Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 15:11 - પવિત્ર બાઇબલ C.L.

11 હે પ્રભુ, જો મેં તેમના ભલા માટે તમારી સેવા કરી ન હોય, અને તેમને શત્રુઓથી બચાવવા માટે તમને વિનંતી ન કરી હોય, જો તેમના આફત અને દુ:ખના સમયે મેં તમને પ્રાર્થના ન કરી હોય, તો એ બધા શાપ મારા પર ઊતરો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 યહોવાએ કહ્યું, “ખચીત હું તારા હિતને અર્થે તને સામર્થ્ય આપીશ. ખચીત વિપત્તિની વેળાએ તથા સંકટને સમયે હું વૈરીઓ પાસે તારી આગળ વિનંતી કરાવીશ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 યહોવાહે કહ્યું; શું હું તારા હિતને અર્થે તને સામર્થ્ય નહિ આપું? નિશ્ચે વિપત્તિના સમયે તથા સંકટ સમયે હું વૈરીઓ પાસે તારી આગળ વિનંતી કરાવીશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

11 હે યહોવા, સાચે જ મેં તારી હૃદયપૂર્વક સેવા કરી નથી? મારા દુશ્મનો જ્યારે આફતમાં આવી પડ્યા, દુ:ખમાં આવી પડ્યા ત્યારે તેમના તરફથી તને મેં પ્રાર્થના નથી કરી?”

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 15:11
15 Iomraidhean Croise  

ઈશ્વરના લોકને બંદિવાન બનાવનારાનાં હૃદયોમાં તેમને માટે દયા પ્રગટાવી.


મેં તમને વિનંતી કરી તે જ દિવસે તમે મને ઉત્તર આપ્યો; તમે મને આત્મબળ બક્ષીને દઢ બનાવ્યો.


જ્યારે કોઈ માણસના સદાચરણથી પ્રભુ પ્રસન્‍ન થાય, ત્યારે તે તેના શત્રુઓને પણ મિત્રોમાં ફેરવી નાખે છે.


રાજાનું મન પાણીના પ્રવાહ જેવું છે અને પ્રભુના અંકુશ નીચે છે; તે જ્યાં ચાહે ત્યાં તેને વાળે છે.


અપરાધી માણસ સેંકડોવાર દુષ્કર્મો કર્યા છતાં દીર્ઘાયુષ્ય ભોગવે તો પણ હું જાણું છું કે માત્ર ઈશ્વરનો ડર રાખનારનું જ કલ્યાણ થાય છે.


તેથી બીશ નહિ, હું તારી સાથે છું. હું તારો ઈશ્વર છું; તું કશાથી ગભરાઈશ નહિ. હું તને બળવાન કરીશ અને તારી મદદ કરીશ. હું તને મારા વિજયવંત જમણા હાથના બાહુબળથી ધરી રાખીશ.


“તમે અમારે માટે પ્રભુને પૂછી જુઓ; કારણ, બેબિલોન દેશના રાજા નબૂખાદનેસ્સારે અમારા પર આક્રમણ કર્યું છે. કદાચ પ્રભુ અમારે માટે કોઈ અજાયબ કાર્ય કરે કે જેથી નબૂખાદનેસ્સારને પાછા જવું પડે” એ પ્રસંગે પ્રભુ તરફથી યર્મિયાને સંદેશો મળ્યો.


ત્યાર પછી સિદકિયા રાજાએ માણસ મોકલીને યર્મિયાને બોલાવડાવ્યો અને રાજમહેલની અંદર તેને ખાનગીમાં પૂછયું, “શું પ્રભુ તરફથી કોઈ સંદેશ છે?” યર્મિયાએ ઉત્તર આપ્યો. “હા, તને બેબિલોનના રાજાના હાથમાં સોંપી દેવામાં આવશે.”


સિદકિયા રાજાએ શેલેમ્યાના પુત્ર યહૂકાલને તથા માઅસેયાના પુત્ર યજ્ઞકાર સફાન્યાને સંદેશવાહક યર્મિયા પાસે મોકલીને વિનંતી કરી, “તું આપણા ઈશ્વર પ્રભુને અમારે માટે પ્રાર્થના કર.”


સિદકિયા રાજાએ માણસ મોકલીને સંદેશવાહક યર્મિયાને પ્રભુમંદિરના ત્રીજા પ્રવેશદ્વાર પાસે બોલાવ્યો અને રાજાએ યર્મિયાને કહ્યું, “હું તને એક પ્રશ્ર્ન પૂછવા ચાહું છું અને તેના જવાબમાં મારાથી કંઈ છુપાવીશ નહિ.”


“અમે તને આગ્રહપૂર્વક આજીજી કરીએ છીએ કે તું તારા ઈશ્વર પ્રભુને અમારે માટે એટલે, આ સમગ્ર બચી ગયેલા શેષ સમુદાય માટે પ્રાર્થના કર. કારણ, તું જુએ છે કે ઘણામાંથી અમે થોડા જ બચ્યા છીએ.


Lean sinn:

Sanasan


Sanasan