ટો પણ એ રીતે દૂર થતા નથી.


તેના લોક ખોરાકની શોધમાં નિસાસા નાખે છે. જીવવાને માટે ખોરાકને સારુ તેમણે પોતાની કિંમતી વસ્તુઓ આપી દીધી છે. નગર પોકારે છે, “હે પ્રભુ, મારા તરફ જુઓ, મારા દુ:ખમાં મને નિહાળો.”


તેઓ ભલે સાંભળે કે ન સાંભળે, છતાં તારે મારો સંદેશ તેમને સંભળાવવો. તેઓ તો બંડખોર પ્રજા છે.


તમારા યજ્ઞકારો મારા નિયમોનો ભંગ કરે છે અને મને સમર્પિત થયેલી વસ્તુઓની પવિત્રતા જાળવતા નથી. તેમણે સમર્પિત અને સાધારણ વચ્ચે ભેદ રાખ્યો નથી અને લોકોને શુદ્ધ અને અશુધ વચ્ચેનો ભેદ શીખવતા નથી. તેઓ સાબ્બાથના દિવસોની ઉપેક્ષા કરે છે. પરિણામે, હું ઇઝરાયલી લોકોમાં સન્માન પામતો નથી.


“યજ્ઞકારો મારા લોકોને પવિત્ર અને અપવિત્ર વચ્ચેનો તફાવત સમજાવે. તેમણે પરવાનગી અને નિષેધના વિધિ પ્રમાણે શુદ્ધ અને અશુદ્ધ વચ્ચેનો ભેદ બતાવવો.


“તમારે ઈશ્વરને માટે અલગ કરાયેલ અને સામાન્ય વપરાશને માટે રાખેલ વસ્તુઓ વચ્ચેનો તથા વિધિગત રીતે શુદ્ધ અને અશુદ્ધ વચ્ચેનો ભેદ પારખવાનો છે.


કઈ વસ્તુ ક્યારે શુદ્ધ કે અશુદ્ધ ગણાય તે નક્કી કરવા માટે આ નિયમો છે.”


“ઊઠ, મહાનગરી નિનવેમાં જઈને મેં તને આપેલા સંદેશનો પોકાર કર.”


દૂતે જવાબ આપ્યો, “હું ગાબ્રીએલ છું. હું ઈશ્વરની સમક્ષ ઊભો રહું છું, અને તેમણે મને તારી સાથે વાત કરવા તેમજ આ ખુશખબર જણાવવા મોકલ્યો છે.


ઈસુએ શિષ્યોને કહ્યું, “જે તમારું સાંભળે છે, તે મારું સાંભળે છે; જે તમારો અસ્વીકાર કરે છે, તે મારો અસ્વીકાર કરે છે, અને જે મારો અસ્વીકાર કરે છે, તે મને મોકલનારનો અસ્વીકાર કરે છે.”


કારણ, તમારે શું કહેવું તે પવિત્ર આત્મા તમને તે જ ઘડીએ શીખવશે.”


કારણ, હું તમને એવા શબ્દો અને ડહાપણ આપીશ કે તમારા શત્રુઓમાંનો કોઈ તમે જે કંઈ કહેશો તેનો વિરોધ કે નકાર કરી શકશે નહિ.


સાવધ રહો, અને હંમેશાં પ્રાર્થના કરો. જેથી આવનારી આ સઘળી બાબતોમાં થઈને સહીસલામત પાર ઊતરવા અને માનવપુત્ર સમક્ષ ઊભા રહેવા માટે તમને શક્તિ મળે.”


તમને ઈશ્વરનો સમગ્ર ઉદ્દેશ જણાવવામાં મેં કંઈ બાકી રાખ્યું નથી.


આમ હવે અમે કોઈનું મૂલ્યાંકન માનવી ધોરણે કરતા નથી. જોકે એક વખતે અમે ખ્રિસ્તનું પણ માનવી ધોરણે મૂલ્યાંકન કર્યું હતું. પણ હવે તેવું કરતા નથી.


શું હું માણસોની અનુમતિ પ્રાપ્ત કરી લેવા માગું છું કે ઈશ્વરની? શું હું માણસોને પ્રસન્‍ન કરવા માગું છું? જો હું હજુ પણ એમ જ કરતો હોઉં તો હું ખ્રિસ્તનો સેવક નથી.


પણ તમારે માટે શુભસંદેશનું સત્ય જળવાઈ રહે તે માટે, અમે તેમની વાત સાથે જરાપણ સંમત થયા નહિ.


પણ પરિપકવતાએ પહોંચેલાઓ માટે તો ભારે ખોરાક છે, કારણ, સારી નરસી બાબતો પારખવા તેમની વિવેકશક્તિ કેળવાયેલી છે.


હવે જે તમને આત્મિક અધ:પતનથી બચાવી લેવા શક્તિમાન છે અને પોતાના ગૌરવની સમક્ષ તમને નિર્દોષ ગણી આનંદપૂર્વક આવકારવાના અધિકારી છે એવા એક જ ઈશ્વ2, જે આપણા ઈસુ ખ્રિસ્ત દ્વારા ઉદ્ધારક છે. તેમને અનાદિકાળ, હમણાં અને સદાસર્વકાળ મહિમા, પ્રતાપ, પરાક્રમ અને સત્તા હો! આમીન.


Lean sinn:

Sanasan


Sanasan