Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 15:16 - પવિત્ર બાઇબલ C.L.

16 તમારા સંદેશાઓ મને મળ્યા અને મેં તેમને ખોરાકની જેમ ખાધા; અને તે મારે માટે હર્ષ અને આનંદરૂપ થઈ પડયા. હે યાહવે, સેનાધિપતિ ઈશ્વર, હું તમારે નામે ઓળખાતો તમારો સેવક છું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

16 તમારાં વચનો મને પ્રાપ્ત થયાં ને મેં તેઓને ખાધાં; અને તમારાં વચનોથી મારા હ્રદયમાં આનંદ તથા હર્ષ ઉત્પન્ન થયો; કેમ કે, હે યહોવા, સૈન્યોના ઈશ્વર, તમારા નામથી હું ઓળખાઉં છું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

16 તમારાં વચનો મને પ્રાપ્ત થયા, મેં તે ખાધાં. અને તેથી મારા હૃદયમાં હર્ષ તથા આનંદ ઉત્પન્ન થયો. કેમ કે હે સૈન્યોના ઈશ્વર, યહોવાહ, તમારા નામથી હું ઓળખાઉ છું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

16 તમારા વચનો મને ટકાવી રાખ્યો છે; મારા ભૂખ્યા આત્માનું તે ભોજન છે, તે મારા દુ:ખી હૃદયને આનંદિત અને હષિર્ત કરે છે. હે સૈન્યોના દેવ યહોવા, તમારું નામ ધારણ કરીને હું કેટલો ગર્વ અનુભવું છું.

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 15:16
13 Iomraidhean Croise  

તેથી સઘળા લોકો ઘેર ગયા અને આનંદથી ખાધુંપીધું અને પોતાની પાસે જે કંઈ હતું તેમાંથી બીજાઓને પણ આપ્યું; કારણ, તેમને નિયમશાસ્ત્રમાંથી જે વાંચી સંભળાવવામાં આવ્યું હતું તે તેઓ સમજ્યા હતા.


તેમના મુખની આજ્ઞાઓ મેં તરછોડી નથી. તેમના મુખના શબ્દો મેં મારા અંતરમાં ખજાનાની જેમ સંઘર્યા છે.


તમારા આદેશો મારો સાર્વકાલિક વારસો છે; તે મારા દયને આનંદ આપે છે.


તમારાં ફરમાનોથી હું પ્રસન્‍ન થાઉં છું; હું તમારા શિક્ષણને વીસરીશ નહિ.


સોનાચાંદીના લાખો સિકાકાઓ કરતાં તમારા મુખે પ્રગટેલો નિયમ મારે માટે વધુ મૂલ્યવાન છે.


હું તમારા નિયમશાસ્ત્ર પર કેટલો પ્રેમ રાખું છું! આખો દિવસ હું તેનું જ મનન કરું છું.


તેઓ સુવર્ણ કરતાં, અરે, વિશુદ્ધ કરેલા સુવર્ણ કરતાં ય વધુ પસંદ કરવા યોગ્ય છે. તેઓ મધ કરતાં અને મધપૂડાનાં ટીપાંથી યે વધુ મીઠાં છે.


અચાનક મૂંઝવણમાં પડી ગયેલા માણસના જેવા અને અણીને વખતે મદદ ન કરી શકે તેવા સૈનિક જેવા તમે કેમ થયા છો? ના, પ્રભુ ના, તમે તો અમારી મધ્યે જ છો; અમે તમારે નામે ઓળખાઈએ છીએ, અમને તજી દેશો નહિ!”


હે મનુષ્યપુત્ર, મારું કહેવું સાંભળ. એ બંડખોરોની જેમ તું બંડખોર થઈશ નહિ. તારું મોં ઉઘાડ ને હું જે તને આપું છું તે ખા.”


શું તું એમ ધારે છે કે ઇઝરાયલના લોકો શાપ તળે છે? શું ઈશ્વરે ધીરજ ગુમાવી છે? શું તે ખરેખર આવું કરશે? શું તે સદાચારી પ્રત્યે માયાળુપણે બોલતા નથી?”


Lean sinn:

Sanasan


Sanasan